gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | …

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Election Results: 26મી એપ્રિલ 2026ના રોજ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની મહત્વપૂર્ણ ચૂંટણી બાદ આજે એટલે કે 28મી એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીને રાજકીય વિશ્લેષકો આગામી વિધાનસભા ચૂંટણી માટેની સેમી ફાઇનલ તરીકે જોઈ રહ્યા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓથી લઈને જિલ્લા અને તાલુકા પંચાયતો સુધીના પરિણામો આજે સ્પષ્ટ થશે. નોંધનીય છે, શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો છે. આ વખતે મહાનગરપાલિકાઓમાં 49.02, નગરપાલિકાઓમાં 59.50, નગરપાલિકાઓમાં (પેટા ચૂંટણી) 55.38, જિલ્લા પંચાયતોમાં 61.69 અને તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન નોંધાયું હતું.

•જિલ્લા પંચાયત

કુલ: 34

મતદાર મંડળ: 1090

બિનહરીફ બેઠકો: 52

મતદાન બેઠકો: 1038

ઉમેદવારો: 3059

•તાલુકા પંચાયત

કુલ: 260

મતદાર મંડળ: 5234

બિનહરીફ બેઠકો: 2

ઉમેદવારી ન ભરાયેલી બેઠકો: 2

મતદાન બેઠકો: 4976

ઉમેદવારો: 13,871

RESULTS LIVE UPDATE: 

કેશોદના મોટી ઘંસારી તાલુકા પંચાયતની ટાઈમાં ચિઠ્ઠી ઉછાળતા આપની જીત

જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતમાં ટાઈ થઈ છે. મોટી ઘંસારીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઈ થતા બંને ઉમેદવાર વચ્ચે ચીઠ્ઠી નંખાઈ હતી. જેમાં AAPના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે.

જિલ્લા પંચાયતની અમરાપુર બેઠક પર આપની જીત

જૂનાગઢ જિલ્લા પંચાયતના માળિયાહાટીના તાલુકાની અમરાપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. 

જિલ્લા અને તાલુકા પંચાયતના પરિણામ

બોટાદની રાણપુરા તાલુકા પંચાયતની દેવળીયા બેઠક પર ભાજપનો વિજય, નખત્રાણા તાલુકા પંચાયતના અંગીયા બેઠક પર ભાજપની જીત પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતની ખીજડિયા બેઠક પર ભાજપનો વિજય, સુરતની અરેઠ તાલુકા પંચાયતની અરેઠ, કરાવલી, પાતાળ અને ખોડંબા બેઠક પર ભાજપનો વિજય, પાટણ સમી તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો વિજય, નવસારીની જલાલપોર તાલુકા પંચાયતની પોંસરા બેઠક પર ભાજપનો વિજય, નવસારી જિલ્લા પંચાતની વેસ્મા બેઠક પર ભાજપનો વિજય, સાંતલપુરા તાલુક પંચાયતની ગાંજીસર બેઠક પર ભાજપનો વિજય, ખેડાની માતર તાલુકા પંચાયતની અંત્રોલી બેઠક પર ભાજપનો વિજય, મહીસાગરમાં કોઠંબા તાલુકા પંચાયતની કોંચીયા બેઠક પર ભાજપનો વિજય, પોરબંદર તાલુકા પંચાયતની દેગામ બેઠક પર ભાજપનો વિજય, પોરબંદર જિલ્લા પંચાયતની બડેજ બેઠક પર ભાજપનો વિજય, પાટણની કુંવર તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય અને રાણપુર તાલુકા પંચાયતની જાડીલા બેઠક પર ભાજપનો વિજય થયો છે.

આદરજ તાલુકા પંચાયતની બેઠક કોંગ્રેસની જીત 

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મેડા આદરજ તાલુકા પંચાયતની બેઠક પર દિપાલીબેન અવિનાશ કુમાર ચાવડા કોંગ્રેસના ઉમેદવાર 168 મતથી વિજય થયા છે.

દિયોદર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત

વાવ-થરાદ જિલ્લાના દિયોદર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર બળવંતજી મકવાણાની 1779 મતથી ભવ્ય જીત થઈ છે.

બગસરા તાલુકા પંચાયતમાં આપના ઉમેદવારનો વિજય

અમરેલી જિલ્લોની બગસરા તાલુકા પંચાયતમાં આપના ઉમેદવાર દકુભાઈ ગાજીપરાનો વિજય, હમાપૂર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રંજનબેન લક્ષમણભાઈ સોલંકીએ 328 મતથી વિજય હાંસલ કર્યો છે. જ્યારે લાઠી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર ભરતકુમાર ગજેરાનો વિજય થયો છે. 

જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપની જીત

જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંપાબેન કિશોરભાઈ ઠુમ્મરે 300 જેટલા મતની વિજય થયો છે.  પરિણામ જાહેર થતાં વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે.

બગલિયા તાલુકા પંચાયતમાં આપના ઉમેદવારની જીત

નસવાડી તાલુકાની બગલિયા તાલુકા પંચાયત બેઠકમાં આપના ઉમેદવાર સવિતાબેન ભીલની જીત થઈ છે.

હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આપના ઉમેદવારની જીત

મોરબી જિલ્લાના હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ચંદુ મોરી 1400થી વધુ મતોથી વિજય થયા છે.

છોટા ઉદેપુરના બાંગાપુર તાલુકા પંચાયતમાં ભાજપની જીત

છોટા ઉદેપુર જિલ્લાના બાંગાપુર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર શિલ્પાબેન 1016 મતથી વિજય થયા છે.  

બરવાળા તાલુકા પંચાયત પરિણામ

બોટાદ જિલ્લાની બરવાળા તાલુકા પંચાયતની વિવિધ બેઠકોના પરિણામો સામે આવ્યા છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામો મુજબ, ભાજપે બે બેઠકો પર જીત મેળવી છે, જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.

•ચોકડી બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ ગળિયલનો શાનદાર વિજય થયો છે.

•બેલા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય નાંડોલિયા વિજેતા જાહેર થયા છે.

•કાપડિયાળી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરુણાબેન મેહુલભાઈ મેર વિજયી બન્યા છે.

શહેરામાં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 14 બેઠકોની મતગણતરી શરૂ

પંચમહાલ જિલ્લાના શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઈ છે. કાંકરી ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 14 બેઠકોની મતગણતરી હાથ ધરાઈ છે. 

રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓની હાજરીમાં EVM સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢી મતગણતરી શરૂ કરાઈ છે. આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની 28 બેઠકોની ચૂંટણીમાં 67 ઉમેદવારો ભાવિ નક્કી થશે.

કચ્છ જિલ્લામાં મતગણતરી પ્રક્રિયા શરૂ 

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભુજ સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે આજે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે, જેને લઈને ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં કુલ 422 બેઠકો માટે 1065 ઉમેદવારો મેદાનમાં છે.

છોટા ઉદેપુરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

છોટા ઉદેપુર જિલ્લાની 32 જિલ્લા પંચાયત બેઠક તેમજ 7 તાલુકા પંચાયતની 150 બેઠકો માટે મતગણતરી માટે વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. 

મતગણતરી શરૂ થતાં જ સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવવાનું શરૂ થઈ ગયું છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવશે. 9 વાગ્યાથી ગણતરી શરૂ થશે. 

ગુજરાતમાં ભાજપનો વિજય નક્કી, નેતૃત્વ વિહોણી કોંગ્રેસની બેઠકો વધશે 

ભાજપે 700થી વધુ બેઠકોનો તો મતદાન પહેલાં જ બિનહરિફ જીતી લીધી હતી. આજે ચુંટણી પરિણામ આવી રહ્યા છે ત્યારે લોકોને અત્યારથી રાજકીય આકલન શરૂ કરી દીધું છે. એક તરફ ભાજપ અબ કી બાર બધી જ પારના નારા સાથે મેદાને છે તો બીજી તરફ વિપક્ષ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. જોકે સત્તા અને પૈસાના જોરે ભાજપ વિપક્ષને ખરીદવામાં માહેર હોવાથી કોંગ્રેસ અને આપ માટે ગુજરાતમાં સત્તામાં આવવું મુશ્કેલ દેખાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ : ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત…
GUJARAT

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનનો કરુણ બનાવ : ટ્રકની અડફેટે બાઈક સવાર યુવાનનું મોત…

April 28, 2026
જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો | Cases …
GUJARAT

જામનગરમાં વિદેશ મોકલવાની લાલચ આપી લાખોની છેતરપીંડી : મહિલા સહિત 3 આરોપી સામે ગુન્હો નોંધાયો | Cases …

April 28, 2026
ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…
GUJARAT

ગોંડલ અને ગણદેવીમાં ભાજપની ક્લિન સ્વિપ, ધોળકા અને વિરમગામમાં કમળ ખીલ્યું | BJP Clean Sweep in Gondal…

April 28, 2026
Next Post
જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in Di…

જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in Di...

પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત | 2 killed in accident on Paliyad Ranpur highway

પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત | 2 killed in accident on Paliyad Ranpur highway

અંબાજી – દાંતા તાલુકા માં ભાજપ ને મોટું ગાબડુ ને કોંગ્રેસ નો મહાવિજય

અંબાજી - દાંતા તાલુકા માં ભાજપ ને મોટું ગાબડુ ને કોંગ્રેસ નો મહાવિજય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

ઉદગમ સ્કૂલને DEOનો ફટકો: સ્વેટર-યુનિફોર્મ માટે દબાણ કરવા બદલ ‘શો કોઝ’ નોટિસ, 10 હજારનો દંડ તોળાયો | …

5 months ago
વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત! ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર

વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત! ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર

4 months ago
હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…

હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…

3 weeks ago
૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…

૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News