gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in INDIA
0 0
0
વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર : 144 MLAના ટેકાથી ફ્લોર ટેસ્ટ પાસ | Vijay is a superstar in the assem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એઆઇએડીએમકેનાં 25 બળવાખોર ધારાસભ્યો વિજયનાં સમર્થનમાં

– એઆઇએડીએમકે પ્રમુખ બળવાખોર ધારાસભ્યોને પક્ષનાં વિવિધ પદો પરથી હટાવ્યા 

– ફલોર ટેસ્ટ વખતે ડીએમકેએ વોટિંગનો ઇનકાર કરી વોકઆઉટ કર્યો : ભાજપ અને પીએમકે વોટિંગથી દૂર રહ્યાં

– સુપ્રીમનો ટીવીકેનાં ધારાસભ્યને ફલોર ટેસ્ટમાં ભાગ નહી લેવાના હાઇકોર્ટનાં આદેશ પર સ્ટે

ચેન્નાઇ: તમિલનાડુમાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં મળેલ જીત પછી વિજય ફલોર ટેસ્ટમાં પણ પાસ થઇ ગયા છે. મુખ્યપ્રધાન વિજયે બુધવારે તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ મત માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ટીવીકે ગઠબંધનવાળી સરકારને ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. 

ઉલ્લેખનીય છે કે ૨૩૪ સભ્યોવાળી વિધાનસભામાં વિજયની સરકારને ફલોર ટેસ્ટમાં પાસ થવા માટે ૧૧૮ સભ્યોની જરૂર હતી. ફલોર ટેસ્ટમાં વિધાનસભામાં હાઇ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

ડીએમકેએ વોટિંગનો ઇનકાર કરીને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ફલોર ટેસ્ટમા વિજયની સરકારને કોંગ્રેસ, સીપીઆઇ, સીપીઆઇ (એમ), વીસીકે અને આઇયુએમએલએ સરકારને સમર્થન આપ્યું હતું. 

ભાજપ અને અનબુમણિ રામદોસનાં નેતૃત્ત્વવાળા પીએમકે વોટિંગથી દૂર રહ્યાં હતાં. એઆઇએડીએમકેનાં બળવાખોર ધારાસભ્યોએ વિજયને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. 

રિપોર્ટ અનુસાર એસપી વેલુમણિનાં નેતૃત્ત્વવાળા જૂથને એઆઇએડીએમકે ૪૭માંથી ૩૦ ધારાસભ્યોનું સમર્થન છે અને ઓછામાં ઓછા ૨૫ ધારાસભ્યોએ વિજયનાં પક્ષમાં મતદાન કર્યુ હતું.

વેલુમણિનાં નેતૃત્ત્વવાળા એઆઇએડીએમકેનાં જૂથે વિજયનાં પક્ષ ટીવીકેને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન વેલુમણિએ જણાવ્યું હતું કે તે કોઇ મંત્રી પદ કે અન્ય કોઇ લાલચ માટે નહીં પણ સરકારની સ્થિરતા માટે સમર્થન આપી રહ્યાં છે.  એઆઇએડીએમકેનાં મહાસચિવ પલાનીસ્વામીએ બુધવારે એસ પી વેલુમણિ, ષણામુગમ અને વિજયભાસ્કર સહિત અનેક નેતાઓને તેમના પદેથી હટાવી દીધા હતાં. 

એઆઇએડીએમકે પ્રમુખે વિશ્વનાથન સહિતનાં બળવાખોર ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરી છે. આ ધારાસભ્યોએ પક્ષનાં આદેશની અવગણના કરીને વિધાનસભામાં વિશ્વાસ મત દરમિયાન ટીવીકેનાં પક્ષમાં મતદાન કર્યુ હતું. પલાનીસ્વામીએ આ ૨૫ ધારાસભ્યોનાં પાર્ટી પદોમાં ફેરફાર કરી તેમની જગ્યાએ નવા જિલ્લા સચિવોની નિમણૂક કરી હતી. 

(પીટીઆઇ) નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે મદ્રાસ હાઇકોર્ટનાં એ આદેશ પર સ્ટે મૂકી દીધો  જેમાં ટીવીક એમએલએ આર શ્રીનિવાસા સેતુપતિને તમિલનાડુ વિધાનસભામાં ફલેોર ટેસ્ટમાં ભાગ લેવાથી રોકવામાં આવ્યા હતાં. કોર્ટે જણાવ્યું હતું કે રિટ અધિકાર ક્ષેત્ર હેઠળ આવા નિર્દેશ આપવા ખૂબ જ અયોગ્ય હતું. સુપ્રીમ કોર્ટે આ કેસમાં હાઇકોર્ટમાં ચાલી રહેલી આગળની કાર્યવાહી ઉપર પણ સ્ટે મૂકી દીધો છે. સેતુપતિએ શિવગંગા જિલ્લાની વિધાનસભા બેઠક નં. ૧૮૫ (તિરુપ્પત્તુર) પર ડીએમકેનાં ઉમેદવાર સામે એક મતથી વિજય મેળવ્યો છે. સુપ્રીમે હારેલા ઉમેદવાર અને અન્ય પ્રતિવાદીઓને સેતુપતિની અરજી પર એફિડેવિટ દાખલ કરવા બે સપ્તાહનો સમય આપ્યો છે. હારી ગયેલા ઉમેદવારનાં વકીલ રોહતગીએ જણાવ્યું હતું કે એક પોસ્ટલ બેલેટ ભૂલથી અન્ય વિધાનસભામાં મોકલી દેવામાં આવ્યો હતો જે વાસ્તવમાં તિરુપ્પત્તુર બેઠકનો હતો. આ પોસ્ટલ બેલેટને યોગ્ય વિધાનસભામાં મોકલવાને બદલે રદ કરવામાં આવ્યો હતો. 

– 24 કલાકમાં જ વિજયનો યુ ટર્ન

– વિજયે વિપક્ષી વિરોધના લીધે ઓએસડી તરીકે જ્યોતિષીની નિમણૂક રદ કરી

– રિકી રાધન પંડિત વેટ્રિવેલની એક સમયે પૂર્વ સીએમ જયલલિથા પણ સલાહ લેતા હતા

નવી દિલ્હી: અભિનેતામાંથી રાજનેતા બનેલા ટીવીકેના પ્રમુખ વિજયે મંગળવારે તમિલનાડુ સરકારમાં જ્યોતિષી રિકી રાધન પંડિતની મુખ્યમંત્રીના ખાસ સલાહકાર (ઓએસડી) તરીકે નિમણૂક કરી હતી. વિપક્ષની આકરી ટીકાના પગલે વિજયે ૨૪ કલાકમાં જ આ નિમણૂક રદ કરી દીધી હતી. 

ટીવીકેના મુખ્ય સચિવ રીતા હરીશ ઠક્કરે મંગળવારે જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે થિરુ રિક્કી રાધન પંડિત વેટ્રીવેલને મુખ્યપ્રધાનના ખાસ અધિકારીના સ્વરૂપમાં કાર્યભાર ગ્રહણ કરવાની તારીખથી નીમવામાં આવ્યા છે. તેના નિયમો અને શરતો અલગથી જારી કરવામાં આવશે. બુધવારે આ નિમણૂકપત્ર પરત લઈ લેવામાં આવ્યો છે.

વેટ્રિવેલે ચૂંટણી પહેલાં વિજયની જબરદસ્ત જીતની ભવિષ્યવાણી કરી હતી. વિજયે પોતાનો શપથ ગ્રહણ સમારંભ પહેલા ૧૦ મે ૩-૪૫ વાગે નક્કી કર્યો હતો, તેના પછી સવારે ૧૦ વાગ્યાનો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ ફેરફાર વેટ્રિવેલના સૂચન પર જ થયો હતો, જેમણે નવા સમયને વધારે શુભ ગણાવ્યો હતો.

તમિલનાડુના ઇરોડમાં જન્મેલા વેટ્રિવેલ વૈદિક જ્યોતિષ, ધ્યાન આધારિત માર્ગદર્શન અને અંકશાસ્ત્રના ક્ષેત્રનો ચાર દાયકાનો અનુભવ ધરાવે છે. એક સમયે તેમની સલાહ લેનારાઓમાં પૂર્વ સીએમ જયલલિથા સહિતના ઘણા મહાનુભાવો સામેલ હતા. તેમણે ૧૯૯૧માં જયલલિતાના વિજયની અને ૧૯૯૪-૯૭માં તેમના કપરા સમયની આગાહી કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…
INDIA

વિજય વિધાનસભામાં પણ સુપરસ્ટાર ઃ ફલોર ટેસ્ટમાં ૧૪૪ ધારાસભ્યોનું સમર્થન | vijay pass floor test assemb…

May 14, 2026
નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…
INDIA

નરેન્દ્ર મોદીનું પર્યાવરણ માટે સમર્પણ 14 ગાડીના બદલે કાફલામાં 4 ગાડી !! | Narendra Modi’s dedication…

May 14, 2026
ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…
INDIA

ઈરાને અમેરિકાને ફરી આંખ દેખાડી : બીજા દોરની મંત્રણા પૂર્વે પાંચ શર્તો મૂકી | Iran shows US its eye a…

May 14, 2026
Next Post
યુધ્ધ ખેંચાતા સહકારી સંઘના દૂધમાં ભાવ વધતાં લોકો પર રોજ રૂ. 7 લાખનો બોજ | price of milk of the coope…

યુધ્ધ ખેંચાતા સહકારી સંઘના દૂધમાં ભાવ વધતાં લોકો પર રોજ રૂ. 7 લાખનો બોજ | price of milk of the coope...

મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો : ત્રણનાં મોત, ચાર ઘાયલ | Extremist attack in Kangpokpi Manipu…

મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો : ત્રણનાં મોત, ચાર ઘાયલ | Extremist attack in Kangpokpi Manipu...

સીબીએસસી બોર્ડ ધો.12ના 400 વિદ્યાર્થીનું પરિણામ જાહેર | CBSC Board declares results of 400 students …

સીબીએસસી બોર્ડ ધો.12ના 400 વિદ્યાર્થીનું પરિણામ જાહેર | CBSC Board declares results of 400 students ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

10 months ago
અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું | Plane crash narrow…

અમરેલીમાં વિમાન દુર્ઘટના સહેજમાં ટળી : રન-વે પરથી ટ્રેનિંગ પ્લેન નીચે ઉતરી ગયું | Plane crash narrow…

5 months ago
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

1 month ago
લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા | soil mining taking place in fr…

લખતર પોલીસ સ્ટેશન સામે જ ગૌચર જમાનમાં માટીનું ખનન થતું હોવાની ચર્ચા | soil mining taking place in fr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News