gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in INDIA
0 0
0
Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

France School Scandal: જે દેશની સરકારી શિક્ષણ પ્રણાલી દુનિયાભરમાં ઉત્તમ ગણાય છે, એ જ દેશ આજે તેની સ્કૂલોમાં માસૂમ બાળકો સાથે થયેલા અન્યાયથી શરમ અનુભવી રહ્યો છે. ફ્રાન્સ અત્યારે ઇતિહાસના સૌથી મોટા બાળ દુર્વ્યવહાર (Child Abuse) કૌભાંડનો સામનો કરી રહ્યું છે. જ્યાં બાળકો કલરવ કરતા હોવા જોઈએ, તે નર્સરી અને પ્રાઈમરી સ્કૂલોમાં શારીરિક હિંસા, જાતીય શોષણ અને દુષ્કર્મ જેવા હૃદયદ્રાવક કિસ્સા સામે આવ્યા છે. આ કૌભાંડે ફ્રાન્સના સમાજ અને સિસ્ટમની ઊંઘ ઉડાવી દીધી છે.

શું છે સમગ્ર મામલો?

પેરિસ પોલીસ અને આ કૌભાંડના તપાસ અધિકારીઓ હાલમાં સ્કૂલ કર્મચારીઓ (સ્કૂલ મોનિટર્સ) દ્વારા બાળકો પર કરાયેલા દુર્વ્યવહારના 100થી વધુ આરોપોની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે. પેરિસના મુખ્ય સરકારી વકીલ લોરે બેકુઆઉના જણાવ્યાનુસાર, આ તપાસ કોઈ એકાદ સ્કૂલ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે 84 પ્રિ-સ્કૂલ, લગભગ 20 પ્રાઈમરી સ્કૂલ અને 10 જેટલા ડે-કેર સેન્ટરો સુધી ફેલાયેલી છે. આ તપાસમાં 3થી 4 વર્ષના માસૂમ બાળકો પર થયેલા કથિત દુષ્કર્મના કેસ પણ સામેલ છે.

કોણ હોય છે ‘સ્કૂલ મોનિટર’?

ફ્રાન્સમાં 3 વર્ષની ઉંમરથી નર્સરી શિક્ષણ ફરજિયાત છે. સ્કૂલ મોનિટર્સ એવા કર્મચારીઓ છે, જે લંચ બ્રેક, ક્લાસ દરમિયાન આરામનો સમય અને સ્કૂલ પછીની પ્રવૃત્તિઓ દરમિયાન બાળકોની સંભાળ રાખે છે. ઘણીવાર તેઓ શિક્ષકો કરતાં પણ વધુ સમય બાળકો સાથે વીતાવે છે. પરંતુ, તેઓ સીધા શિક્ષણ મંત્રાલય હેઠળ નથી આવતા, તેમની ભરતી સ્થાનિક સિટી હૉલ દ્વારા કોઈ ખાસ વ્યવસાયિક તાલીમ કે ડિપ્લોમા વગર, કલાક આધારિત વેતન નક્કી કરીને કરાય છે. આ નબળી ભરતી પ્રક્રિયા જ આ મોટા ગુનાઓનું મુખ્ય કારણ બની છે.

આ પણ વાંચો : એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તારણો

અત્યાચારની ભયાનક કહાનીઓ

માતા-પિતા દ્વારા નોંધાવાયેલી ફરિયાદોમાં માસૂમો પર આ ત્રાસ ગુજારાતો. 

  • બાળકો પર જોર જોરથી ઘાંટા પાડીને ગુસ્સો કરવો.
  • બાળકોને ધક્કા મારીને ગભરાવી દેવા. 
  • બાળકોના વાળ ખેંચીને ચૂપ કરી દેવા.
  • તેમને ભોજન ના કરવા દેવું અથવા ઉલટી થાય ત્યાં સુધી ખવડાવવું.
  • ગંભીર જાતીય હુમલા કરવા અને દુષ્કર્મ ગુજારવા.

મોનિટર દ્વારા 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ

એક ચોંકાવનારા કિસ્સામાં પશ્ચિમ પેરિસની એક શાળામાં 3 વર્ષની બાળકી પર મોનિટર દ્વારા દુષ્કર્મ કરાયો હતો. એ જ મોનિટરે બીજા એક 3 વર્ષના બાળકને પણ શિકાર બનાવ્યો હતો. આ મોનિટર સામે અગાઉ હિંસક વર્તનની ફરિયાદો થવા છતાં તેને સજા કરવાને બદલે માત્ર બીજી સ્કૂલમાં બદલી કરી દેવાઈ, જેથી તેને નવો ગુનો કરવાનો મોકો મળ્યો. વકીલોના જણાવ્યાનુસાર, આ માનસિક આઘાતને કારણે બાળકો શારીરિક અને માનસિક રીતે પીડાઈ રહ્યા છે.

‘સિસ્ટમ’ની નિષ્ફળતા અને સરકારી પગલાં

ભોગ બનેલા પરિવારોના વકીલો અને કાર્યકરો આ સ્થિતિને ‘રાષ્ટ્રીય આપત્તિ’ ગણાવી રહ્યા છે. પેરિસના નવા ડેપ્યુટી મેયર ઇમેન્યુઅલ ગ્રેગોઇરે સ્વીકાર્યું છે કે આ ઘટનાઓને માત્ર છૂટાછવાયા કિસ્સા ગણવા એ વહીવટી તંત્રની મોટી ભૂલ હતી, વાસ્તવમાં આ સિસ્ટમેટિક ફેઇલ્યોર છે. આ ખામીને સુધારવા માટે સરકારે નીચે મુજબના પગલાં લીધા છે.

– સિસ્ટમ સુધારવા માટે 20 મિલિયન યુરો(લગભગ 221 કરોડ રૂપિયા)ની મોટી યોજના શરૂ કરાઈ છે.

– આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે પેરિસ સિટી હોલે 78 સ્કૂલ મોનિટર્સને સસ્પેન્ડ કર્યા છે, જેમાં 31 કર્મચારીઓ જાતીય શોષણના શંકાસ્પદ છે.

– આ મુદ્દે જૂનમાં પોતાનો અહેવાલ રજૂ કરવા માટે એક વિશેષ નાગરિક સભાની પણ રચના કરાઈ છે.

ન્યાય માટે માતા-પિતાની લાંબી લડત

લાંબા સમયથી સિસ્ટમ સામે લડી રહેલા માતા-પિતાના સંગઠનો જેવા કે ‘SOS Pariscolaire’ અને ‘#MeTooEcole’નું કહેવું છે કે તેઓ વર્ષોથી આ અંગે અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા તેમની વાતોને દબાવી દેવાતી હતી. સંગઠનના પ્રતિનિધિઓનું કહેવું છે કે, ‘ફ્રેન્ચ સમાજ હવે એ સત્ય સ્વીકારી રહ્યો છે કે સ્કૂલો પવિત્ર અને સુરક્ષિત નથી રહી.’ 

આજે પણ માતા-પિતાએ તેમના બાળકોની સંભાળ રાખતા મોનિટરોના નામ અને ફોટા જેવી પ્રાથમિક માહિતી મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે.

બાળકોના સુરક્ષિત ભવિષ્યની ગેરંટી મળશે?

ફ્રાન્સમાં શરૂ થયેલી આ ન્યાયિક તપાસ એ વાતનો પુરાવો છે કે હવે માસૂમોના અવાજને ગંભીરતાથી લેવાઈ રહ્યો છે. પરંતુ, જ્યાં સુધી ભરતી પ્રક્રિયામાં કડક નિયમો, કર્મચારીઓનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અને શાળાઓમાં કડક દેખરેખ રાખવામાં નહીં આવે, ત્યાં સુધી બાળકોની સુરક્ષિત ભવિષ્યની ગેરંટી આપી શકાય તેમ નથી. શાળાઓ ખરેખર બાળકો માટે ‘અભયારણ્ય’ બને તે માટે ફ્રાન્સની સરકારે યુદ્ધના ધોરણે કામ કરવું પડશે.

આ પણ વાંચો : ‘શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસોની નોકરીઓનો ભોગ લેશે?’ જાણો OpenAIના સીઈઓનો જવાબ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | ...

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક…

સિદ્ધારમૈયા CM પદ છોડે તો કોંગ્રેસની 2 મોટી ઓફર, શિવકુમારને સોંપાશે કમાન, દિલ્હીમાં બેઠક બાદ નવી અટક...

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

અમદાવાદ: 'ભુવાજી તકલીફ દૂર કરશે', કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાની જતન ચિલ્ડ્રન હોસ્પિટલમાં 82 દિવસની સારવાર બાદ નવજાત બાળકનું મોત | Newborn dies after 82 days…

ધોળકાની જતન ચિલ્ડ્રન હોસ્પિટલમાં 82 દિવસની સારવાર બાદ નવજાત બાળકનું મોત | Newborn dies after 82 days…

6 months ago
કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ | Know the story of Ked…

કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઇતિહાસ | Know the story of Ked…

1 year ago
મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ | pm modi s…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ | pm modi s…

4 months ago
ગત નાણાં વર્ષમાં કરન્સી ઈન સરક્યુલેશનમાં 6 ટકા અને ઇ-રૂપી વ્યવહારો 334 ટકા વધ્યા | Currency in circu…

ગત નાણાં વર્ષમાં કરન્સી ઈન સરક્યુલેશનમાં 6 ટકા અને ઇ-રૂપી વ્યવહારો 334 ટકા વધ્યા | Currency in circu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News