gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનરજીને વધુ એક ઝટકો, પાર્ટીમાં રાજીનામું આપનારાઓની લાઈન લાગી | West Bengal …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનરજીને વધુ એક ઝટકો, પાર્ટીમાં રાજીનામું આપનારાઓની લાઈન લાગી | West Bengal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Election 2026: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક યુગનો અંત આવી રહ્યો છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 207 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવીને મમતા બેનરજીના 15 વર્ષના શાસનનો અંત આણી દીધો છે. આ હારની સાથે જ મમતા બેનરજીનું તે ‘કોર ગ્રુપ’ પણ વિખેરાઈ રહ્યું છે, જેણે છેલ્લા એક દાયકાથી પડદા પાછળ રહીને રાજ્યની સત્તા સંભાળી હતી. મુખ્યમંત્રીના સૌથી ભરોસાપાત્ર ગણાતા સનદી અધિકારીઓ, અર્થશાસ્ત્રીઓ અને કાયદાકીય સલાહકારોએ સામૂહિક રીતે રાજીનામા આપવાનું શરૂ કરી દીધું છે.

અલાપન બંદ્યોપાધ્યાય અને એચ.કે. દ્વિવેદીનો છેડો ફાડ્યો

મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ સાથી અને પૂર્વ મુખ્ય સચિવ અલાપન બંદ્યોપાધ્યાયે મંગળવારે (5 મે 2026) પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સમાચાર અત્યંત ચોંકાવનારા છે, કારણ કે વર્ષ 2021માં જ્યારે કેન્દ્ર સરકાર સાથે વિવાદ થયો હતો, ત્યારે મમતા બેનરજીએ અલાપનને બચાવવા માટે વડાપ્રધાન સામે પણ બાથ ભીડી હતી. અલાપન બંદ્યોપાધ્યાયની સાથે અન્ય એક પૂર્વ મુખ્ય સચિવ એચ.કે. દ્વિવેદીએ પણ પોતાનું પદ છોડ્યું છે. આ બંને અનુભવી અધિકારીઓ મમતા બેનરજીની સરકારના વહીવટીતંત્રમાં સૌથી મહત્ત્વના ગણાતા હતા અને તેમને મુખ્યમંત્રીની ‘આંખ અને કાન’ સમાન માનવામાં આવતા હતા.

અર્થશાસ્ત્રી અભિરૂપ સરકાર અને એડવોકેટ જનરલની વિદાય

પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ (WBIDC)ના અધ્યક્ષ અભિરૂપ સરકારે પણ નૈતિકતાનું કારણ આપી રાજીનામું સોંપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા હોવાથી તેમને આ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. બીજી તરફ, કાયદાકીય મોરચે સરકારના સૌથી મોટા હથિયાર ગણાતા એડવોકેટ જનરલ કિશોર દત્તાએ પણ રાજભવન જઈને પોતાનું રાજીનામું આપી દીધું છે. મમતા સરકારને કોર્ટના કેસોમાં બચાવવાની જવાબદારી કિશોર દત્તાના ખભા પર હતી.

મીડિયા સલાહકારો ગાયબ અને ‘નબન્ના’માં સન્નાટો

મમતા બેનરજી માટે સોશિયલ મીડિયા અને મુખ્યધારાના મીડિયામાં મજબૂત નેરેટિવ સેટ કરનારા વરિષ્ઠ પત્રકારો અને મીડિયા સલાહકારોએ પણ પોતાના હોદ્દા ત્યાગી દીધા છે. રાજ્યના સચિવાલય ‘નબન્ના’માં અત્યારે સન્નાટો ફેલાયેલો છે. ચર્ચા છે કે અનેક IAS અને IPS અધિકારીઓ હવે નવી સરકાર (ભાજપ) સાથે તાલમેલ બેસાડવા માટે દિલ્હી અને સ્થાનિક નેતાઓનો સંપર્ક કરી રહ્યા છે.

આ પણ વાંચો: પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જીત્યા

હાર છતાં મમતા બેનરજી આક્રમક મૂડમાં

એક તરફ જૂના સાથીદારો સાથ છોડી રહ્યા છે, ત્યારે બીજી તરફ મમતા બેનરજી હજુ પણ લડાયક મૂડમાં દેખાઈ રહ્યા છે. તેમણે હાર સ્વીકારી હોવા છતાં, તાત્કાલિક રાજીનામું આપવાને બદલે ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપની નવી સરકાર આ ખાલી પડેલા પદો પર કોની નિમણૂક કરે છે અને મમતા બેનરજી પોતાના જૂના સાથીદારો વિના ફરી બેઠા થઈ શકશે કે કેમ.

સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનરજીને વધુ એક ઝટકો, પાર્ટીમાં રાજીનામું આપનારાઓની લાઈન લાગી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T…
INDIA

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T…

May 7, 2026
પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જી…
INDIA

પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જી…

May 7, 2026
તમિલનાડુમાં ફરી ખેલ, TVK પ્રમુખ વિજયને ઝટકો, CM જેવી સુરક્ષા પાછી ખેંચાઈ, શું છે કારણ? | tamil nadu …
INDIA

તમિલનાડુમાં ફરી ખેલ, TVK પ્રમુખ વિજયને ઝટકો, CM જેવી સુરક્ષા પાછી ખેંચાઈ, શું છે કારણ? | tamil nadu …

May 7, 2026
Next Post
પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જી…

પ.બંગાળમાં ભાજપે 50000 માર્જિનવાળી 39 પૈકી 23 બેઠકો ભાજપે જીતી, આનંદમય બર્મન 1,04,265 મતના અંતરથી જી...

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T…

સરકાર રચવાનો કોયડો ગુંચવાતા તમિલનાડુમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ, AIADMKના ધારાસભ્યો પુડુચેરી રવાના | T...

નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની રીચા ભટનાગરે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો | Richa Bhatnagar from Vado…

નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની રીચા ભટનાગરે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો | Richa Bhatnagar from Vado...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ

લખતરમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ

4 months ago
‘મને શરમ આવે છે કે આવા સમાજમાં જીવું છું…’, 100 વર્ષની માતાના કેસમાં દીકરા પર ભડક્યા જજ | Judge Sl…

‘મને શરમ આવે છે કે આવા સમાજમાં જીવું છું…’, 100 વર્ષની માતાના કેસમાં દીકરા પર ભડક્યા જજ | Judge Sl…

9 months ago
સુરતના વરાછા વિસ્તારમાં વોક વે ઉપરાંત કેનાલ બ્યુટીફિકેશન માટે આયોજન | Planning for canal beautificat…

સુરતના વરાછા વિસ્તારમાં વોક વે ઉપરાંત કેનાલ બ્યુટીફિકેશન માટે આયોજન | Planning for canal beautificat…

7 months ago
કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…

કર્મોનું ફળ! પિતા-પુત્રોને કિડનેપ કરી ભાગતા 3 કિડનેપર્સનું અકસ્માતમાં મોત, બાળકો સુરક્ષિત | 3 kidnap…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News