gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Distribution Dispute in Dahod: દાહોદના સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા થતા એલપીજી સિલિન્ડરના વિતરણને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી અવારનવાર ગ્રાહકો અને એજન્સી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાતા રહે છે. આવી જ એક ઘટનામાં આજે (30મી મે) ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક આવતા જ બોટલ મેળવવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેમાં ગ્રાહકો અને વિતરણ કરનારાઓ વચ્ચે ભારે ઘર્ષણ અને હોબાળો થયો હતો. માહોલ વધુ ગરમાતાં થોડા સમય માટે સિલિન્ડરનું વિતરણ પણ અટકાવી દેવાની ફરજ પડી હતી.

મામલતદારની હાજરીમાં પણ પડાપડી થતાં મામલો બિચક્યો

મળતી માહિતી અનુસાર, સંજેલી ગેસ એજન્સીના ગોડાઉન પર સંજેલી મામલતદારની હાજરીમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ગેસ સિલિન્ડર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સાથે સંજેલીના લોકો માટે એજન્સી તરફથી બીજા એક વાહનમાં ગેસના સિલિન્ડર ભરીને કર્મચારીઓને વિતરણ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે, લાંબા સમયથી ગેસ સિલિન્ડર ન મળ્યા હોવાથી હેરાન-પરેશાન થઈ રહેલા સ્થાનિક ગ્રાહકો વાહન આવતા જ તેના પર તૂટી પડ્યા હતા. ‘મને પહેલા આપો, મને પહેલા આપો’ની બૂમાબૂમ સાથે ગ્રાહકો અને વિતરણ કરનારાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતાં અફરાતફરી મચી ગઈ હતી.

આ પણ વાંચો: ‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!

ગ્રાહકોની ગંભીર આક્ષેપ 

લાંબા સમયથી એલપીજી ગેસ સિલિન્ડર ન મળવાના કારણે ગ્રાહકોમાં એજન્સી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક ગ્રાહકોએ આક્ષેપ કર્યો છે કે બબ્બે, ત્રણ-ત્રણ મહિનાથી તેમની ગેસ સપ્લાયની ચોપડી અને ખાલી બોટલો એજન્સીમાં જમા કરાવી દેવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી તેમને ભરેલો સિલિન્ડર આપવામાં આવ્યો નથી. ગ્રાહકોને વારંવાર એજન્સીના ધક્કા ખાવા પડી રહ્યા છે.

સ્થાનિક ગ્રાહક રમેશ મહારાજે પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ‘મારી ચોપડી અને ખાલી બોટલ અંદાજે બે-ત્રણ મહિનાથી એજન્સીમાં જમા છે. બે મહિના વીતી ગયા છતાં હજુ સુધી ગેસ સિલિન્ડર મળ્યો નથી અને અવારનવાર ધક્કા ખાવા પડે છે. જો એજન્સી બોટલ સપ્લાય ન કરી શકતી હોય તો અમને અમારી ખાલી બોટલ પરત આપી દે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે.’

ગાળા ગાળી થતાં ઘર્ષણ વધ્યું

આ સમગ્ર હોબાળા અંગે સંજેલી ઈન્ડિયન ગેસ એજન્સીના મેનેજર મુક્જમીન ભાઈએ જણાવ્યું હતું કે, ‘એજન્સી દ્વારા ગેસના સિલિન્ડર ભરીને વિતરણ કરવા માટે સંજેલીમાં ટ્રક મોકલવામાં આવી હતી. ત્યાં કેટલાક ગ્રાહકો દ્વારા ભારે પડાપડી કરવામાં આવી હતી. વહેલા બોટલ મેળવવાની લ્હાયમાં બૂમાબૂમ સાથે ગાળા ગાળી થતા જ ઘર્ષણ વધ્યું હતું. જોકે, બાદમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.’

અવારનવાર થતા આ ઘર્ષણને કારણે એક તરફ ગ્રાહકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે, તો બીજી તરફ એજન્સીના સંચાલકો માટે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર આ બાબતે કાયમી ઉકેલ લાવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટાઉદેપુર: કવાંટ-નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટ સામે 24 ગામોનો વિરોધ, સર્વે કરવા આવેલા અધિકારીઓને ભગાડ…
GUJARAT

છોટાઉદેપુર: કવાંટ-નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટ સામે 24 ગામોનો વિરોધ, સર્વે કરવા આવેલા અધિકારીઓને ભગાડ…

May 30, 2026
અમદાવાદના ખોખરામાં શિવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રમતોત્સવનું આયોજન: બાળકો અને યુવાનોમાં અદભુ…
GUJARAT

અમદાવાદના ખોખરામાં શિવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રમતોત્સવનું આયોજન: બાળકો અને યુવાનોમાં અદભુ…

May 30, 2026
આખરે લોકશાહી ઢબે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી પૂર્ણ, કોંગ્રેસે મારી બાજી | Deod…
GUJARAT

આખરે લોકશાહી ઢબે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી પૂર્ણ, કોંગ્રેસે મારી બાજી | Deod…

May 30, 2026
Next Post
VIDEO : રાબડી દેવીના સરકારી બંગલામાં અધિકારીઓ-પોલીસની એન્ટ્રી, ભારે પોલીસદળ તહેનાત | Video: Police E…

VIDEO : રાબડી દેવીના સરકારી બંગલામાં અધિકારીઓ-પોલીસની એન્ટ્રી, ભારે પોલીસદળ તહેનાત | Video: Police E...

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r...

VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો… કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો …

VIDEO : મમતાના ભત્રીજા અભિષેક બેનરજી પર હુમલો... કપડા ફાડ્યા, પત્થર ફેંક્યા, હેલમેટ પહેરીને બચાવ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડી તાલુકામાં જુગારના બે દરોડામાં 15 જુગારી ઝડપાયા

લીંબડી તાલુકામાં જુગારના બે દરોડામાં 15 જુગારી ઝડપાયા

10 months ago
ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગની વિચારણા | Consideration of mandatory hallmarkin…

ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગની વિચારણા | Consideration of mandatory hallmarkin…

5 months ago
અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C…

અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C…

6 months ago
યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન

યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News