gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Theft Spree: અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરી કરનારી ટોળકીઓ બેફામ બની હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસે શહેરના અલગ-અલગ ત્રણ વિસ્તારોમાં ચોરીના ગુના નોંધ્યા છે, જેમાં અજાણ્યા તસ્કરો બંધ મકાનોના તાળાં અને લોકર તોડીને કુલ 45 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ ઘરના મંદિરમાંથી ભગવાનની કિંમતી મૂર્તિઓ ચોરીને ફરાર થઈ ગયા છે.

ચાંદખેડામાં બંધ મકાનમાંથી 13 લાખ રૂપિયાથી વધુની ચોરી

ચાંદખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વાલીનાથ ચોકડી નજીક ગાયત્રીનગરમાં ચોરીનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. આશ્રમ રોડ પર એક ખાનગી બિલ્ડર ગ્રૂપમાં સાઇટ સુપરવાઇઝર તરીકે કામ કરતા 42 વર્ષીય રમેશભાઇ 14મી મેના રોજ સાંજે પરિવાર સાથે પાટણ જિલ્લામાં આવેલા પોતાના વતન ગામ દિગડી ખાતે મંદિરના કામ અર્થે ગયા હતા.

બીજા દિવસે સવારે પાડોશીએ લોખંડનો મુખ્ય દરવાજો તૂટેલો જોતાં રમેશભાઇને જાણ કરી હતી. તસ્કરો રસોડાના દરવાજા અને બેડરૂમની બે તિજોરીઓ તોડીને 1.10 લાખ રૂપિયા રોકડા તેમજ સોનાના સળિયા, હાર, મંગળસૂત્ર, વીંટી અને ચાંદીના સિક્કા સહિત કુલ 13.59 લાખ રૂપિયાની મત્તા ચોરી ગયા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં સોના-ચાંદી બજારમાં ખરીદી 35% ઘટી, લગ્નગાળા પહેલાં જ સોની બજાર ચિંતિત

નારણપુરામાં ઘરના મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ સાફ

નારણપુરાના શાસ્ત્રીનગરમાં સાંઈ બાબા મંદિર પાસે આવેલા નિધિ એપાર્ટમેન્ટના એક ફ્લેટને ચોરોએ નિશાન બનાવ્યો હતો. ફરિયાદી અંકિતાબહેન રાજપૂત પ્રગતિનગરમાં પોતાના નવા ઘરના રિનોવેશનના કામને કારણે 11મી મેની રાત્રે બીજા ઘરે રોકાયા હતા. 12મી મેના રોજ સવારે પરત ફરતા ઘરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તસ્કરો ઘરના મંદિરમાંથી રામ દરબાર, લક્ષ્મીજી, સરસ્વતી માતા અને ગણપતિજીની ચાંદીની મૂર્તિઓ તેમજ પ્લાસ્ટિકની બેગમાં રાખેલી તાંબા-પિત્તળની કલાકૃતિઓ સહિત કુલ 90 હજાર રૂપિયાની સામગ્રી ચોરી ગયા હતા.

સરખેજના બંગલામાંથી 31.40 લાખની ઘરફોડ ચોરી

સૌથી મોટી ચોરી સરખેજ વિસ્તારમાં આવેલા એક બંગલામાં થઈ છે. 85 વર્ષીય ફરિયાદી સૌરભભાઈ શોધન અને તેમના પત્ની ત્રીજી એપ્રિલની રાત્રે બંગલાના ઉપરના માળે સૂતા હતા. આ દરમિયાન તસ્કરો પાછળના બાથરૂમના દરવાજા વાટે બંગલામાં પ્રવેશ્યા હતા.

બીજા દિવસે સવારે કબાટ તૂટેલા જોવા મળ્યા હતા. ચોરો કબાટમાંથી યુએસ ડોલર, 8 લાખ રૂપિયા રોકડા, સોનાની બંગડીઓ અને સોનાનો ગળાનો હાર મળીને કુલ 31.40 લાખ રૂપિયાની મત્તા સાફ કરી ગયા હતા. પરિવારમાં ચર્ચા-વિચારણાના કારણે આ મામલે ઔપચારિક ફરિયાદ મોડી નોંધાવવામાં આવી હતી.

અમદાવાદના ત્રણ મોટા વિસ્તારોમાં થયેલી આ ચોરીઓને પગલે સ્થાનિક પોલીસે ગુના નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની અલગ-અલગ ટીમો ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા વિવિધ જગ્યાએ અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા વિવિધ જગ્યાએ અગ્નિવીર ભરતી રેલી યોજાશે

August 15, 2026
રાત્રે ૧૧ વાગ્યે અચાનક આરોગ્ય મંત્રીએ અંકલેશ્વર CHC સેન્ટરની લીધી મુલાકાત
GUJARAT

રાત્રે ૧૧ વાગ્યે અચાનક આરોગ્ય મંત્રીએ અંકલેશ્વર CHC સેન્ટરની લીધી મુલાકાત

August 15, 2026
Next Post
અટલાદરા સબ ડિવિઝનના કેટલાક વિસ્તારમાં કાલે સવારે ચાર કલાક વીજળી બંધ | Power outage for four hours to…

અટલાદરા સબ ડિવિઝનના કેટલાક વિસ્તારમાં કાલે સવારે ચાર કલાક વીજળી બંધ | Power outage for four hours to...

વરસાદી ગટરની કામગીરીને લીધે ગોરવા-મધુનગરથી કરોડીયા કેનાલનો રસ્તો 15 દિવસ બંધ | Gorwa Madhunagar to C…

વરસાદી ગટરની કામગીરીને લીધે ગોરવા-મધુનગરથી કરોડીયા કેનાલનો રસ્તો 15 દિવસ બંધ | Gorwa Madhunagar to C...

CJI સૂર્યકાંતની સ્પષ્ટતા: ‘મેં બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે નથી કરી, મીડિયાએ નિવેદન ખોટી રી…

CJI સૂર્યકાંતની સ્પષ્ટતા: 'મેં બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે નથી કરી, મીડિયાએ નિવેદન ખોટી રી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના મોટાભાગના WDS માં કલોરીન ગેસ માપવાના મીટર નહીં હોવાનો ગંભીર આક્ષેપ | Most …

મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના મોટાભાગના WDS માં કલોરીન ગેસ માપવાના મીટર નહીં હોવાનો ગંભીર આક્ષેપ | Most …

7 months ago
સેન્સેક્સ 733 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 79 પોઈન્ટ વધીને 80623 | Sensex recovers 733 points finally r…

સેન્સેક્સ 733 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે 79 પોઈન્ટ વધીને 80623 | Sensex recovers 733 points finally r…

1 year ago
ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી ૧૧ વર્ષથી પ્રથમ જ વર્ષમાં | mbbs student in first year since…

ગોરખપુરની મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી ૧૧ વર્ષથી પ્રથમ જ વર્ષમાં | mbbs student in first year since…

8 months ago
વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ

વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News