gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ઉસ્માનપુરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ બાદ કાબૂ ગુમાવતા અકસ્માત, કારમાં દારૂની બોટલ હોવા છતાં પો…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ઉસ્માનપુરામાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ બાદ કાબૂ ગુમાવતા અકસ્માત, કારમાં દારૂની બોટલ હોવા છતાં પો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Usmanpura Accident: અમદાવાદના આશ્રમ રોડ પર ઉસ્માનપુરા નજીક મોડી રાત્રે સર્જાયેલા એક કાર અકસ્માતે મોટો વિવાદ જગાવ્યો છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત યુવકોએ પોલીસને ગુમરાહ કરી હોવાનો અને પોલીસે પણ આ મામલે સેટલમેન્ટ કરીને કેસ રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જોકે, અકસ્માતનો વીડિયો વાઈરલ થતાં જ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો છે. વાઈરલ વીડિયોમાં કારની અંદર દારૂની બોટલ અને અન્ય એક ક્રેટા કારની સંડોવણી સામે આવતાં હવે પોલીસે તમામ યુવકોના નવેસરથી નિવેદન નોંધી તપાસ તેજ કરી છે.

અકસ્માતની રાત્રે શું ઘટી ઘટના? 

અકસ્માત કરનાર કારચાલક તમીમ સાથે ગાડીમાં હાજર અયાનખાન નજીરખાન પઠાણે નોધાવેલી ફરિયાદ અનુસાર, ગત રાત્રે આશરે 3 વાગ્યે અયાનખાન તેના મિત્રો આફતાફ, વકાર, સાહીલ અને તમીમ સાથે કારમાં નાસ્તો કરવા નીકળ્યા હતા. કાર તમીમ ચલાવી રહ્યો હતો. આશ્રમ રોડ પર ઉસ્માનપુરા ચાર રસ્તાથી વાડજ તરફ જતા બેન્ક સામે તમીમે કાર ફૂલ સ્પીડમાં ચલાવી સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર ડિવાઈડર પર ચડીને સીધી ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.

અકસ્માત સર્જ્યા બાદ ડ્રાઈવર તમીમ તેના ઈજાગ્રસ્ત મિત્રોને ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં અયાનખાનને ગાલ પર, સાહીલને માથામાં અને આફતાફને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે તેમને SVP હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચો: દીવના નાગવા રોડ પર ગમખ્વાર અકસ્માત: સુરતની કારે ટક્કર મારતાં MPના વેપારી પિતા-પુત્રના કરુણ મોત

વાઈરલ વીડિયોએ વધારી પોલીસની મુશ્કેલી

ઘટનાસ્થળના વાઈરલ થયેલા વીડિયોમાં પોલીસ જવાન કારની અંદર તપાસ કરતો સ્પષ્ટ દેખાય છે અને કારમાં દારૂની બોટલ પણ નજરે પડે છે. તેમ છતાં, પોલીસે શરૂઆતમાં નોંધેલી ફરિયાદમાં પ્રોહિબિશન (દારૂ)ની કલમ કેમ ન ઉમેરી? તેને લઈને પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો

ટ્રાફિક પોલીસના જણાવ્યાનુસાર,  કારના વીડિયોમાં દારૂની બોટલ મળી આવતા હવે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો દાખલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ વીડિયોમાં દેખાતો પોલીસકર્મી ERV-112ની ટીમનો છે, તેણે દારૂની બોટલ અંગે ટ્રાફિક પોલીસને કેમ જાણ ન કરી તેની પણ તપાસ કરાશે.

બી ટ્રાફિક પોલીસે શું કર્યો ઘટસ્ફોટ? 

બી ટ્રાફિક પોલીસના પીઆઈ (PI) એ આ મામલે વિગતો આપતા જણાવ્યું કે, અકસ્માતનો ભોગ બનેલા યુવકોએ પોલીસને શરૂઆતથી જ ગુમરાહ કરી હતી. અકસ્માત બાદ આ યુવકોએ હોસ્પિટલમાં જઈને એવું ખોટું નિવેદન આપ્યું હતું કે તેઓ બાઇક પરથી પડી જતાં ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે પોલીસને 112ની વર્ધી મળી અને ટીમ બનાવના બે કલાક પછી સ્થળ પર પહોંચી, ત્યારે ત્યાં માત્ર અકસ્માતગ્રસ્ત કાર જ પડી હતી, કોઈ માણસ હાજર નહોતો.

હોસ્પિટલમાં તપાસ દરમિયાન છોકરાઓ પીધેલી હાલતમાં નહોતા જણાયા. રાત્રે તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું, જેથી શક્યતા છે કે અકસ્માતના બે-અઢી કલાકના ગાળામાં જ કોઈએ અંદરથી દારૂની બોટલ સગેવગે કરી દીધી હોય. યુવકોએ ફરિયાદમાં માત્ર અકસ્માતનો જ ઉલ્લેખ કર્યો હતો, પરંતુ વીડિયો સામે આવ્યા બાદ ખબર પડી કે આ રેસિંગ કે અકસ્માતમાં એક ક્રેટા કાર પણ સામેલ હતી.

પોલીસની ચેતવણી

ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અન્ય એક કારના નંબરના આધારે તેની વિગતો કઢાવવામાં આવી રહી છે. ફરિયાદ નોંધાવનાર અયાનખાનના આધારે અકસ્માત સમયે હાજર તમામ યુવકોને ફરીથી પોલીસ સ્ટેશન બોલાવીને તેમના નવેસરથી કડક નિવેદન લેવામાં આવશે. વીડિયો ફૂટેજના આધારે અકસ્માત સમયે ગાડી કોણ ચલાવતું હતું અને કઈ કઈ કાનૂની કલમોનો ભંગ થયો છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરીને તમામ દોષિતો સામે કડક કાયદેસરના પગલાં લેવાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…
GUJARAT

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

May 18, 2026
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…
GUJARAT

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

May 18, 2026
વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…
GUJARAT

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

May 18, 2026
Next Post
વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks…

વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks...

સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader…

સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader...

ભૂમિકા શજવાનીએ ’91Threads’ ના પરિધાનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 ના વૈશ્વિક મંચ પર આકર્ષણ જમાવ્યું

ભૂમિકા શજવાનીએ '91Threads' ના પરિધાનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 ના વૈશ્વિક મંચ પર આકર્ષણ જમાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 3ના કરુણ મોત | Tragic Accident in R…

રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 3ના કરુણ મોત | Tragic Accident in R…

4 months ago
અણધાર્યું આગમન : ભાવનગરમાં તોફાની પવન, વીજળીના કડાકા-ભડાકાં સાથે માવઠું-કરા વરસ્યા | Unexpected arri…

અણધાર્યું આગમન : ભાવનગરમાં તોફાની પવન, વીજળીના કડાકા-ભડાકાં સાથે માવઠું-કરા વરસ્યા | Unexpected arri…

1 year ago
અમદાવાદ: શાસ્ત્રીબ્રિજ પર ભારે વાહનો માટે ‘નો એન્ટ્રી’ વચ્ચે નિયમોના ઉડ્યા ધજાગરા, મેચના બંદોબસ્તમાં…

અમદાવાદ: શાસ્ત્રીબ્રિજ પર ભારે વાહનો માટે ‘નો એન્ટ્રી’ વચ્ચે નિયમોના ઉડ્યા ધજાગરા, મેચના બંદોબસ્તમાં…

3 months ago
જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP’s own student wing opposes …

જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP’s own student wing opposes …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News