સાંપ્રત પ્રવાહોમાં માનવ શાશ્વત સુખ ની ઈચ્છા રાખતો હોય છે જે પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ આધ્યાત્મિક માર્ગ અને સાચી સમજણમાં રહેલું છે,
દરેક વ્યક્તિને સુખી થવું છે એના માટે દિવસ રાત મહેનત કરે છે પણ એના જીવનમાં સુખની સાચી દિશા ના અભાવના કારણે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ અને સદગુરુવર્ય સંત પૂજ્ય ડોક્ટર સ્વામી (સાધુ સ્વયંપ્રકાશદાસ સ્વામી ) ના માર્ગદર્શન થી દેશ અને વિદેશમાં અનેક લોકોએ સાચી દિશા પ્રાપ્ત કરી છે અને આજે સુખી જીવન જીવી રહ્યા છે
પૂજ્ય ડોક્ટર સ્વામી હાલ મહુવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પધાર્યા છે, તે દરમિયાન આપણને સર્વને તેમના પ્રેરણાદાયક તથા માર્ગદર્શક આશીર્વાદ પ્રવચનનો લાભ પ્રાપ્ત થનાર છે.
પૂજ્ય ડોક્ટર સ્વામી (MBBS) 1961 માં પૂજ્ય યોગીજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને સાધુતા અને ત્યાગાશ્રમ માં શિસ્ત અને તપસ્વીપણાના ગુણોની આદર્શ રીત તેમની જીવન વર્તન દ્વારા દાર્શનિક થાય છે.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના રવિસભાના સભાગૃહમાં સાચા સુખની પ્રાપ્તિ માટેની
“સુખી જીવનની જડીબુટ્ટી”
વિષયક પ્રેરણા પ્રવચનનો લાભ પ્રાપ્ત થનાર હોય સમગ્ર મહુવા શહેરના ધર્મપ્રેમી તથા સત્સંગી બંધુઓને આ સભામાં આવવા માટેનું હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે.
આગામી રવિવાર , તારીખ: 31/05/2026 ના રોજ સાંજના 05:30 કલાકે…










