gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૦૦ કરોડની જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે બીસીએએ કરેલો દાવો અદાલતે રદ કર્યો | Court dismisses BCAA’s …

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
૧૦૦ કરોડની જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે બીસીએએ કરેલો દાવો અદાલતે રદ કર્યો | Court dismisses BCAA’s …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સાંકરદામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે બીસીએએ વર્ષ ૨૦૦૭માં
જમીન ખરીદવા માટે જે એમઓયુ કર્યું હતું તે અંદાજીત ૧૦૦ કરોડની જમીનનો દસ્તાવેજ
બીસીએને કરી આપવામાં આવે તે બાબતે કોર્ટમાં દાદ માંગવામાં આવતા અદાલતે આ દાવો
સમયસીમા બહારનો હોઇ તેને રદ કરી દીધો હતો. અદાલતના આ ચૂકાદાના કારણે બીસીએને
કરોડની જમીન ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે આગામી દિવસોમાં આ કાનુની
વિવાદ વધુ લંબાશે તેમ મનાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) દ્વારા ક્રિકેટ
સ્ટેડીયમ બનાવવા માટે વડોદરાના સાંકરદા ગામમાં અંદાજે ૪૪.૬૯ લાખ સ્કવેર ફૂટ ખેતીની
જમીન ખરીદવા માટે ૨૪ જુલાઈ
, ૨૦૦૭ના રોજ જમીન માલિક (સાંકરદા
સયુક્ત સહકારી મંડળી) અને અન્ય સભ્યો સાથે એક એમઓયુ કરવામાં આવ્યું હતું. આ સોદો
કુલ રૃ. ૮.૨૨ કરોડમાં નક્કી થયો હતો
, જેમાંથી બીસીએએ ૫૦ ટકા
રકમ એટલે કે રૃ. ૪.૧૧ કરોડ બાના પેટે ચૂકવ્યા હતા.

કરાર મુજબ, સામાવાળાએ જમીન બિન-ખેતી કરવાની અને જરૃરી
સરકારી મંજૂરીઓ મેળવવાની જવાબદારી લીધી હતી
, જે બાદ બાકીની
રકમ ચૂકવી વેચાણ દસ્તાવેજ કરવાનો હતો. જોકે
, વર્ષો વીતવા
છતાં મંજૂરીઓ ન મળતા ૨૦૧૩માં નવો કરાર થયો અને જમીન માલિકે વળતર સાથે રૃ. ૮.૨૨
કરોડ પરત કરવાનો ચેક આપ્યો
, જે ચેક બેંકમાં જમા કરાવવામાં
આવતા ચેક બાઉન્સ થયો હતો.

ચેક બાઉન્સ થતાં તેની સામે બીસીએએ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ
કરી હતી અને તેમાં ચૂકાદો બીસીએની વિરુદ્ધમાં આવતા તે ચૂકાદા સામે હાલ સેશન્સ
કોર્ટમાં અપિલ કરવામાં આવી છે તે હાલ પેન્ડિંગ છે. દરમિયાનમાં બીસીએએ  ૨૦૨૩માં કોર્ટમાં દાવો કર્યો હતો કે
,તેમને
સમાચારપત્ર દ્વારા જાણવા મળ્યું કે આ જમીનની કિંમત  અંદાજે ૧૦૦ કરોડ જેટલી થાય છે અને આ જમીન અન્ય
કોઇ વ્યક્તિને વેંચવાના પ્રયાસ થઇ રહ્યાં છે.

બીસીએએ દાવામાં રજૂઆત કરી હતી કે, ૨૦૦૭ના એમઓયુ મુજબ
જમીનનો દસ્તાવેજ તેને કરી આપવામાં આવે. આ દાવામાં સામા પક્ષે દલીલ કરી હતી કે આ
દાવો સમય મર્યાદા (લીમીટેશન એક્ટ)થી બહાર છે અને અગાઉ વસૂલાતનો દાવો કરી દીધો
હોવાથી ફરીથી આ દાવો ચાલી શકે નહીં. બન્ને પક્ષની દલીલ અને સાંભળ્યા બાદ કોર્ટે
અવલોકન કર્યું કે બીસીએ એ ૨૦૧૫માં જ નાણાં વસૂલાતનો દાવો કર્યો હતો
, ત્યારે જ ત્યારે જ તેમણે જમીનના દસ્તાવેજની માંગણી કરવી જોઈતી હતી. નવ
વર્ષ બાદ કરવામાં આવેલો આ દાવો કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી. અંતે
, કોર્ટે બીસીએનો દાવો રદ કરવાનો આદેશ કર્યો હતો.

કોર્ટના ચૂકાદા બાબતે બીસીએના સુત્રોએ જણાવ્યું હતું કે, ટ્રાયલ
કોર્ટના ચકાદાને અમે સેસન્સ કોર્ટમાં પડકારીશુ. જ્યારે આ ચૂકાદા બાબતે અરવીંદકુમાર
જાનીએ જણાવ્યું હતું કે
, ચેક રિટર્ન કેસમાં પણ તેમની જીત
થયેલી છે અને તેની સામે બીસીએ અપિલમાં ગયું હોઇ તે  કેસ હાલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે.

(બોક્સ)

સમયસીમા બહારના કેસને જીવંત કરી શકાય નહી ઃ કોર્ટ

કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, માત્ર
ચતુરાઈપૂર્વક ડ્રાફ્ટિંગ (ક્લેવર ડ્રાફ્ટિંગ) કરીને કોઈ જૂના કે સમયસીમા બહારના
કેસને જીવંત કરી શકાતો નથી. બીસીએએ એવી દલીલ કરી હતી કે ૨૦૨૩માં છાપામાં જાહેરખબર
જોઈ ત્યારે તેમને નવા વિવાદની જાણ થઈ
, પરંતુ કોર્ટે કહ્યું
કે મૂળ વિવાદ તો ૨૦૧૪માં ચેક બાઉન્સ થયો ત્યારે જ શરૃ થઈ ગયો હતો. કોર્ટે
ચૂકાદામાં નોંધ્યું કે ન્યાયતંત્રનો સમય બચાવવા માટે આવા પાયાવિહોણા અને કાયદાથી
બાધિત દાવાઓને શરૃઆતમાં જ અટકાવવા જરૃરી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

June 17, 2026
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

June 17, 2026
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…
GUJARAT

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

June 17, 2026
Next Post
કોડિન કફ સિરપ ગેરકાયદે વેચતા વેપારીનું લાયસન્સ રદ્દ | License of trader illegally selling codeine co…

કોડિન કફ સિરપ ગેરકાયદે વેચતા વેપારીનું લાયસન્સ રદ્દ | License of trader illegally selling codeine co...

ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે | BJP candidate threatens to cut off vi…

ભાજપનો ઉમેદવાર હારતા તલવાર સાથે ધમકી, ગામનું પાણી બંધ થઇ જશે | BJP candidate threatens to cut off vi...

કોર્પો.ની ચૂંટણીમાં ૨૯ ઉમેદવારોને NOTA કરતા પણ ઓછા મત મળ્યા | 29 candidates got less votes than NOTA…

કોર્પો.ની ચૂંટણીમાં ૨૯ ઉમેદવારોને NOTA કરતા પણ ઓછા મત મળ્યા | 29 candidates got less votes than NOTA...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

9 months ago
વડોદરાના ચકચારી હીટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણે ડિસ્ચાર્જ અરજી મૂકી | Pranshu Chauhan files discha…

વડોદરાના ચકચારી હીટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણે ડિસ્ચાર્જ અરજી મૂકી | Pranshu Chauhan files discha…

2 months ago
આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત | Anand Girl child died Cas…

આણંદ બાળકી હત્યા કેસમાં નવો વળાંક, આરોપીએ દુષ્કર્મ ગુજાર્યાની કરી કબૂલાત | Anand Girl child died Cas…

10 months ago
સરસપુર અશોક મિલની નવી ચાલીમાં રોષે ભરાયેલા યુવકે ભાજપના કાર્યકરને લાફા મારી ભગાડી દીધા | angry perso…

સરસપુર અશોક મિલની નવી ચાલીમાં રોષે ભરાયેલા યુવકે ભાજપના કાર્યકરને લાફા મારી ભગાડી દીધા | angry perso…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News