gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : નમાઝ પઢવા અધવચ્ચે સરકારી બસ અટકાવી, ડ્રાઇવર વિરુદ્ધ તપાસના આદેશ | Government bus stopped mid…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
VIDEO : નમાઝ પઢવા અધવચ્ચે સરકારી બસ અટકાવી, ડ્રાઇવર વિરુદ્ધ તપાસના આદેશ | Government bus stopped mid…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka: કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક સરકારી બસ ડ્રાઇવર દ્વારા ફરજ દરમિયાન બસને અધવચ્ચે રોકીને નમાજ પઢવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કર્ણાટક પરિવહન વિભાગે તપાસના આદેશ આપ્યા છે. ડ્રાઇવરના આ પગલાંથી મુસાફરોને અસુવિધા થઈ અને કેટલાક મુસાફરોએ આ અંગે ફરિયાદ નોંધાવી.

શું છે સમગ્ર મામલો?

આ ઘટના 29 એપ્રિલના રોજ બની હતી. કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન નિગમ(KSRTC)ની બસ હુબલીથી હાવેરી જઈ રહી હતી. વાયરલ વીડિયોમાં ડ્રાઇવર બસની અંદર એક સીટ પર બેસીને નમાઝ પઢતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ડ્રાઇવર સંપૂર્ણપણે નમાઝમાં લીન છે, જ્યારે કેટલાક મુસાફરો તેને જોઈ રહ્યા છે. બહાર રસ્તા પર ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો હતો. આ ઘટના હુબલી-હાવેરી રોડ પર જાવેરી નજીક બની હતી. ડ્રાઇવરની ઓળખ એ. કે. મુલ્લા તરીકે થઈ છે. 

મુસાફરોની પ્રતિક્રિયા

બસમાં હાજર કેટલાક મુસાફરોએ આ ઘટનાને પોતાના મોબાઇલ ફોનમાં રૅકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર શેર કરી. મુલ્લાનો નમાઝ પઢતો હોવાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. મુસાફરોનું કહેવું છે કે બસને અધવચ્ચે રોકવાથી અમારી મુસાફરીમાં વિલંબ થયો અને અમારે અસુવિધાનો સામનો કરવો પડ્યો. કેટલાક મુસાફરોએ આ અંગે પરિવહન નિગમના અધિકારીઓને ફરિયાદ કરી હતી.

પરિવહન મંત્રીનું નિવેદન

કર્ણાટકના પરિવહન મંત્રી રામલિંગા રેડ્ડીએ આ ઘટનાની નોંધ લીધી અને ઉત્તર પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NWKRTC) ના મેનેજરને પત્ર લખીને તપાસનો આદેશ આપ્યો છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે, જાહેર સેવામાં કામ કરતા કર્મચારીઓએ ફરજિયાતપણે અમુક નિયમો અને કાયદાઓનું પાલન કરવું પડે છે. દરેક વ્યક્તિને પોતાના ધાર્મિક પ્રથાઓનું પાલન કરવાનો અધિકાર છે, પરંતુ ફરજના સમય દરમિયાન તે ન કરવું જોઈએ. મુસાફરો સાથે બસને અધવચ્ચે રોકીને નમાઝ પઢવું એ વાંધાજનક છે. 

આ પણ વાંચો: નૈનિતાલમાં 12 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બાદ હિંસા, બજાર-સ્કૂલો બંધ, લોકોએ તોડફોડ મચાવી

ઉત્તર પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન(NWKRTC)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, 58 વર્ષીય મુલ્લા બે દિવસ પહેલા ફરજ પર હતા ત્યારે નમાઝ પઢતા જોવા મળ્યા હતા.

ઘટનાના તમામ પાસાઓની તપાસ કરીશું

NWKRTCના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી કે ડ્રાઇવર સામે વિભાગીય તપાસ શરુ કરી દેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે અમે વીડિયોની સત્યતા અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરીશું. મુસાફરોની ફરિયાદોના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર તીખી ચર્ચા શરુ થઈ ગઈ છે. કેટલાક લોકોએ ડ્રાઇવરના આ પગલાંને અયોગ્ય ગણાવ્યું અને કડક કાર્યવાહીની માગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ | gst collection rises ove…

સરકારી તિજોરી છલકાઈ, GST કલેક્શન એપ્રિલમાં 2.37 લાખ કરોડની રેકોર્ડ સપાટીએ | gst collection rises ove...

BIG NEWS: વાઘા બોર્ડરના દરવાજા બંધ, અધવચ્ચે જ ફસાયા પાકિસ્તાની નાગરિકો | pakistan wagah border gates…

BIG NEWS: વાઘા બોર્ડરના દરવાજા બંધ, અધવચ્ચે જ ફસાયા પાકિસ્તાની નાગરિકો | pakistan wagah border gates...

‘મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો’, વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી | pahalgam …

'મુસ્લિમો વિરુદ્ધ નફરત ન ફેલાવો', વિનય નરવાલના જન્મદિવસ પર તેમની પત્ની હિમાંશીએ અપીલ કરી | pahalgam ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ભૂવાના 'વશ'માં આવી ગયેલી યુવતીનો આપઘાત

રાજકોટમાં ભૂવાના 'વશ'માં આવી ગયેલી યુવતીનો આપઘાત

1 year ago
તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : 23નાં મોત, અનેક ઘાયલ | Explosion at firecracker factory in…

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : 23નાં મોત, અનેક ઘાયલ | Explosion at firecracker factory in…

4 months ago
– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

– સપ્ટેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી : નવા ઓર્ડર તથા રોજગારમાં મંદ વૃદ્ધિ | Service sector a…

10 months ago
डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे

ડો. વર્ગીસ કુરિયનના જન્મદિન નિમિત્તે મંદસૌર દૂધ શીતકેન્દ્ર ખાતે મિલ્ક ડે નું આયોજન

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News