gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત …

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જુઠ્ઠાણું! મૌખિક આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Crop Damage Survey Orders In Gujarat: ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને આર્થિક રીતે તબાહ કર્યાં છે. 10 લાખથી વધુ હેક્ટરમાં ખેતીને નુકશાન પહોચ્યું છે. પાક લણવાના સમયે જ કમોસમી વરસાદે ઊભા પાકનો સફાયો કર્યો છે. આ સંજોગોમાં ખેડૂતો પાસે કશું જ બચ્યુ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, આ દુ:ખની ઘડીમાં સરકારે ખેડૂતોને ઉઠા ભણાવવા પ્રયાસ કર્યો છે કારણ કે, કૃષિમંત્રીએ મોટાઉપાડે જાહેરાત કરી કે, 7 દિવસમાં જ પાક નુકસાનીનો સર્વે થઈ જશે, જ્યારે કૃષિ વિભાગે પરિપત્ર થકી સૂચના આપી હતી કે, 20 દિવસમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરો. હવે સાચું કોનું માનવું એ સવાલ સર્જાયો છે.

ખેડૂતો હવે કૃષિ પેકેજના સહાય પર મીંટ માંડીને બેઠાં

ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં માવઠાએ કહેર મચાવ્યો છે. હજુ તો ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને લીધે હજારો લાખો હેક્ટરમાં ખેતીને નુકશાન પહોચ્યું છે, ત્યારે ખેડૂતો હવે કૃષિ પેકેજના સહાય પર મીંટ માંડીને બેઠાં છે. પણ જ્યાં સુધી પાક નુકશાનીનો સર્વે ન થાય ત્યાં સુધી ખેડૂતોને કેટલું વળતર આપવું તે નક્કી થઈ શકે નહીં. હવે કૃષિમંત્રીએ તો સાત દિવસમાં નુકશાનીનો સર્વે થઇ જશે તેવી જાહેરાત કરી છે. પરંતુ કૃષિ વિભાગે પરિપત્ર કરી ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે કે, સેટેલાઈટ ઈમેજથી સર્વે કરી ખેતી નિયામકોએ 12 દિવસમાં જિલ્લા વહીવટી તંત્રને નુકશાનીની માહિતી મોકલવાની રહેશે. આ ઉપરાંત ડીજીટલ સર્વે અને સેટેલાઈટ ઈમેજ સરખાવીને સર્વે નંબર વાઈજ નુકશાનીની વિગતો સાત દિવસમાં જિલ્લા કલેક્ટરોને મોકલવી. 

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ

ખેતી નિયામકોને એ પણ સૂચના અપાઈ છે કે,15 દિવસમાં સર્વે પૂર્ણ કરી સહાય માટે 15 દિવસમાં સરકારમાં દરખાસ્ત રજૂ કરવી. આ સંજોગોમાં સરકારની મોખિક અને પરિપત્રને લઈને વિસંગતતા સર્જાઈ છે જેથી ખેડૂતો બરોબરના ભડક્યાં છે. આ પરથી એક વાત પ્રસ્થાપિત થાય છે કે, પાક નુકશાનીનુ વળતર મેળવવા ખેડૂતોને હજુ રાહ જોવી પડશે.  બીજી તરફ કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યાં છે કે, બે મોઢાની વાતો કરી ખુદ સરકાર જ ખેડૂતોની મજાક કરી રહી છે. એવો પણ સવાલ ઊઠાવાયો છે કે, ખુદ ભાજપના ધારાસભ્ય, સાંસદ જ નહીં, કેબિનેટ મંત્રીએ રૂબરૂ જઈને ખેત નુકશાનનુ સર્વે કર્યું એ કેમ માન્ય રખાતુ નથી. એવી માંગ ઉઠી છેકે, 5થી માંડીને 15 ઇંચ વરસાદ છે, ત્યાં સર્વે કરવાની ક્યાં જરૂર છે. જો નુક્શાની ન દર્શાવાય મગફળીને ટેકાના ભાવે ખરીદી કરાય તો ખેડૂતોને મદદ થઈ શકે તેમ છે. છેલ્લી સાતેક સીઝનમાં ખેડૂતો કુદરતી મારનો ભોગ બન્યા છે તો પાક ધિરાણ માફ કરવા માંગ ઊઠી છે. 

કૃષિ વિભાગના પરિપત્રમાં શું છે?

•સેટેલાઈટ ઈમેજથી સર્વે કરી 12 દિવસમાં જિલ્લા વહીવટી તંત્રને માહિતી મોકલવી.

•ડીજીટલ સર્વે અને સેટેલાઈટ ઈમેજ સરખાવી 7 દિવસમાં જિલ્લા કલેક્ટરોને વિગતો મોકલવી.

•ખેતી નિયામકોનએ 15 દિવસમાં સર્વે પૂર્ણ કરી સહાય માટે સરકારમાં દરખાસ્ત રજૂ કરવી.

•વીસીઈ-સર્વેયરની મદદથી નુકશાનીનું સર્વે કરવું.

•જો વીસીઈ-સર્વેયર ન મળે તે ધો.10 પાસ યુવકોની મદદ લઈ નુકશાનીની વિગતો મેળવવી.

•પાક નુકશાનીનો સર્વે 20 દિવસમાં પૂર્ણ કરવાનો રહેશે.

મગફળીના દાણા ડેમેજ હશે તો જ નુકસાની ગણાશે

સર્વેમાં મગફળીમાં નુકસાની ન દેખાય તો ટેકાના ભાવે ખરીદવી જોઇએ તેવી માંગ કરતાં ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો છે કે, ગ્રામસેવકોને એવી મૌખિક સૂચના અપાઈ છે કે, મગફળીના દાણા ડેમેજ હશે તો જ નુકસાની ગણાશે. ખેડૂતોનુ ઓછુ નુકશાન થયુ છે તેવું દેખાડવા સરકારે કડક શરતો લાગુ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ | Unseasonal Rai…

ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ | Unseasonal Rai...

સરદાર પટેલની 150મી જન્મજયંતી: SOU ખાતે ભવ્ય એકતા પરેડ, એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું, મહિલા નેતૃત્વમ…

સરદાર પટેલની 150મી જન્મજયંતી: SOU ખાતે ભવ્ય એકતા પરેડ, એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું, મહિલા નેતૃત્વમ...

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Mosquito borne disease spreads amid ra…

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Mosquito borne disease spreads amid ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજારોમાં દિવાળી ખરીદીનો માહોલ, ગત્ વર્ષ કરતાં 30 ટકા વધારે ખરીદીનું અનુમાન | diwali shopping in vado…

બજારોમાં દિવાળી ખરીદીનો માહોલ, ગત્ વર્ષ કરતાં 30 ટકા વધારે ખરીદીનું અનુમાન | diwali shopping in vado…

9 months ago
ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી | ED arrests dismissed bank official…

ઇડીએ અમદાવાદમાં ટ્રેન રોકાવીને બેંકના બરતરફ અધિકારીની ધરપકડ કરી | ED arrests dismissed bank official…

9 months ago
વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…

વાયદા બજારમાં તેજીનો કરંટ: સોનામાં ₹1103 અને ચાંદીમાં ₹7354 નો તોતિંગ ઉછાળો | Gold and Silver Prices…

4 months ago
અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે | Ut…

અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે | Ut…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News