gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મૈત્રીકરાર કરનાર યુવકનું અપહરણ, તેની માતા પર કાર ચડાવી દઇ હત્યા | mother was killed by running over …

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
મૈત્રીકરાર કરનાર યુવકનું અપહરણ, તેની માતા પર કાર ચડાવી દઇ હત્યા | mother was killed by running over …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કૌટુંબિક સાળી એવી પ્રેમિકાના 9 પરિવારજનોએ હુમલો કર્યો : પ્રેમિકાને લેવા યુવાન તેની માતા સાથે જતો હતો ત્યારે નીંગાળા- રાજુલા વચ્ચે હાઈ- વે પર 3 મહિલા સહિતના લોકો ખુન્નસથી તૂટી પડયાં

અમરેલી, : અમરેલી જિલ્લામાં પ્રેમ પ્રકરણમાં એક યુવકનું અપહરણ કરી મારપીટ કરાયાનો તથા તેની માતા પર કાર ચઢાવી દઈ હત્યા નીપજાવાયાનો બનાવ બનતાં ચકચાર વ્યાપી ગઈ છે. પોતાની કૌટુંબિક સાળી સાથે મૈત્રી કરાર કરનાર નીંગાળા-1ગામનો ભાવેશ ભગવાનભાઈ ભીલ (ઉ.વ.૨૫) તેને લેવા પોતાની માતા સાથે રાજુલા જઈ રહ્યો હતો ત્યારે એ યુવતીના પરિવારજનોએ અધરસ્તેથી તેને ઉઠાવી જઈ ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો, તેમજ એ પહેલાં તેની માતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા એમ વર્ણવીને તેણે પીપાવાવ પોલીસ મથકમાં નવ વ્યક્તિ વિરૂધ્ધ હત્યા, અપહરણ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. 

આ મામલે નીંગાળા-1 નવી શાળા પાસે રહેતા અને ખેતીકામ કરતા ભાવેશ ભગવાનભાઈ ભીલ (ઉ.વ. 25)એ ફરિયાદમાં જણાવ્યું છે કે 3 વર્ષ પહેલા પત્ની ભારતીની માસીની પુત્રી કૈલાસ બટુક મકવાણા (રહે. મહુવા)ના પરિવાર સાથે તેણે આસરાણા ગામે ભાગીયુ રાખ્યું હતું. ત્યારથી તેને કૈલાસ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવતીના પરિવારને પ્રેમ સંબંધની ખબર પડતાં તે નીંગાળા-1 ગામે આવી ગયો હતો. એક મહિના પહેલા બંને ભાગીને પોરબંદર ગયા બાદ જૂનાગઢ જતા રહ્યા હતા. ત્યાં તેણે કૈલાસ સાથે મૈત્રીકરાર કર્યા હતા. કૈલાસના પરિવારજનોએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પાંચેક દિવસ પહેલા બંને પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતા અને કૈલાસને તેના પરિવારજનો સમજાવી પોતાની સાથે લઇ ગયા હતા.

ગઈકાલ બપોરે તેનાં મોબાઇલમાં ફોન કરી કૈલાસે કહ્યું કે, ‘મને મારા ઘરવાળા હેરાન કરે છે, ત્રાસ આપે છે એટલું હું મહુવાથી રાજુલા આવવા નીકળી ગઇ છું, તુ મને રાજુલા બસ સ્ટેશને લેવા આવ. ત્યાંથી આપણે પીપાવાવ પોલીસ સ્ટેશનમાં હાજર થવા દઇશું.’ તેણે તેની માતા જીતુબેનને વાત કર્યા બાદ બંને ઘરેથી આગરવાળા રસ્તેથી રાજુલા જવા માટે નીકળ્યા હતા. નેશનલ હાઇવે-૧ ઉપર આવેલા એક પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા ત્યારે એક કારમાં ધસી આવેલાં તમામ આરોપીઓ નીચે ઉતરી તેને તથા તેની માતા જીતુબેનને માર મારવા લાગ્યા હતા અને તેને બળજબરીથી કારમાં બેસાડી દીધો હતો. મહેશ, રોહિત અને યોગેશે માતાને ધક્કો મારી પછાડી દીધા બાદ કાર તેની ઉપર ચડાવી દઇ મોત નિપજાવી ગાડી ચલાવી આગળ નીકળી ગયા અને તેને રસ્તામાં ‘જો કોઇને અવાજ કર્યો છે તો તારી માંની જેમ તને પણ પતાવી દેશું’ કહી ધમકી આપી હતી અને થોડે આગળ આરોપીઓએ ગાડી મહુવા તરફ લઇ ખરેડ ગામે ખારામાં બંને બાજુ તળાવ વચ્ચે પાળા ઉપર ગાડી ઉભી રાખી તેને ઉતારી મુક્યો હતો.

ઉતારી મુક્યા પછી ફરી ઉઠાવી જઈ મારકૂટ, પોલીસે છોડાવ્યો

થોડીવાર બાદ બે બાઇક પર આરોપી હિતેશ, બટુક, કમલેશ, રોહિત અને મહેશે આવી તેને પકડી પટ્ટા તથા લોખંડના સળિયાથી આડેધડ માર માર્યો હતો અને ‘જો કૈલાસ નહીં મળે તો તને મારીને આ તળાવમાં ફેંકી દેશું અને પોલીસને પણ ખબર નહીં પડે’ તેવી ધમકી આપી આરોપીઓએ તેનું કારમાં અપહરણ કરી મહુવા ભવાનીનગરમાં આરોપી હિતેશના ઘરે લઇ જઇ ગોંધી રાખી ફરી મારકૂટ કરી હતી. જાણ થતા પોલીસ આવી જતાં તેને મુક્ત કરાવ્યા બાદ સારવાર માટે હોસ્પિટલે ખસેડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકરપુરા જીઆઇડીસીમાં નશેબાજ ટ્રક ચાલકે અકસ્માત કર્યો | Drunk truck driver causes accident in Makarpur…
GUJARAT

મકરપુરા જીઆઇડીસીમાં નશેબાજ ટ્રક ચાલકે અકસ્માત કર્યો | Drunk truck driver causes accident in Makarpur…

June 19, 2026
વડોદરાઃટ્રાફિકના PSIએ ટેમ્પો ચાલકને લાફા ઝીંકતા વિવાદ,PSI ની બદલી | traffic PSI transfer to contol r…
GUJARAT

વડોદરાઃટ્રાફિકના PSIએ ટેમ્પો ચાલકને લાફા ઝીંકતા વિવાદ,PSI ની બદલી | traffic PSI transfer to contol r…

June 19, 2026
મોડીરાત્રે વારસિયામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed multiple times i…
GUJARAT

મોડીરાત્રે વારસિયામાં યુવક પર ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકાયા | A young man was stabbed multiple times i…

June 19, 2026
Next Post
શેરોમાં આરંભિક તોફાની તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 356 પોઈન્ટ વધીને 77269 | Profit book…

શેરોમાં આરંભિક તોફાની તેજી બાદ ઉછાળે પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 356 પોઈન્ટ વધીને 77269 | Profit book...

અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ…

અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ...

ચોકલેટ, ડ્રાયફ્રૂટ લખેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો પકડયો | Ekkewe polis non Vatwa ra fen makkei ew cas…

ચોકલેટ, ડ્રાયફ્રૂટ લખેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો પકડયો | Ekkewe polis non Vatwa ra fen makkei ew cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં | amreli m…

અમરેલીને જોડતો મુખ્ય પુલ બે વર્ષથી બંધ, તંત્રના પાપે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં | amreli m…

11 months ago
UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci…

UPના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા | moradabad bus tempo acci…

7 months ago
સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આધેડ માસાને છેલ્લા શ્વાસ સુધીની સજા | Middle aged man who kidnap…

સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આધેડ માસાને છેલ્લા શ્વાસ સુધીની સજા | Middle aged man who kidnap…

7 months ago
બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ

બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News