gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in INDIA
0 0
0
MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Yash Gupta Bank Loan Fraud 2026: મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના ખીલચીપુરથી એક એવો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે, જેણે સંબંધોની મર્યાદા, સરકારી તંત્રની સતર્કતા અને બેંકિંગ સુરક્ષા વ્યવસ્થા ત્રણેય પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. અહીં એક કળિયુગી દીકરાએ પૈસાની લાલચમાં પોતાના જીવતા પિતાને સરકારી કાગળોમાં મૃત જાહેર કરી દીધા એટલું જ નહીં, પરંતુ જ્યારે બેંકની લોન ચૂકવવામાં મુશ્કેલી પડી ત્યારે તેણે પોતાની જ મોતનું નાટક રચીને બેંકને પણ ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો હતો.

રોજની માથાકૂટથી કંટાળી પિતાએ ઘર છોડ્યું

ખીલચીપુરમાં પ્રતિષ્ઠિત લોકોના એકાઉન્ટ મેન્ટેન કરવાનું કામ કરતા પીડિત પિતા દિનેશ ગુપ્તાએ રડમસ અવાજે આ દર્દનાક કહાની જણાવી હતી. તેમણે જણાવ્યું કે વર્ષ 2020માં ઘરના રોજ-રોજના ઝઘડાથી પરેશાન થઈને તેઓ ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા. પરંતુ 14 એપ્રિલ 2026ના રોજ એક પરિચિતના ફોન કોલ બાદ જ્યારે તેઓ 18 મે 2026ના રોજ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (AU Small Finance Bank) પહોંચ્યા ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. બેંકના રેકોર્ડમાં દિનેશ ગુપ્તાના નામની આગળ સ્વર્ગસ્થ લખેલું હતું. જીવતાજાગતા વ્યક્તિને પોતાની સામે ઉભેલા જોઈને બેંકના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારની નકલી રસીદ બનાવી! 2 - image

અન્યની મિલકત પોતાની બતાવી, નકલી સિક્કા મારી 20 લાખ રૂપિયાની લોન લીધી

તપાસમાં બહાર આવ્યું કે આરોપી પુત્ર યશ ગુપ્તાએ લોન લેવા માટે એક દરજીનું મકાન અને ઇન્દોરના એક વ્યક્તિની દુકાનને દસ્તાવેજોમાં પોતાની પ્રોપર્ટી ગણાવી દીધી હતી. યશે નગર પરિષદના નકલી દસ્તાવેજો, નકલી સીલ અને નકલી સહીઓ તૈયાર કરી હતી. પહેલા પ્રોપર્ટી પિતાના નામે બતાવી, પછી તેમને મૃત જાહેર કરી મિલકત પોતાની અને માતા બબીતા ગુપ્તાના નામે ટ્રાન્સફર કરાવી લીધી અને તેના આધારે 31 ઓગસ્ટ 2024ના રોજ 20 લાખ રૂપિયાની લોન પાસ કરાવી લીધી. આ સિવાય તેણે બેંક ઓફ ઇન્ડિયા (BOI) ની ઢબલી શાખામાંથી પણ બેકરીના નામે 5 લાખ રૂપિયાની લોન લીધી હતી. બંને બેંકોની લોન મળીને કુલ 25 લાખ રૂપિયાનું દેવું કરીને તે ડિફોલ્ટર બની ગયો હતો.

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારની નકલી રસીદ બનાવી! 3 - image

આ પણ વાંચો : શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં

બેંકથી બચવા સ્મશાન ઘાટની નકલી રસીદ બનાવી!

જ્યારે લોનની ન ભરાયેલી કીસ્તોના કારણે બેંકની નોટિસ આવવા લાગી, ત્યારે આરોપી યશ ગુપ્તાએ એક નવો અને ખતરનાક પ્લાન ઘડ્યો. તેણે બ્યાવરા મુક્તિધામમાંથી પોતાના જ નામની અંતિમ સંસ્કારની નકલી રસીદ તૈયાર કરાવી, જેમાં મોતની તારીખ 20 માર્ચ 2026 નોંધેલી હતી. જો કે, સ્મશાન ઘાટના કર્મચારી ભૂપેન્દ્ર કુમાર મિસ્ત્રીએ ખુલાસો કર્યો કે તેમના રેકોર્ડમાં હજુ 374 નંબર સુધીની જ રસીદો કપાઈ છે, જ્યારે યશ પાસે 400 નંબરની નકલી રસીદ હતી. જ્યારે યશને ખબર પડી કે તેના પિતા જીવતા બેંક પહોંચી ગયા છે અને તપાસ શરૂ થઈ છે, ત્યારે તેણે પોતાનો આ પ્લાન કેન્સલ કર્યો હતો. પીડિત પિતાના જણાવ્યા મુજબ, આરોપી પુત્ર પાસે અલગ-અલગ સરનામા વાળા બે ઓળખકાર્ડ પણ છે.

પોલીસ અને નગર પરિષદ એક્શન મોડમાં

ખીલચીપુર નગર પરિષદના સીએમઓ (CMO) દેવ નારાયણ ડાંગીએ આ તમામ દસ્તાવેજોને નકલી ગણાવ્યા છે અને આરોપી વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધાવીને નામકરણ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ખીલચીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી કમલ સિંહ ગેહલોતે જણાવ્યું કે નગર પરિષદ અને પીડિત પિતા બંનેની ફરિયાદના આધારે નકલી દસ્તાવેજો અને બેંક લોનની તપાસ કરવામાં આવી રહી છે અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…
INDIA

ડી.કે.શિવકુમારનું CM બનવાનું નક્કી : સિદ્ધારમૈયાના પ્રસ્તાવ પર મહોર, 3 જૂને શપથ ગ્રહણ | DK Shivakuma…

May 30, 2026
‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…
INDIA

‘શાસકો હત્યારા બન્યા’ ભત્રીજા પર હુમલો થતા મમતા બેનરજી ભડક્યા, કોંગ્રેસ-સપા આવ્યા સમર્થનમાં | Attack…

May 30, 2026
દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …
INDIA

દિલ્હીના મહરોલીમાં મોટી દુર્ઘટના, પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા | south …

May 30, 2026
Next Post
ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio…

ગરમીથી બચવા હિમાચલ કે ઉત્તરાખંડ જતા હોવ તો સાવધાન, મોટી મુસીબતમાં ફસાઈ જશો | summer rush hill statio...

‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ…

'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના પત્રકાર રવિ નાયર સામે અમદાવાદમાં ફરિયાદ, અદાણી ગ્રુપમાં LICના રોકાણનો ખોટો રિપ...

ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ, પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો | Panchm…

ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ગુડ ન્યૂઝ, પંચામૃત ડેરીએ પ્રતિ કિલો ફેટે દૂધનો ખરીદ ભાવ વધાર્યો | Panchm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga…

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga…

3 months ago
બાજવા-ગોરવાનો મંજુર રસ્તે કપચી-રોડા નાખી દઈ શરૂ કરેલી કામગીરી બંધ થતા વિરોધ | Protest over work star…

બાજવા-ગોરવાનો મંજુર રસ્તે કપચી-રોડા નાખી દઈ શરૂ કરેલી કામગીરી બંધ થતા વિરોધ | Protest over work star…

6 months ago
પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર | Jignesh Me…

પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર | Jignesh Me…

9 months ago
નર્મદામાં PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારી મહિલાઓને ઢોર માર, 4 સામે ફરિયાદ | Narmada: M…

નર્મદામાં PM આવાસ યોજનામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરનારી મહિલાઓને ઢોર માર, 4 સામે ફરિયાદ | Narmada: M…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News