gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ, STF એક્શનમાં | Suvendu Adhikari…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in INDIA
0 0
0
શુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ, STF એક્શનમાં | Suvendu Adhikari…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Suvendu Adhikari PA Murder Case: પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના  PA ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પશ્ચિમ બંગાળ એસટીએફ (STF)એ બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. 

શુભેન્દુ અધિકારીના PAની હત્યાના કેસમાં ત્રણની ધરપકડ

પશ્ચિમ બંગાળ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)એ બિહારના બક્સર અને ઉત્તર પ્રદેશના બલિયામાં દરોડા પાડીને ત્રણ લોકોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં મયંક રાજ મિશ્રા, વિકી મૌર્ય અને રાજ સિંહનો સમાવેશ થાય છે. આ તમામની મધ્યમગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલમાં સીઆઈડી અને પોલીસની ટીમ આ શખ્સોની પૂછપરછ કરી રહી છે જેથી હત્યા પાછળના મુખ્ય હેતુ અને અન્ય સંડોવાયેલા લોકો વિશે માહિતી મેળવી શકાય.

ટેકનોલોજીની મદદથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ

તપાસ અધિકારીઓને આ આરોપીઓ સુધી પહોંચવામાં ટેકનોલોજીએ મોટી મદદ કરી છે. મળતી માહિતી મુજબ, આરોપીઓ પૈકી એકે ટોલ પ્લાઝા પર UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું. આ પેમેન્ટના આધારે તપાસકર્તાઓને તેમનું લોકેશન ટ્રેક કરવામાં સફળતા મળી. ત્યારબાદ ગુપ્ત માહિતીના આધારે 10 મેના રોજ બિહાર અને યુપીના વિવિધ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમને દબોચી લેવામાં આવ્યા હતા.

ભરચક વિસ્તારમાં ફિલ્મી ઢબે થઈ હતી હત્યા

નોંધનીય છે કે 6 મેની રાત્રે કોલકાતાના ઉત્તરીય પરા વિસ્તારમાં આવેલા મધ્યમગ્રામના ડૌલતલા ખાતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ચંદ્રનાથ રથ પોતાની કારમાં ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠા હતા ત્યારે મોટરસાઈકલ પર આવેલા હુમલાખોરોએ તેમની કારનો પીછો કર્યો હતો. કારને રોક્યા બાદ હુમલાખોરોએ કારની બારીના કાચ ઉપર હોવા છતાં અત્યંત નજીકથી ગોળીબાર કર્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રનાથનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો

આરોપીઓનું બિહાર અને યુપી કનેક્શન

ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ પૈકી બે બિહારના બક્સરના વતની છે, જ્યારે ત્રીજો આરોપી ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ શૂટર્સને સુપારી કોણે આપી હતી અને આ હત્યા પાછળ કોઈ રાજકીય કાવતરું છે કે અંગત અદાવત. પોલીસ આગામી સમયમાં સત્તાવાર નિવેદન બહાર પાડીને આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા કરે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …
INDIA

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

May 11, 2026
શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…
INDIA

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

May 11, 2026
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…
INDIA

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

May 11, 2026
Next Post
રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl...

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane...

આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં 4ના કમકમાટીભર્યા મોત | Fatal H…

આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં 4ના કમકમાટીભર્યા મોત | Fatal H...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી પોલીસ આઈકાર્ડ કેસમાં પોલીસનું નિવેદન અને એફઆઈઆરમાં વિરોધાભાસ | Contradictions in police stateme…

નકલી પોલીસ આઈકાર્ડ કેસમાં પોલીસનું નિવેદન અને એફઆઈઆરમાં વિરોધાભાસ | Contradictions in police stateme…

6 months ago
સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor…

સુરત પાલિકાના શાસકો નિષ્ફળ અને તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં છે તેથી રોગચાળો ફેલાયો : વિપક્ષ | surat cor…

9 months ago
પંચમહાલ: ગ્રાહક બનીને ચોરી કરવા આવેલી 4 મહિલાઓની ટોળકી ઝડપાઈ, 22 ડ્રેસની ચોરી | Godhra: Four Women A…

પંચમહાલ: ગ્રાહક બનીને ચોરી કરવા આવેલી 4 મહિલાઓની ટોળકી ઝડપાઈ, 22 ડ્રેસની ચોરી | Godhra: Four Women A…

2 months ago
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, નિષ્ણાતોએ આપ્યા આ ત્રણ કારણો | major drop in gold prices experts…

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, નિષ્ણાતોએ આપ્યા આ ત્રણ કારણો | major drop in gold prices experts…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News