gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી | imd weat…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી | imd weat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Weather News: હવામાન વિભાગે દેશના અનેક ભાગો માટે એલર્ટ જાહેર કર્યું છે. આગાહી મુજબ વર્તમાનમાં ભારત પર એક સાથે 5 ‘સાયક્લોનિક સર્ક્યુલેશન’  સક્રિય છે, જેના કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં પ્રી-મોન્સૂન વરસાદનો રાઉન્ડ ચાલુ રહેશે. જ્યાં એક તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન ખુશનુમા બનેલું છે, ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં 9 મેથી ભીષણ લૂ (હીટવેવ)ની વાપસીની ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ છે. 

એક-બે નહીં પરંતુ 5 સિસ્ટમનો ઘેરો

હવામાન વિભાગ (IMD) મુજબ ભારતમાં આ સમયે એક-બે નહીં પરંતુ 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ પાંચેય ઘેરા અલગ-અલગ દિશાઓમાંથી ભેજ ખેંચી રહ્યા છે, જેનાથી હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

બિહાર થી દિલ્હી સુધીના હવામાનમાં ઘણો ફેરફાર

હવામાન વિભાગે અણસાર આપ્યા છે કે બિહારથી લઈને દિલ્હી-એનસીઆર સુધી આગામી થોડા દિવસો સુધી હવામાન બદલાયેલું રહેશે. બિહારમાં 6 મેથી શરૂ થયેલો વરસાદ અને ગાજવીજનો સિલસિલો 10 મે સુધી ચાલુ રહેવાની શક્યતા છે. આગામી 3-4 દિવસ અહીં તાપમાન નિયંત્રિત રહેશે. દિલ્હી-એનસીઆરમાં 7 મેના રોજ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને સાંજે ઠંડો પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં આજે 7 મેના રોજ છૂટોછવાયો વરસાદ અને 30-50 કિમી/કલાકની ઝડપે તેજ પવન ફૂંકાય તેવી અપેક્ષા છે. ત્યારબાદ 10 થી 12 મે વચ્ચે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક આપશે, જેનાથી દિલ્હી ફરીથી ‘કૂલ’ થઈ જશે.

ગાજવીજ સાથે વાવાઝોડું

ઉત્તર પ્રદેશમાં 7 મેના રોજ અનેક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજની શક્યતા છે. જો કે પૂર્વાંચલના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે, પરંતુ પશ્ચિમ યુપીમાં વાદળોથી ઢંકાયેલું રહેશે. ઉત્તરાખંડમાં 6 થી 8 મે સુધી વરસાદ અને તેજ પવનનો દોર રહેશે.  અસમ, મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં 7 થી 8 મે સુધી મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 9 મે સુધી ધોધમાર વરસાદનું અનુમાન છે. 9 મેના રોજ ગાંગેય પશ્ચિમ બંગાળમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ‘થંડરસ્ક્વોલ’ (ગાજવીજ સાથે વાવાઝોડું) આવવાનો ખતરો છે.

રાજસ્થાનમાં ફરી એકવાર હીટવેવની સ્થિતિ

જ્યાં દેશના બાકીના ભાગોમાં વરસાદની રાહત છે, ત્યાં રાજસ્થાન માટે સમાચાર સારા નથી. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 9 મેથી પશ્ચિમ રાજસ્થાનમાં ફરી એકવાર હીટવેવની સ્થિતિ સર્જાશે. તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાઈ શકે છે. જોકે, બુધવારે (7 મે) કોટા, જયપુર અને ભરતપુર ડિવિઝનમાં હળવા ઝાપટાં પડી શકે છે, પરંતુ આ રાહત માત્ર 8 મે સુધી જ ટકશે.

પૂર્વ-પશ્ચિમ ટ્રફ મધ્ય ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટવાનું છે, જેના કારણે પંજાબ અને હરિયાણાના મેદાની વિસ્તારોમાં વાદળો ઓછા થઈ ગયા છે. ઉત્તર રાજસ્થાન અને પંજાબ ક્ષેત્રમાં એક શુષ્ક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેનાથી એક પૂર્વ-પશ્ચિમ ટ્રફ મધ્ય ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું છે, જે આગામી બે દિવસમાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના પહાડી વિસ્તારોમાં ક્યાંક-ક્યાંક ગાજવીજ અને હળવો વરસાદ કરાવી શકે છે. જો કે પંજાબ અને હરિયાણાના મોટાભાગના મેદાની ભાગોમાં હવામાન એકદમ સાફ રહેશે. આ વિસ્તારોમાં પવનોની દિશાને કારણે તાપમાન 4-6 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. જો કે, તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું જ રહેશે.

અરબ સાગરમાં એક નવી સિસ્ટમ બની રહી છે

2026માં માર્ચ અને એપ્રિલમાં ભારતીય સમુદ્રોમાં કોઈ પણ વાવાઝોડું બન્યું નથી. પરંતુ, હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે અરબ સાગરમાં એક નવી સિસ્ટમ વિકસિત થઈ શકે છે. સ્કાઈમેટ વેધર અનુસાર, શક્યતા છે કે 10 મેની આસપાસ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં એક ચક્રવાત બની શકે છે. જો કે, તેની પુષ્ટિ માટે હજુ 48 થી 72 કલાકનો સમય લાગશે. સામાન્ય રીતે આ પ્રકારના તોફાન આફ્રિકાના હોર્ન (સોમાલિયા તટ) તરફ આગળ વધે છે, જે આ વખતે પણ સંભવિત દિશા હોઈ શકે છે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદની ભીતિ

બીજી તરફ દક્ષિણ ભારતમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ જોર પકડી રહી છે. દઝાડતી ગરમીથી રાહતના સંકેત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો બીજી તરફ કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં 30-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ગાજવીજની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને 7 અને 8 મેના રોજ દક્ષિણ આંતરિક કર્ણાટકમાં મુશળધાર વરસાદનું એલર્ટ છે.

આ પણ વાંચો: ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

હવામાન વિભાગ અનુસાર, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. બિહારમાં 10 મે સુધી વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. સિક્કિમ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું એલર્ટ છે. સાથે જ, ગાંગેય પશ્ચિમ બંગાળમાં 9 મેના રોજ 50-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. 10 મે સુધી ધોધમાર વરસાદ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: …
INDIA

મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: …

June 22, 2026
‘રામમંદિરમાં 200 કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો..’, 5 વર્ષે પણ પહોંચ ન મળ્યાનો કોણે કર્યો દાવો …
INDIA

‘રામમંદિરમાં 200 કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો..’, 5 વર્ષે પણ પહોંચ ન મળ્યાનો કોણે કર્યો દાવો …

June 22, 2026
‘ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું..’, બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી | Indus Wate…
INDIA

‘ભારત વિરુદ્ધ યુદ્ધ છંછેડીશું..’, બિલાવલ ભુટ્ટો બાદ પાકિસ્તાનના વિદેશમંત્રીની પોકળ ધમકી | Indus Wate…

June 22, 2026
Next Post
અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief…

અમદાવાદ: નાના ચિલોડા સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યાનો અંત, બે કટ બંધ કરાયા | Ahmedabad Traffic Relief...

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો | …

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો | ...

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે ‘આપ’ દ્વારા કલેક્ટરને આવેદન: ધારાસભ્યની આગેવ…

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે 'આપ' દ્વારા કલેક્ટરને આવેદન: ધારાસભ્યની આગેવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …

ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …

2 weeks ago
બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ | banaskantha…

બનાસકાંઠામાં જળપ્રલય: ત્રણ દિવસ પછી પણ થરાદ પાણીમાં ગરકાવ, 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ | banaskantha…

10 months ago
થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir…

થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir…

6 months ago
મોરબીમાં ઈશુદાન ગઢવીને ભ્રષ્ટાચાર બાબતે પ્રશ્ન પુછતા યુવકને જાહેરસભામાં લાફાવાળી | Youth was beaten …

મોરબીમાં ઈશુદાન ગઢવીને ભ્રષ્ટાચાર બાબતે પ્રશ્ન પુછતા યુવકને જાહેરસભામાં લાફાવાળી | Youth was beaten …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News