gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ, કરાર આધારિત કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ | Ja…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં ₹1.36 કરોડનું ચેક કૌભાંડ, કરાર આધારિત કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ | Ja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Dental College Fraud: જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સરકારી નાણાંની ઉચાપતનો એક અત્યંત ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા એક કર્મચારીએ રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સંસ્થાના જવાબદાર અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં જામનગરના વહીવટી અને તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

વહીવટી સ્ટાફની અછતનો ફાયદો ઉઠાવી કૌભાંડ આચર્યું

મળતી માહિતી અનુસાર, ડેન્ટલ કોલેજમાં ટ્યુટર વર્ગ-2 તરીકે ફરજ બજાવતા ડો. સંજય ઉમરાણિયાએ આ મામલે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં લાંબા સમયથી વહીવટી સ્ટાફની ભારે અછત હોવાના કારણે અનેક મહત્ત્વની નાણાકીય અને વહીવટી જવાબદારીઓ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સોંપવી પડી હતી. આ વ્યવસ્થા હેઠળ કરાર આધારિત કર્મચારી શોભીત ગર્ગને રોગી કલ્યાણ સમિતિના નાણાકીય રેકોર્ડ અને બેન્કના તમામ વ્યવહારો સંભાળવાની જવાબદારી લેખિતમાં આપવામાં આવી હતી, જેનો તેણે દુરુપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા: કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો

બેન્ક મેનેજરની સતર્કતાથી ભોપાળું છતું થયું

આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ગત 16મી મેના રોજ થયો હતો. જી.જી. હોસ્પિટલના ડો. કણસાગરાએ ડેન્ટલ કોલેજના ડીનને ફોન દ્વારા જાણ કરી હતી કે, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજરે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પકડ્યા છે. રોગી કલ્યાણ સમિતિના સરકારી ખાતાના ચેક મારફતે શોભીત ગર્ગ નામના કર્મચારીના વ્યક્તિગત ખાતામાં લાખો રૂપિયાની રકમ જમા થઈ રહી છે. આ ચોંકાવનારી માહિતી મળતા જ ડીન દ્વારા તાત્કાલિક સમિતિના સભ્યો અને અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી પ્રાથમિક તપાસ શરૂ કરાઈ હતી. જેમાં શોભીત ગર્ગ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.

6 મહિનામાં 15 ચેક બદલી 1.36 કરોડ રૂપિયા પોતાના ખાતામાં વાળ્યા

ત્યારબાદ રોગી કલ્યાણ સમિતિના બેન્ક ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવીને ઝીણવટભરી ચકાસણી કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. છેલ્લા છ માસ દરમિયાન આરોપી શોભીત ગર્ગે કુલ 15 ચેક મારફતે રકમની હેરાફેરી કરીને કુલ 1,36,19,350 રૂપિયાની સરકારી રકમ પોતાના બેન્ક ઓફ ઇન્ડિયાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. તેમાં 23મી માર્ચે 19.45 લાખ રૂપિયા, 27મી માર્ચે 24.60 લાખ રૂપિયા, 30મી માર્ચે 24.60 લાખ રૂપિયા અને બીજી એપ્રિલે  28.55 લાખ રૂપિયાની મોટી રકમ જમા કરાવાઈ હોવાનું ખુલ્યું છે

સરકારી ગ્રાન્ટમાં છેડાં કરીને ગુનાઈત વિશ્વાસઘાત કર્યો

પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગરીબ દર્દીઓની સારવાર તથા હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓના પગાર ચૂકવવા માટે ગાંધીનગરથી જે સરકારી ગ્રાન્ટ મળતી હતી, તેના નાણાંની ઉચાપત કરવામાં આવી છે. આરોપીએ ચેકની મૂળ રકમ અને વિગતોમાં કથિત ફેરફાર (ચેડાં) કરીને આ આખું કૌભાંડ આચર્યું છે અને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સરકાર સાથે ગુનાઈત વિશ્વાસઘાત કર્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ રેકેટમાં અન્ય કોઈ સરકારી કે ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ચક્રો ગતિમાન કરાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ | Vad…
GUJARAT

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ | Vad…

May 19, 2026
NEET પેપર લીક મામલો: ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત | NSUI Workers Det…
GUJARAT

NEET પેપર લીક મામલો: ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત | NSUI Workers Det…

May 19, 2026
અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5…
GUJARAT

અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5…

May 19, 2026
Next Post
અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા: કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો | Fue…

અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ લાગ્યા: કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો | Fue...

અમદાવાદ: નવરંગપુરાની યુવતીની 4થી વધુ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ …

અમદાવાદ: નવરંગપુરાની યુવતીની 4થી વધુ ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, નોંધાઈ ફરિયાદ ...

કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ | US Iran War Tensio…

કેબલ પર ટેક્સ આપો નહીંતર ઠપ કરી દઇશું ઇન્ટરનેટ! ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ | US Iran War Tensio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતાં હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માગ | Tea…

છોટા ઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતાં હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માગ | Tea…

6 months ago
ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી |…

ગોધરા મારામારી કેસ: પાલિકા ઉપપ્રમુખ સહિત 9 આરોપીઓને હવે જેલ જવું પડશે, ઉપલી કોર્ટે સજા યથાવત્ રાખી |…

4 months ago
બે દિવસમાં સેન્સેક્સ 1058 પોઈન્ટ તૂટી 83939 | Sensex falls 1058 points in two days to 83939

બે દિવસમાં સેન્સેક્સ 1058 પોઈન્ટ તૂટી 83939 | Sensex falls 1058 points in two days to 83939

7 months ago
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાનનાં મૃત્યુ | 10 soldiers died as army vehicle fal…

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 જવાનનાં મૃત્યુ | 10 soldiers died as army vehicle fal…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News