gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

G METRO NEWS by G METRO NEWS
May 11, 2026
in GUJARAT
0 0
0
પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરામાં પ્રમીકાની હત્યા કર્યા બાદ પુત્રને ગાંધીનગરમાં
બિનવારસી છોડી ફરાર થઇ જવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે કસુરવાર
ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૃા.૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં
નોંધ્યું હતું કે
,આરોપીએ ઇરાદાપૂર્વક માસૂમ બાળકની માતાની હત્યા
કરી છે
, જે અમાનવીય કૃત્ય છે.

કેસની વિગત એવી છે કે, આરોપી સચિન અને મૃતક મહેંદી ઉર્ફે હીના વચ્ચે
પ્રેમ સંબંધ હતો અને તેઓને એક પુત્ર પણ હતો. તા.૮ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ  દર્શનમ ઓએસીસ ફ્લેટમાં આરોપી સચિનને ગાંધીનગર
જવા બાબતે મહેંદી સાથે ઝઘડો થયો હતો. આવેશમાં આવીને સચિને મહેંદીનું ગળું દબાવી
હત્યા કરી નાખી હતી અને તેની લાશને ટ્રોલી બેગમાં ભરી રસોડાના વોશ બેસિન નીચેના
કબાટમાં સંતાડી દીધી હતી. 

બનાવ બાદ આરોપી પોતાના માસૂમ પુત્રને લઈને ગાંધીનગર ભાગી ગયો
હતો અને બાળકને પેથાપુરની ગૌશાળા પાસે બિનવારસી હાલતમાં છોડી દીધો હતો. ગાંધીનગર
પોલીસે જ્યારે બાળકની તપાસ શરૃ કરી અને સીસીટીવી ફૂટેજમાં આરોપીની સેન્ટ્રો કારના
નંબરના આધારે તપાસ કરી ત્યારે સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. આ બનાવ અંગે
બાપોદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી
હતી. 

આ કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ આર.એમ.જ્ઞાાનચંદાનીએ દલીલ
કરી હતી કે
,
આ એક અત્યંત ગંભીર ગુનો છે. ફરીયાદ પક્ષે કુલ ૬૧ મૌખિક સાક્ષીઓ
તપાસ્યા હતા અને ૮૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા જેમાં
, સોસાયટીના સીસીટીવી ફૂટેજ, એક્સપ્રેસ વેના ટોલ
ટેક્સના રેકોર્ડસ
, એફએસએલ રિપોર્ટ અને ડોક્ટરોનો પીએમ
રિપોર્ટ અત્યંત મહત્વના સાબિત થયા હતા. સીસીટીવીમાં આરોપી બાળક સાથે ગાડીમાં જતો
સ્પષ્ટ દેખાયો હતો.

સરકારી વકીલે વધુમાં દલીલ કરી હતી કે આરોપીએ પૂર્વઆયોજિત
કાવતરાના ભાગરૃપે હત્યા કરી છે અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે.
ન્યાયાધીશે તમામ પુરાવાઓ તપાસ્યા બાદ ચૂકાદામાં નોંધ્યં હતું કે
, આરોપી
સિવાય ઘરમાં અન્ય કોઈ વ્યક્તિ હાજર નહોતી અને ગળે ટૂંપો આપવાના કારણે જ મોત
નિપજ્યું છે તે મેડિકલ પુરાવાથી સાબિત થાય છે. ન્યાયાધીશે આરોપી સચિન નંદકિશોર
દીક્ષિતને આજીવન કેદની સજા ફટકારી હતી.

માતાની હત્યા અને પિતા જેલમાં જતા પુત્રને વળતર ચૂકવવા આદેશ

અદાલતે આ ચુકાદામાં મૃતક મહેંદીના સગીર પુત્રના હિતને સર્વોપરી
ગણ્યું છે. કોર્ટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને નિર્દેશ આપ્યો છે કે ભોગ બનનાર
વળતર યોજના હેઠળ બાળકને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત
, કોર્ટે
હુકમ કર્યો છે કે
, પોલીસ કબજે કરેલા સોના-ચાંદીના દાગીના અને
કિંમતી મુદ્દામાલ બાળક જ્યારેપુખ્ત વયનો થાય ત્યારે તેને સોંપવામાં આવે. જો ત્યાં
સુધી કોઈ કલેઈમ ન થાય તો આ મિલકત શિવાંશની ગણાશે. કોર્ટે માનવતાના ધોરણે આદેશ
આપ્યો છે કે માતા ગુમાવનાર અને પિતા જેલમાં હોવાથી નિરાધાર બનેલા આ બાળકનું ભવિષ્ય
આર્થિક રીતે સુરક્ષિત રહે તે જોવાની જવાબદારી તંત્રની છે. અદાલતે બાળકને હાલ ક્યાં
રાખવામાં આવ્યું છે તે બાબત રેકોર્ડ પર ન હોઇ પોલીસની મદદથી તેને શોધી વળતર
ચૂકવવાનો આદેશ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
સેંથળી ગામે 2 જૂથ વચ્ચે પાઈપ અને ધોકા વડે માર મારી | In Senthali village two groups clashed with eac…

સેંથળી ગામે 2 જૂથ વચ્ચે પાઈપ અને ધોકા વડે માર મારી | In Senthali village two groups clashed with eac...

ઘોઘા ખાતે યોજાયેલ પેરા સેલિંગ કેમ્પમાં ભાવનગર સહિત રાજકોટના કેડેટ્સ જોડાયા | Cadets from Bhavnagar a…

ઘોઘા ખાતે યોજાયેલ પેરા સેલિંગ કેમ્પમાં ભાવનગર સહિત રાજકોટના કેડેટ્સ જોડાયા | Cadets from Bhavnagar a...

દેશની પ્રગતિ 'સોમનાથને' આભારી છે : મોદીની વંદના

દેશની પ્રગતિ 'સોમનાથને' આભારી છે : મોદીની વંદના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની નવી એનર્જી લાઇફલાઇન! જાણો કેમ બૂસ્ટર સાબિત થઈ શકે છે વેનેઝુએલાનું ઓઇલ | In…

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની નવી એનર્જી લાઇફલાઇન! જાણો કેમ બૂસ્ટર સાબિત થઈ શકે છે વેનેઝુએલાનું ઓઇલ | In…

3 weeks ago
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે | swachh…

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25: દેશનું સૌથી સ્વચ્છ શહેર ઇન્દોર, મોટા શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે | swachh…

11 months ago
જામનગરમાં પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો | Police registe…

જામનગરમાં પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો | Police registe…

5 months ago
બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લીધા | He made his sister a partner in the business and …

બહેનને બિઝનેસમાં ભાગીદાર બનાવી 10 લાખ પડાવી લીધા | He made his sister a partner in the business and …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News