gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપ સરકારની રીટર્ન ગિફ્ટ કોમર્શિયલ એલપીજીમાં રૂ. 993નો તોતિંગ વધારો | BJP government’s return gift …

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in INDIA
0 0
0
ભાજપ સરકારની રીટર્ન ગિફ્ટ કોમર્શિયલ એલપીજીમાં રૂ. 993નો તોતિંગ વધારો | BJP government’s return gift …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાજપને ખોબલે ખોબલે મત આપનારી પ્રજાને ‘શિરપાવ’ !

– 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ત્રણ હજાર : પાંચ કિલોવાળા સિલિન્ડરમાં પણ રૂ. 261નો વધારો, નવો ભાવ 800ને પાર

– આંતરરાષ્ટ્રીય એટીએફના ભાવમાં 76.55 ડોલરનો વધારો થતા લાંબા અંતરની ફ્લાઇટોના ભાડા વધી શકે

– જથ્થાબંધ ડીઝલના ભાવમાં લીટરે રૂ. 12નો વધારો નવો ભાવ રૂ. 149એ પહોંચતા ઉદ્યોગોને ફટકો પડશે

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ, આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતા જ કેન્દ્ર સરકારે મોંઘવારીનો વધુ એક ઝટકો આપ્યો છે. ૧૯ કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોની કિંમતમાં ૯૯૩ રૂપિયાનો વધારો ઝિક્યો છે, જે એલપીજીમાં અત્યાર સુધીનો એક સાથે થયેલો સૌથી મોટો ભાવ વધારો માનવામાં આવે છે. આ ભાવ વધારા સાથે જ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ત્રણ હજાર રૂપિયાને પાર જતો રહ્યો છે.    

અચાનક જ કરવામાં આવેલા આ ભાવ વધારાને પગલે ફૂડ ઇન્ડસ્ટ્રી જેમ કે હોટેલ, રેસ્ટોરાં, નાના મોટા ખાણી પીણીના સ્ટોલ સહિતના ક્ષેત્રોને મોટો ફટકો પડયો છે. આ ઉપરાંત કેટલાક ઉદ્યોગોમાં પણ એલપીજી સિલિન્ડરોનો ઉપયોગ થતો હોય છે તેઓ પણ ચિંતામાં મુકાયા છે. જે ભાવ વધારો કરવામાં આવ્યો તેનાથી હોટેલ-રેસ્ટોરાંમાં ભોજન મોંઘુ થઇ જશે, એક સાથે તોતિંગ ૯૯૩ રૂપિયાના વધારાને પગલે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે ૩૦૭૧ રૂપિયામાં મળી રહ્યો છે. જેનો ભાવ અગાઉ ૨૦૭૮ રૂપિયા હતો.

આ સાથે જ નાનો પાંચ કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ ૨૬૧ રૂપિયા મોંઘો કરી દેવાયો છે, આ નાના સિલિન્ડરનો ઉપયોગ સામાન્ય રીતે મજૂરો, ગરીબ પરિવારો, એકલા રહેતા વિદ્યાર્થીઓ, લારી પર ખાદ્ય સામગ્રી વેચનારા નાના વેપારીઓ કરતા હોય છે. ભાવ વધારાને પગલે હવે પાંચ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ પણ ૮૧૦ રૂપિયાને પાર જતો રહ્યો છે. જ્યારે હવે પાંચ કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર અને ઘરેલુ વપરાશ માટેના ૧૪ કિલોના સિલિન્ડરના ભાવમાં માત્ર ૧૦૦ રૂપિયાનું જ અંતર રહી ગયું છે. નવા ભાવ વધારા સાથે જ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં રૂ. ૩૦૭૧, મુંબઇમાં ૩૦૨૪, હૈદરાબાદમાં ૩૩૧૫, પટણામાં ૩૩૪૬ થઇ ગયો છે. 

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં માર્ચ મહિનામાં ૧૪૪, ૧ એપ્રીલના ૨૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે સીધા ૯૯૩ રૂપિયાના વધારા સાથે માત્ર બે જ મહિનામાં અધધ ૧૩૩૭ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. માત્ર કોમર્શિયલ એલપીજી જ નહીં બલ્કમાં વેચાતા ડીઝલનો ભાવ પણ વધારવામાં આવ્યો છે, બલ્ક ડીઝલનો જુનો ભાવ પ્રતિ લિટર ૧૩૭ રૂપિયા હતો જે હવે વધીને ૧૪૯ રૂપિયાએ પહોંચી ગયો છે. જ્યારે વિમાનમાં વપરાતા ઇંધણ એટીએફ પર નજર કરીએ તો ઘરેલુ સ્તરે કોઇ ફેરફાર નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિ કિલોલીટરનો ભાવ ૧૪૩૫.૩૧ ડોલરથી વધારીને ૧૫૧૧.૮૬ ડોલર કરવામાં આવ્યો છે, એટલે કે આશરે ૭૬.૫૫ ડોલરનો વધારો કરવામાં આવ્યો છે.       

કંપનીઓ-સરકાર બોજ સરભર કરવાની તૈયારીમાં 

ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ અને ઘરેલું એલપીજીનો ભાવ વધવાની શક્યતા

– પેટ્રોલ-ડીઝલમાં રૂ. પાંચ જ્યારે ઘરેલું એલપીજી સિલિન્ડરમાં રૂ. 50 વધવાની અટકળો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરોના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે તેથી હવે ઘરેલુ વપરાશ માટેના એલપીજીના ભાવમાં પણ ટૂંક સમયમાં રૂ. ૪૦થી ૫૦નો વધારો થઇ શકે છે. એટલુ જ નહીં પેટ્રોલ અને ડીઝલ પણ ચારથી પાંચ રૂપિયા મોંઘા થવાની પુરી શક્યતાઓ છે.  અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદીલીને પગલે હોર્મુઝ ખાડીમાં ભારે તકરાર જોવા મળી રહી છે. તેની અસર હવે ભારત સહિતના દેશો પર થઇ રહી છે. એવામાં ક્રૂડ ઓઇલના ટેન્કરો અટવાતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધારો થઇ રહ્યો છે તેની અસર સ્થાનિક સ્તરે પડશે. સરકાર હાલ પશ્ચિમ એશિયા પર નજર રાખી રહી છે. 

સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે આગામી પાંચથી સાત દિવસમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે. જ્યારે ઘરેલુ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરનો ભાવ પણ વધવાની પુરી શક્યતાઓ છે.  દિલ્હીમાં હાલ પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે રૂ. ૯૪.૭૭ જ્યારે ડીઝલનો ભાવ ૮૭.૬૭ રૂપિયા છે. મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૧૦૩ રૂપિયાથી પણ વધુ છે. રસોઇ ગેસનો ભાવ દિલ્હીમાં ૯૧૩ રૂપિયા જ્યારે મુંબઇમાં ૯૧૨ રૂપિયા છે. તેથી જો ૫૦ રૂપિયાનો વધારો થાય તો દિલ્હીમાં ભાવ ૯૬૦ને પાર જઇ શકે છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણના દરવાજા ખૂલ્યા | Doors opened for 100 percent foreign i…
INDIA

ભારતીય વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણના દરવાજા ખૂલ્યા | Doors opened for 100 percent foreign i…

May 3, 2026
બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન | Despite re elections at 15 booths in Beng…
INDIA

બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન | Despite re elections at 15 booths in Beng…

May 3, 2026
સીબીઆઈએ 2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને વિદેશથી પકડયા | CBI arrests Kamlesh Parekh two ot…
INDIA

સીબીઆઈએ 2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને વિદેશથી પકડયા | CBI arrests Kamlesh Parekh two ot…

May 3, 2026
Next Post
ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

ડેરિવેટિવ્ઝ ટર્નઓવર 6% ઘટયું, કેશમાં 7% વધ્યું | Derivatives turnover down 6% cash up 7%

યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover…

યુએસ ક્રૂડ100 ડોલરની અંદર : સોના ચાંદીમાં નવી લેવાલીએ ધીમો સુધારો | US crude below 100: Slow recover...

કેશ સેગમેન્ટમાં DIIની ખરીદી ગત મહિને ધીમી પડી | DII purchases in the cash segment slowed down last m…

કેશ સેગમેન્ટમાં DIIની ખરીદી ગત મહિને ધીમી પડી | DII purchases in the cash segment slowed down last m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડી રહે છે…’,અનિરુદ્ધાચાર્યના વધુ એક વિવાદિત નિવેદન પર હોબાળો | aniruddhach…

‘લિવ-ઈનમાં તો કૂતરા-બિલાડી રહે છે…’,અનિરુદ્ધાચાર્યના વધુ એક વિવાદિત નિવેદન પર હોબાળો | aniruddhach…

8 months ago
યુવાનની યુવતીને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂ…

યુવાનની યુવતીને ખુલ્લી ધમકી તું મારી સાથે સંબંધ બાંધ નહીં તો નગ્ન વિડીયો બનાવી સોસાયટીના ગ્રુપમાં મૂ…

8 months ago
ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનું શીશ કેવું રીતે તૂટ્યું, જાણો સત્ય શું? | Javari Te…

ખજુરાહોના જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિનું શીશ કેવું રીતે તૂટ્યું, જાણો સત્ય શું? | Javari Te…

8 months ago
હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News