![]()
બે માસ પૂર્વે કોર્ટમાં અરજી કરી હતી
અરજદારને જેટલી રકમ ચૂકવે તેટલી કેદની સજા મજરે આપવા કોર્ટનો હુકમ
ભાવનગર – ધોળકા તાલુકાના
કોઠ (ગાંગડા) ગામે રહેતા શખ્સને ભરણપોષણના કેસમાં બરવાળા કોર્ટે ૩૨૦ દિવસ સાદી
કેદની સજાનો હુકમ કર્યો છે.
કોઠ (ગાંગડા) ગામે રહેતો રમેશ
બેચરભાઈ સોલંકી ગત તા.૧૦-૩-૨૦૨૬ના રોજ મહિલાએ ભરણપોષણની રકમ, ભાડુ
અને વળતરની રકમ વસૂલ મેળવવા અરજી કરી હતી. આ અરજીની બરવાળાના પ્રિન્સિપાલ સિવિલ જજ
અને જ્યુડી. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં સુનવણી ચાલતા ન્યાયમૂર્તિ એ.પી.
જોષીએ રમેશ સોલંકીને તા.૭-૧-૨૦૨૦થી તા.૨૯-૮-૨૦૨૨ સુધી ભરણપોષણ, ભાડાની રકમ ચૂકવવામાં કસૂર બદલ ૩૨૦ દિવસની સાદી કેદની સજા ફટકારી છે. આ
સમયગાળામાં શખ્સ દ્વારા અરજદારને જેટલી રકમ ચૂકવવામાં આવે તેટલી કેદની સજા મજરે
આપવા કોર્ટે હુકમ કર્યો છે.










