gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નયા ભારતમાં માઝા મૂકતી મોંઘવારી : ગરીબો માટે દૂધ અલભ્ય !

– ટી સ્પેશિયલના ભાવમાં લિટરે સૌથી વધુ રૂા. ત્રણનો વધારો જ્યારે ભેંસના દૂધના ભાવમાં રૂા. ચારનો વધારો ઝીંકાયો

– દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં દૂધ મોંઘુ થયું : મે 2025 પછી પહેલી વાર દૂધનો ભાવ વધારો કરાયો

અમદાવાદ: ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નેજા હેઠળ સક્રિય અમૂલે તેના દૂધની દરેક વરાયટીઓના લિટરદીઠ ભાવમાં રૂા. ૧થી ૪નો વધારો કરવાની જાહેરાત કરી છે. ટી સ્પેશિયલના એક લિટરની થેલીના ભાવમાં રૂા. ૩નો વધારો કરવામાં આવ્યો છે. તેમ જ ભેંસના દૂધની ૫૦૦ મિલીલિટરની થેલીના ભાવમાં રૂા. ૨નો વધારો કર્યો છે. આમ ભેંસના દૂધના એક લિટરના ભાવમાં રૂા. ૪નો વધારો થયો છે. ભેંસના દૂધનો લિટરદીઠ ભાવ વધીને રૂા. ૭૮ થશે.આ ભાવ વધારો ૧૪મી મે ૨૦૨૬થી લાગુ પડી જશે. 

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાનું કહેવું છે કે મહત્તમ વેચાણ કિંમતમાં ટકાવારીની દ્રષ્ટિએ અઢીથી માંડીને સાડા ત્રણ ટકાનો જ વધારો થયો છે. ખાદ્યસામગ્રીના ફુગાવાના દર કરતાં ગુજરાતના ફુગાવાના દર વધારે મોટા છે. પહેલી મે ૨૦૨૫ના દૂધના ભાવમાં વધારો કર્યા પછી પહેલીવાર ૧૪મી મે ૨૦૨૬માં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે અમૂલ બટર, ચીઝ, ઘી કે આઈસક્રીમના ભાવમાં નજીકના ભવિષ્યમાં વધારો કરવાનું આયોજન ન હોવાનો સંકેત તેમણે આપ્યો છે. 

તેમણે જણાવ્યું હતું કે પશુઆહારના, દૂધના પેકેજિંગ માટેની ફિલ્મના અને બળતણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવાથી તેમને ભાવ વધારો કરવાની ફરજ પડી છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતના તમામ દૂધ સંઘોએ ફેટની કિંમતમાં ૩.૭ ટકાનો વધારો કરી આપીને કિલોદીઠ ફેટનો ભાવ રૂા.૩૦નો કરી આપવામાં આવ્યો છે.

અમૂલ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા નાણાંમાંથી ૮૦ ટકા નાણાં પશુપાલકોને પરત કરવામાં આવે છે. દૂધના ભાવમાં કરવામાં આવેલા વધારાનો મોટો હિસ્સો પશુપાલકોને ફાળે જ જશે. તેમને ભાવમાં વધારો મળતાં દૂધનું ઉત્પાદન વધારવા માટે વધારાનું ધ્યાન આપશે.

દૂધના ભાવમાં કરવામાં આવેેલો વધારો ગૃહિણોનો ઘરખર્ચ વધારનાર સાબિત થશે. જોકે તેને કારણે અમૂલની આવકમાં વધારો થશે. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આવક ૨૦૨૪-૨૫માં ૧૧.૪ ટકા વધીને રૂા. ૭૩,૪૫૦ કરોડની થઈ હતી. બીજીતરફ ૨૦૨૫-૨૬ના નાણાંકીય વર્ષમાં અમૂલનું ટર્નઓવર વધીને રૂા. ૧ લાખ કરોડનો વળોટી ગયું હતું. ડેરી પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી જતાં ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આવકમાં વધારો થયો હતો. 

ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન વિશ્વનું સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા છે. તેની સાથે અંદાજે ૩૬ લાખ પશુપાલકો અને ખેડૂતો જોડાયેલા છે. અમૂલ દૂધ અને દૂધની બનાવટો વિશ્વના ૫૦થી વધુ દેશોમાંગ અમૂલ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે. અમૂલ રોજની ૩.૧૦ કરોડ લિટર દૂધ એકત્રિત કરે છે. અમૂલના ૨૪ અબજ પેકિંગ્સનું એક વર્ષમાં વિતરણ અને વેચાણ કરે છે. તેમાં અમૂલ બટર, દૂધ, ચીઝ, આઈસક્રીમનો સમાવેશ થાય છે. 

– મધર મિલ્ક ડેરીએ પણ લિટરદીઠ ભાવમાં રૂા. 2નો વધારો કર્યો

મધર ડેરીએ પણ દૂધના લિટરદીઠ ભાવમાં ૧૪ મેથી અમલમાં આવે તે રીતે રૂા.૨નો વધારો કર્યો છે. મધર ડેરીએ આ અગાઉ એપ્રિલ ૨૦૨૫માં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. આ વધારાને પરિણમે ખેડૂતોની આવકમાં છ ટકાનો વધારો થયો છે. મધર ડેરી રોજના ૩૫ લાખ લિટર દૂધનું વેચાણ કરે છે. 

કયા દૂધમાં કેટલો ભાવ વધારો

પ્રકાર

પેક

એમઆરપી
(રૂ. પેક)

વધારો

હાલની

નવી

(રૂ. પેક)

તાજા

૫૦૦
મિલી

૨૮

૨૯

૧

૧ લિટર

૫૫

૫૭

૨

ગાયનું
દૂધ

૫૦૦
મિલી

૨૯

૩૦

૧

શક્તિ

૫૦૦ મિલી

૩૧

૩૨

૧

ટી-
સ્પેશ્યલ

૧
લીટર

૬૩

૬૬

૩

ગોલ્ડ

૫૦૦ મિલી

૩૪

૩૫

૧

ભેંસનું
દૂધ

૫૦૦
મિલી

૩૭

૩૯

૨

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
Next Post
ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના | Gold demand likely to fall by 10% due …

ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના | Gold demand likely to fall by 10% due ...

આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…

આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125...

ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો | Rupee falls further against dollar hits…

ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો | Rupee falls further against dollar hits...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગેરકાયદે માછીમારી કરતા શખ્સે સામે કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓની માંગણી | Animal rights activists de…

ગેરકાયદે માછીમારી કરતા શખ્સે સામે કાર્યવાહી કરવા જીવદયાપ્રેમીઓની માંગણી | Animal rights activists de…

10 months ago
ટેરિફ બાદ નિકાસકારો અન્ય બજારો તરફ વળ્યા, છ માસમાં 24 દેશોની નિકાસ વધી | After tariffs exporters tur…

ટેરિફ બાદ નિકાસકારો અન્ય બજારો તરફ વળ્યા, છ માસમાં 24 દેશોની નિકાસ વધી | After tariffs exporters tur…

8 months ago
વડોદરાથી ઇન્દોર ગયેલા એરફોર્સ જવાનના બંધ મકાનમાંથી 4.18 લાખની ચોરી | 4 18 lakh stolen from locked ho…

વડોદરાથી ઇન્દોર ગયેલા એરફોર્સ જવાનના બંધ મકાનમાંથી 4.18 લાખની ચોરી | 4 18 lakh stolen from locked ho…

6 months ago
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News