gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in INDIA
0 0
0
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સ્વીડનમાં યુરોપીયન કંપનીઓના સીઇઓ સાથે મોદીની મીટિંગ

– રશિયા-યુક્રેન વચ્ચેનો સંઘર્ષ હોય કે પશ્ચિમ એશિયામાં ચાલતું યુદ્ધ હોય તેને ઉકેલવા માટે સંવાદ કરવો જરૂરી

– નોર્વે ભારતીય કારોબારોમાં ટેકનોલોજીમાં અને ગ્રીન એનર્જી સેક્ટરોમાં રોકાણ કરવા માટે અત્યંત આતુર

ઓસ્લો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોરની સાથે વેપાર અને રોકાણ ગ્રીન ટેકનોલોજી અને ઓરેન્જ ઇકોનોમી તથા અન્ય મહત્ત્વના ક્ષેત્રો પર વાત કરી. નોર્વેએ આ પ્રસંગે ભારતમાં આગામી વર્ષોમાં ૧૦૦ અબજ ડોલરનું જંગી રોકાણ કરવાની રજૂઆત કરી. આ રોકાણ ભારતીય કારોબારમાં, ટેકનોલોજીમાં અને ગ્રીન એનર્જી સેક્ટરોમાં કરવામાં આવશે. 

પીએમ મોદીએ જણાવ્યું હતું કે આખું વિશ્વ અનિશ્ચિતતા અને અસ્થિરતાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે ત્યારે ભારત અને યુરોપ પોતાના સંબંધોના એક સુવર્ણ યુગમાં પ્રવેશી રહ્યા છે. યુક્રેન હોય કે પશ્ચિમ એશિયા હોય ત્યાં સંઘર્ષની સ્થિતિ છે, આ બધા જ સ્થળોએ યુદ્ધના બદલે ઉકેલ માટે રાજકીય સંવાદ પર વધારે ભાર મૂક્યો હતો. 

પીએમ મોદીએ ભારત-યુરોપીયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરારનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે આ કરારને ઐતિહાસિક ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશીપ કરાર ગણાવ્યો હતો. આ કરાર ભારત અને નોર્વે વચ્ચે સંયુક્ત વિકાસ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવાની બ્લુ પ્રિન્ટ છે. આ કરારમાં આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું જંગી રોકાણ અને ૧૦ લાખ નવી નોકરીઓ પેદા કરવાની ક્ષમતા છે. આજે બંને દેશોએ આ કરારને સક્રિય કરવા માટે કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે.

તેમણે આગળ વધુમાં જણાવ્યું હતું કે આજે અમે ભારત-નોર્વે વચ્ચેના સંબંધોને એક ગ્રીન સ્ટ્રેટેજિક ભાગીદારીનું સ્વરૂપ આપી રહ્યા છીએ. આ વ્યૂહાત્મક ભાગીદારીથી ક્લીન એનર્જીથી લઈને ક્લાઇમેટ રિઝયોલન્સ, બ્લુ ઇકોનોમીથી લઈને ગ્રીન શિપિંગ, દરેક ક્ષેત્રમાં ભારતના સ્કેલ, સ્પીડ અને પ્રતિભાને નોર્વેની ટેકનોલોજી અને કેપિટલ સાથે જોડીને અમારી કંપનીઓ ગ્લોબલ સોલ્યુશન્સ વિકસાવશે. રિસર્ચ, એજ્યુકેશન અને ઇનોવેશન પણ અમારા સંબંધોના મજબૂત પિલર બન્યા છે. આજે અમે સસ્ટેનેબિલિટી, ઓશન એનર્જી, જિયોલોજી અને હેલ્થ જેવા ક્ષેત્રમાં રિસર્ચ ઓપરેશન આગળ વધારવા સંમતિ બનાવી છે. 

પીએમ મોદીએ જણાવ્યું હતું કે નોર્વે આર્કટિક વિસ્તારનો મહત્ત્વનો દેશ છે. આર્કટિક અને પોલર રિસર્ચમાં લાંબા સમયથી અમારો સહયોગ છે. ભારત આર્કટિક રિસર્ચ સ્ટેશન હિમાદ્રીના ઓપરેશન માટે નોર્વેનું આભારી છે. ઇસરો અને નોર્વેની સ્પેસ એજન્સી વચ્ચે થઈ રહેલા સમજૂતીપત્ર પર સહીસિક્કા સ્પેસ ક્ષેત્રે આપણા સહયોગને નવા આયામ આપશે. 

તેમણે જણાવ્યું હતું કે ભારત-નોર્વેની ગ્રીન સ્ટ્રેટેજિક ભાગીદારી આખા વિશ્વ માટે ફાયદાકારક હશે. તેની સાથે નોર્વે ઇન્ડો-પેસિફિક ઓશન્સ પહેલ સાથે જોડાયું તે માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. બે મોટા મેરીટાઇમ દેશ હોવાના કારણે આપણે સાથે મળીને મરીન ઇકોમી, મેરીટાઇમ સિક્યોરિટી અને કેપેસિટી બિલ્ડિંગમાં સહયોગ કરશે. બંને દેશો સાથે મળીને બારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટમાં અને માનવ વિકાસમા ફાળો આપશે. 

આ પહેલા પીએમ મોદીએ સ્વીડનમાં યુરોપના ટોચના સીઇઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં યુરોપીયન પંચના વડા ઉર્સુલા વાન ડેર સાથે યુરોપની ટોચની કોર્પોરેટ કંપનીઓના વડા હાજર હતા. પીએમ મોદીના ડાઇનિંગ સામે યુરોપના પાંચ જુદાં-જુદા ક્ષેત્રની ૫૫ વૈશ્વિક કંપનીઓ હાજર હતી. વિશ્વને કનેક્ટિવિટી પૂરી પાડતી વોડાફોન, એરિકસન, નોકિયા અને ઓરેન્જ જેવી કંપનીઓ હતી, જેની નજર ભારતના ડિજિટલ ભવિષ્ય પર છે. પીએમ મોદીએ આ બેઠકમાં ટેલિકોમ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર, એઆઈ અને સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી અને ઇવી, ઇન્ફ્રાસ્ટ્રકચર મોબિલિટી,હેલ્થકેર અને લાઇફ સાયન્સીઝ પર વધારે ભાર મૂક્યો.તેમણે આ કંપનીઓનો વિશ્વાસ જીતવા દર વર્ષે ભારત- યુરોપી સીઇઓ રાઉન્ડ ટેબલનો પ્રસ્તાવ પણ મૂક્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre...

કંપનીઓ દ્વારા વિદેશમાં કરાતા રોકાણ પર RBIની નજર | RBI keeps an eye on investments made by companies …

કંપનીઓ દ્વારા વિદેશમાં કરાતા રોકાણ પર RBIની નજર | RBI keeps an eye on investments made by companies ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલના શહેરા-વાઘજીપુર રોડ પર ગમખ્વાર અકસ્માત, 2ના ઘટનાસ્થળે મોત | Two killed in accident on Shehr…

પંચમહાલના શહેરા-વાઘજીપુર રોડ પર ગમખ્વાર અકસ્માત, 2ના ઘટનાસ્થળે મોત | Two killed in accident on Shehr…

9 months ago
બાલાસિનોર તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડયો | About 2 inches of rain fell in Balasinor taluka

બાલાસિનોર તાલુકામાં 2 ઈંચ જેટલો વરસાદ પડયો | About 2 inches of rain fell in Balasinor taluka

8 months ago
વડોદરા ઐતિહાસિક માંડવી ઇમારત માટે દેખાવો કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત | Congress l…

વડોદરા ઐતિહાસિક માંડવી ઇમારત માટે દેખાવો કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત | Congress l…

1 year ago
ભારતમાં ધનકુબેરનું મંદિર ક્યાં છે? મૂર્તિની નાભિ પર અહીં લગાવાય છે અત્તર, શ્રીકૃષ્ણએ કરી હતી સ્થાપના…

ભારતમાં ધનકુબેરનું મંદિર ક્યાં છે? મૂર્તિની નાભિ પર અહીં લગાવાય છે અત્તર, શ્રીકૃષ્ણએ કરી હતી સ્થાપના…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News