Shankaracharya Avimukteshwaranand Saraswati on Rahul Gandhi: જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. શંકરાચાર્યએ રાહુલ ગાંધીના હિન્દુ ધર્મથી સાર્વજનિક રીતે બહિષ્કારની જાહેરાત કરી છે.
બદ્રીનાથ સ્થિત શંકરાચાર્ય આશ્રમમાં પત્રકારો સાથે વાતચીત કરતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ સંસદમાં મનુસ્મૃતિના સંદર્ભમાં જે નિવેદન આપ્યું, તેનાથી સંપૂર્ણ સનાતન ધર્મના અનુયાયીઓ દુઃખી છે. રાહુલ ગાંધી સંસદમાં કહે છે કે બળાત્કારીને બચાવવાનો ફોર્મ્યૂલા બંધારણમાં નથી તમારા પુસ્તક એટલે કે મનુસ્મૃતિમાં લખ્યું છે.