gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મધરાતે લૂંટ, કેબ ડ્રાઈવરને બંધક બનાવી ગળા પર છરી મૂકી, કાર અને પૈસા લૂંટી ચાર શખ્સો ફરાર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદમાં રાત્રિ દરમિયાન કેબ ચલાવતા એક ડ્રાઈવરને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં રહેતા રજનીકાંત રાવળ નામના કેબ ડ્રાઈવર રાત્રિના સમયે પેસેન્જરને ડ્રોપ કર્યા બાદ પ્રહલાદનગર વિસ્તારમાં ઊભા હતા. રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ તેમને રેપિડો એપ્લિકેશન પર મકરબા ફાટક નજીકથી એક બુકિંગ મળ્યું હતું. રાતનો સમય હોવાથી સારી કમાણીની આશામાં રજનીકાંત ત્યાં પહોંચ્યા હતા, જ્યાં ઔડાના મકાનો પાસે જવાના લોકેશન માટે ચાર અજાણ્યા યુવકો તેમની કારમાં સવાર થયા હતા.

લઘુશંકાના બહાને કાર ઉભી રખાવી

કાર જ્યારે શહેરની ભીડભાડથી દૂર એક અવાવરું અને અંધારાવાળા રસ્તા પર પહોંચી, ત્યારે એક પેસેન્જરે લઘુશંકાના બહાને કાર સાઈડમાં ઊભી રખાવી હતી. કાર રોકાતાની સાથે જ ડ્રાઈવરની પાછળ બેઠેલા યુવકે અચાનક રજનીકાંતના ગળા પર છરી મૂકી દીધી હતી અને બાજુમાં બેઠેલા શખ્સે તેને માર મારવાનું શરૂ કર્યું હતું. આયોજનબદ્ધ રીતે લૂંટારૂઓએ રજનીકાંતને ડ્રાઈવર સીટ પરથી ખેંચીને પાછળની સીટમાં બે આરોપીઓની વચ્ચે બંધક બનાવી દીધા હતા અને એક શખ્સે પોતે કાર હંકારવાનું શરૂ કરી દીધું હતું.

ઓનલાઈન 2,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા

કાર પર કબજો જમાવ્યા બાદ આરોપીઓએ ડ્રાઈવરનો મોબાઈલ ફોન છીનવી લીધો હતો અને બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ ઉપરાંત તેમણે રજનીકાંતના ગળામાંથી ચાંદીની ચેઈન પણ લૂંટી લીધી હતી. લૂંટારૂઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમના મિત્ર પાસેથી એક લાખ રૂપિયા મંગાવવા દબાણ કર્યું હતું. ડરના માર્યા ડ્રાઈવરે મિત્રને ફોન કર્યો હતો, પરંતુ અડધી રાતનો સમય હોવાથી મિત્રએ આ વાતને મજાક સમજીને પૈસા મોકલ્યા ન હતા. આથી રોષે ભરાયેલા આરોપીઓએ રજનીકાંતને કારમાં જ ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો: સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ

અંતે કોઈ મોટી રકમ ન મળતા ચારેય શખ્સો કારને કેનાલ તરફ લઈ ગયા હતા અને રજનીકાંતને ત્યાં રસ્તા પર જ ફેંકી દીધા હતા. જો પોલીસમાં ફરિયાદ કરશે તો આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીઓ 5 લાખથી વધુની કિંમતની કાર, રોકડ અને અગત્યના દસ્તાવેજો લઈને નાસી છૂટ્યા હતા. ગભરાયેલા અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરે કોઈક રીતે નજીકના સર્વિસ રોડ પર પહોંચીને એક ગેરેજ માલિકને જગાડ્યો હતો અને તેના ફોનથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આ ગંભીર ઘટનાને પગલે આનંદનગર પોલીસે અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ લૂંટ અને ધાડનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તેમને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ચેતજો! રૂપિયા 2550 આપો અને 5 લાખની લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો | F…

ચેતજો! રૂપિયા 2550 આપો અને 5 લાખની લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો | F...

‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…

‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે', કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar...

કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા…

કર્ણાટકમાં સિદ્ધારમૈયા જ CM, દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, ‘માત્ર રાજ્યસભા ચૂંટણી પર થઈ ચર્ચા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર | Fatal accident in Patan and De…

પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર | Fatal accident in Patan and De…

1 year ago
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

5 months ago
જામનગરમાં પંચવટી સોસાયટીમાં એક જ ઘરમાં પરણેલી બે બહેનોનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો | fight between 2 …

જામનગરમાં પંચવટી સોસાયટીમાં એક જ ઘરમાં પરણેલી બે બહેનોનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો | fight between 2 …

9 months ago
VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી | …

VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી | …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News