gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરમાં યુવકના મોત પર આક્રોશ : સુરક્ષાદળોએ આતંકીઓનો મદદગાર ગણાવી VIDEO શેર કર્યો, પરિજનો ભડ…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરમાં યુવકના મોત પર આક્રોશ : સુરક્ષાદળોએ આતંકીઓનો મદદગાર ગણાવી VIDEO શેર કર્યો, પરિજનો ભડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Imtiaz Ahmad Magray Death Controversy: રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અહરબલ વિસ્તારમાં અદબલ નાળામાંથી 23 વર્ષીય યુવક ઈમ્તિયાઝ અહમદ માગરેનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે જમ્મુ-કાશ્મીરમાં આ યુવકના મોત પર આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવકના પરિવારે સુરક્ષા દળની કસ્ટડીમાં યુવકનું મૃત્યુ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. પરિવારનો દાવો છે કે ઈમ્તિયાઝને થોડા દિવસ પહેલા સેનાએ કસ્ટડીમાં લીધો હતો. આ ઘટનાથી સ્થાનિક લોકો અને રાજકીય નેતાઓ આક્રોશમાં છે અને આ મામલાની ન્યાયિક તપાસની માગણીઓ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસનો દાવો છે કે માગરેએ ખુદ નાળામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી અને આ મામલે એક વીડિયો ફૂટેજ પણ જારી કરવામાં આવ્યો છે. માગરે પર આતંકવાદીઓને ભોજન આપવાનો અને રહેવા માટે સ્થાન આપવાનો આરોપ છે.

આતંકવાદીઓને મદદ કરવાની વાત ‘કબૂલી’

આ મામલે પોલીસે જણાવ્યું કે, ‘ઈમ્તિયાઝને કથિત રીતે આતંકવાદીઓના ઓવરગ્રાઉન્ડ વર્કર (OGW) હોવાની શંકાના આધારે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.’ પોલીસનો દાવો છે કે, ‘તેણે સુરક્ષા દળોને આતંકવાદી ઠેકાણા તરફ લઈ જતી વખતે વૈષ્ણો નદીમાં કૂદી પડ્યો હતો અને તેનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું હતું. ઈમ્તિયાઝનો મૃતદેહ મળ્યાના થોડા કલાકો પછી સામે આવેલા ડ્રોન ફૂટેજમાં એક યુવાન અદબલ નાળામાં કૂદીને તણાતો દેખાઈ રહ્યો છે.’ પોલીસે દાવો કર્યો કે, તેણે આતંકવાદીઓને મદદ કરી હોવાની “કબૂલાત” કરી હતી અને જ્યારે તે સુરક્ષા દળોને જંગલ વિસ્તારમાં એક ઠેકાણા પર લઈ જઈ રહ્યો હતો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

યુવકના મૃત્યુની ન્યાયિક તપાસની માગ

આ વચ્ચે જમ્મુ-કાશ્મીર સરકારમાં મંત્રી સકીના ઈટ્ટુએ માગરેના મૃત્યુની ન્યાયિક તપાસની માગ કરતા દાવો કર્યો કે, ‘મૃતક વિરુદ્ધ પોલીસ રેકોર્ડમાં કંઈ નથી. માગરેના મૃત્યુની ન્યાયિક તપાસ થવી જોઈએ જેથી સત્ય બહાર આવી શકે. પહલગામ હુમલો ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ હતો. આપણે બધા તેનાથી દુઃખી છીએ. જોકે, ડરનો માહોલ છે. હું લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને વિનંતી કરું છું કે, તમે ગૃહ વિભાગને નિર્દેશ આપો કે નિર્દોષ લોકોને હેરાન ન કરવામાં આવે અને તેમને નુકસાન ન પહોંચાડે.’

પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો

બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, ‘કુલગામમાં નાળામાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, જેના અંગે ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે, સુરક્ષા દળોએ બે દિવસ પહેલા પૂછપરછ માટે ઈમ્તિયાઝ માગરેની અટકાયત કરી હતી અને હવે તેનો મૃતદેહ રહસ્યમય રીતે નદીમાંથી મળી આવ્યો છે.’

પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો કાશ્મીરમાં શાંતિને પાટા પરથી ઉતારવા, પર્યટનને વિક્ષેપિત કરવાનો અને દેશભરમાં સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો સુનિયોજિત પ્રયાસ હતો.’

લોકશાહી અને કાનૂની સિદ્ધાંતોનું ઉલ્લંઘન

નેશનલ કોન્ફરન્સ (NC)ના લોકસભા સભ્ય આગા રુહુલ્લાહ મેહદીએ જણાવ્યું કે, હું માગરેનો મૃતદેહ મળી આવવાની ઘટનાથી ખૂબ જ ચિંતિત છું. વિશ્વસનીય અહેવાલો પ્રમાણે માગરેને થોડા દિવસ પહેલા સુરક્ષા દળોએ પકડ્યો હતો અને આજે તેને મૃત હાલતમાં તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પહલગામ હુમલા પછી કાશ્મીરીઓના મૃત્યુને નુકસાનની ભરપાઈ તરીકે ન જોઈ શકાય. મનસ્વી અટકાયત, કસ્ટોડિયલ હત્યા અને ત્રાસ દરેક લોકશાહી અને કાનૂની સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચો: ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ

આ ઘટના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પ્રદેશમાં વધી રહેલા તણાવ વચ્ચે આવી છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, જેના કારણે ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે.

પહલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત

આ ઘટના પહલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વિસ્તારમાં વધી રહેલા તણાવ વચ્ચે આવી છે, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, જેના કારણે ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…
INDIA

કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રૂજતી હતી તે ડૉન ‘સોના પપ્પુ’ જેલભેગો! 10 કલાક પૂછપરછ બાદ EDની કાર્યવાહી |…

May 19, 2026
દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…
INDIA

દેશમાં કાળઝાળ ગરમી : યુપી 48 ડિગ્રીમાં શેકાયું | Scorching heat in the country: UP bakes at 48 degre…

May 19, 2026
ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…
INDIA

ભારત-યુરોપના સંબંધોનો સુવર્ણયુગ : નોર્વે 100 અબજ ડોલરનું રોકાણ કરશે | Golden era of India Europe rel…

May 19, 2026
Next Post
રોજગારીની શોધમાં આફ્રિકા ગયેલા 5 ભારતીયોનું બંદૂકની અણીએ અપહરણ, 10 દિવસે પણ કોઈ ભાળ ન મળી | full sto…

રોજગારીની શોધમાં આફ્રિકા ગયેલા 5 ભારતીયોનું બંદૂકની અણીએ અપહરણ, 10 દિવસે પણ કોઈ ભાળ ન મળી | full sto...

ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ | pakistan backed cybe…

ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ | pakistan backed cybe...

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીને ગુજરાતમાંથી ધરપકડ બાદ જેલમાં ધકેલાયો, દુષ્કર્મના કેસમાં કાર્યવાહી |…

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીને ગુજરાતમાંથી ધરપકડ બાદ જેલમાં ધકેલાયો, દુષ્કર્મના કેસમાં કાર્યવાહી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના એક રાક્ષસી વ્યાજખોરે માસિક 20 ટકા જેટલું વ્યાજ વસુલી લીધા પછી પણ વધુ પઠાણી ઉઘરાણી કર્યાની પ…

જામનગરના એક રાક્ષસી વ્યાજખોરે માસિક 20 ટકા જેટલું વ્યાજ વસુલી લીધા પછી પણ વધુ પઠાણી ઉઘરાણી કર્યાની પ…

9 months ago
મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…

12 months ago
મોરબીની GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ, એક શ્રમિક દાઝ્યો, કોઈ જાનહાનિ નહીં | Boiler Blast I…

મોરબીની GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ, એક શ્રમિક દાઝ્યો, કોઈ જાનહાનિ નહીં | Boiler Blast I…

3 months ago
ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો: સામાનના વજનના નિયમનું કડકાઈથી પાલન કરાવાશે | indian railways to…

ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો: સામાનના વજનના નિયમનું કડકાઈથી પાલન કરાવાશે | indian railways to…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News