gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુએઈનું 500૦ કરોડ ડોલરનું રોકાણ : મોદીના પ્રવાસની ફલશ્રુતિ | UAE’s investment of 5 billion: The frui…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in INDIA
0 0
0
યુએઈનું 500૦ કરોડ ડોલરનું રોકાણ : મોદીના પ્રવાસની ફલશ્રુતિ | UAE’s investment of 5 billion: The frui…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– યુરોપ જતા પહેલાં અબુ ધાબીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું

– ભારત-યુએઈએ ઊર્જા સુરક્ષા માટે ઓઈલ અને ગેસ ભંડાર સહયોગ, લાંબાગાળાના એલપીજી પુરવઠા સહિતના ક્ષેત્રે કરાર કર્યા

– બંને દેશોએ ટેક્નોલોજી, જહાજ નિર્માણ, ડિજિટલ ટ્રેડ કોરિડોર, સંરક્ષણ ક્ષેત્રે પણ કરાર કર્યા

– વડાપ્રધાન મોદીનો ચાર દિવસનો યુરોપ પ્રવાસ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈનો એક દિવસનો ટૂંકો પ્રવાસ પૂરો કરીને યુરોપના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેઓ ૧૫-૧૭ મેએ નેધરલેન્ડમાં ડચ વડાપ્રધાન રોબ જેતેન, રાજા વિલેમ-એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા સાથે મુલાકાત કરશે. નેધરલેન્ડમાં સેમીકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, ઈનોવેશન, સંરક્ષણ અને વોટર મેનેજમેન્ટ જેવા મુદ્દા મહત્વના હશે. પીએમ મોદી નેધરલેન્ડથી ૧૭-૧૮ મેએ સ્વીડન જશે, જ્યાં સ્વીડિશ પીએમ ઉલ્ફ ક્રિસ્ટરસન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. સ્વીડનમાં તેઓ ઈયુ પ્રમુખ ઉર્સુલા વાન ડેર સાથે મુલાકાત કરશે, જ્યાં તેઓ એઆઈ, ઊભરતી ટેક્નોલોજી, ગ્રીન એનર્જી સંક્રમણ જેવા મુદ્દા પર ચર્ચા કરશે. વડાપ્રધાન ૧૯ મેએ નોર્વે પહોંચશે, જ્યાં તેઓ ત્રીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સિવાય નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુરોપ પ્રવાસમાં વડાપ્રધાન મોદી છેલ્લે ૧૯-૨૦ મેએ ઈટાલીનો પ્રવાસ કરશે, જ્યાં તેઓ ઈટાલીનાં વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની અને પ્રમુખ સર્જિયો મટેરેલા સાથે વાટાઘાટો કરશે. ઈટાલીમાં તેઓ સ્વચ્છ ઊર્જા, સંરક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ચર્ચા કરશે.

અબુ ધાબી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે યુએઈના એક દિવસના પ્રવાસે અબુ ધાબી પહોંચ્યા હતા. આ ટૂંકા પ્રવાસમાં ભારત અને યુએઈએ વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતો, લાંબાગાળાના એલપીજી પુરવઠા, સંરક્ષણ અને શિપિંગના ક્ષેત્રમાં શ્રેણીબદ્ધ કરારો કર્યા હતા. આ સાથે યુએઈએ ભારતમાં કુલ ૫૦૦ કરોડ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીના આ પ્રવાસની મુખ્ય સફળતા યુએઈ સાથે ઊર્જા સુરક્ષા કરાર રહ્યો હતો. આ કરાર હેઠળ યુએઈ ભારતના રણનીતિક પેટ્રોલિયમ ભંડારમાં ભાગીદારી વધારીને ૩૦ મિલિયન કરશે. યુએઈનો પ્રવાસ પૂરો કરી પીએમ મોદી યુરોપ જવા રવાના થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના એક દિવસના સત્તાવાર પ્રવાસે અબુ ધાબી પહોંચતા તેમનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમનો આ પ્રવાસ એટલો મહત્વનો હતો કે, યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન એરપોર્ટ પર પીએમ મોદીને આવકારવા પહોંચ્યા હતા. પીએમ મોદીનું વિમાન યુએઈની હવાઈ સરહદમાં પહોંચતા યુએઈની એરફોર્સના એફ-૧૬ ફાઈટર જેટે હવામાં તેને એસ્કોર્ટ કર્યું હતું. એરપોર્ટ પર જ વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. વડાપ્રધાન મોદીએ યુએઈના પ્રમુખને ભારત આવવા આમંત્રણ પણ આપ્યું હતું.

વડાપ્રધાન મોદીના એક દિવસના આ પ્રવાસનો મુખ્ય એજન્ડા ઊર્જા સુરક્ષા હતો. આ એજન્ડા પૂરો કરવા બંને પક્ષોએ ભારતીય વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ લિ. અને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની વચ્ચે રણનીતિક સહયોગની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર હેઠળ યુએઈ ભારતના રણનીતિક પેટ્રોલિયમ ભંડારમાં પોતાની ભાગીદારી વધારીને ૩૦ મિલિયન બેરલ કરશે. બંને દેશોએ ભારતમાં રણનીતિક ગેસ ભંડાર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવા સહમતી વ્યક્ત કરી છે.આ સાથે બંને નેતોઓએ ક્રૂડ ઓઈલ, એલએનજી અને એલપીજના પુરવઠા સહિત ભારતની ઊર્જા સુરક્ષામાં યુએઈની મહત્વપૂર્ણ અને સ્થાયી ભાગીદાર તરીકેની ભૂમિકા સ્વીકારી અને ભવિષ્યમાં વ્યાપક ઊર્જા ભાગીદારી માટે નવી પહેલોને પ્રોત્સાહન આપવા પર સહમતી વ્યક્ત કરી હતી.

પીએમ મોદીના આ પ્રવાસનું સૌથી નક્કર પરિણામ એ રહ્યું કે યુએઈએ ભારતમાં વિવિધ ક્ષેત્રમાં કુલ પાંચ અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. અમિરેટ્સ એનબીડી ભારતની આરબીએલ બેન્કમાં ત્રણ અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરશે, અબુ ધાબી રોકાણ ઓથોરિટી (એડીઆઈએ) ભારતના નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ ભંડોળ સાથે પ્રાથમિક્તાવાળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે અને ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની ભારતના સન્માન કેપિટલમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે. ભારત અને યુએઈએ સંરક્ષણ ક્ષેત્રમાં પણ વ્યૂહાત્મક સુરક્ષા ભાગીદારીની રૂપરેખા પર હસ્તાક્ષર કર્યા હતા. બંને પક્ષોએ આ કરારને સ્થિર અને મજબૂત સુરક્ષા સંબંધો તરીકે ગણાવ્યા હતા. ભારત અને યુએઈએ સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને ગાઢ કરવા, ઈનોવેશન અને એડવાન્સ ટેક્નોલોજી પર સહયોગ કરવા, તાલિમ અને સંયુક્ત અભ્યાસોનો વિસ્તાર કરવા તથા સમુદ્રી સુરક્ષા, સાઈબર સુરક્ષા અને સુરક્ષિત સંચાર અને માહિતીના આદાન-પ્રદાનને મજબૂત કરવા પર સહમતી વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …
INDIA

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …

May 16, 2026
દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…
INDIA

દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…

May 16, 2026
પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ વધારો થવાની આશંકા | Despite the increase in petrol and diese…
INDIA

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ વધારો થવાની આશંકા | Despite the increase in petrol and diese…

May 16, 2026
Next Post
નાના ભાડલા ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | man died after a tractor and a bike col…

નાના ભાડલા ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | man died after a tractor and a bike col...

અમેરિકા-ઇરાન યુધ્ધ : ભારતને મધ્યસ્થી રાખવા રશિયાના વિદેશ મંત્રીનો અનુરોધ | US Iran war: Russian Fore…

અમેરિકા-ઇરાન યુધ્ધ : ભારતને મધ્યસ્થી રાખવા રશિયાના વિદેશ મંત્રીનો અનુરોધ | US Iran war: Russian Fore...

એડવોકેટને સિક્યુરિટી ગાર્ડ લાફો ઝીંકી ધમકી આપી

એડવોકેટને સિક્યુરિટી ગાર્ડ લાફો ઝીંકી ધમકી આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende…

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende…

2 months ago
‘સમાજ માત્ર કાયદાથી નહીં, સંવેદનાથી ચાલે છે’, સંઘના શતાબ્દી વર્ષ પર RSSના વડા મોહન ભાગવતનું નિવેદન |…

‘સમાજ માત્ર કાયદાથી નહીં, સંવેદનાથી ચાલે છે’, સંઘના શતાબ્દી વર્ષ પર RSSના વડા મોહન ભાગવતનું નિવેદન |…

6 months ago
જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી | The woman who lost her life had come from Anand to va…

જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી | The woman who lost her life had come from Anand to va…

1 week ago
સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જમવા બેઠેલી વિદ્યાર્થિનીની ખુલ્લેઆમ છેડતી | molestation of girl students…

સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જમવા બેઠેલી વિદ્યાર્થિનીની ખુલ્લેઆમ છેડતી | molestation of girl students…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News