gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Polic…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Polic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Raid : જામનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા હાથ ધરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીઓ દરમિયાન એકથી વધુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિકાસગુહ રોડ વિસ્તારમાંથી દારૂની 10 બોટલ સાથે એક ઝડપાયો

જામનગર શહેરના વિકાસગુહ રોડ વિસ્તારમાં ન્યુ પટેલ ફરસાણ પાસે સર્વેલન્સ સ્કોડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પીનાકીનભાઈ મુકુન્દરાય ભટ્ટને ભારતીય બનાવટના વિદેશી દારૂની 10 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે અંદાજે રૂ.12,000ના દારૂનો જથ્થો કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ગુનામાં અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

શંકરટેકરી વિસ્તારમાંથી દારૂનો જથ્થો અને મોટરસાયકલ કબજે

સીટી “સી” ડિવિઝન પોલીસ અને સર્વેલન્સ સ્ક્વોર્ડ એ શંકરટેકરી સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં દરોડો પાડી જીતેન્દ્રભાઈ ઉર્ફે પિન્ટુ બાઠીયાને ઝડપી પાડ્યો હતો. તેના રહેણાંક મકાન તેમજ મોટરસાયકલની ડેકીમાંથી કુલ 48 ચપટા ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા હતા. પોલીસે રૂ.14,400ના દારૂ ઉપરાંત રૂ.30,000 કિંમતની મોટરસાયકલ સહિત કુલ રૂ.44,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જામજોધપુરમાં વનકુટીર નજીક દારૂ સાથે યુવાન ઝડપાયો

જામજોધપુર પોલીસ દ્વારા વસંતપુર ગામ નજીક વનકુટીર પાસે વાહન ચેકિંગ દરમિયાન ભગવાનજીભાઈ બોઘાભાઈ સુરેલાને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી પાસેથી દારૂની બોટલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખંભાળીડા ગામમાં રહેણાંક મકાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો

પંચકોશી “એ” ડિવિઝન પોલીસ દ્વારા ખંભાળીડા ગામના નાનાવાસ વિસ્તારમાં દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના ચપટા કબજે કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી મહાવીરસિંહ ઓઘુભા જાડેજા ફરાર હોવાનું જણાતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.

જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને આવા ગુનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
Next Post
જામનગર પંથકમાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર 4 શખ્સો ઝડપાયા: જાહેરમાં છરી સાથે ફરી રહેલા ઇસમો સામ…

જામનગર પંથકમાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર 4 શખ્સો ઝડપાયા: જાહેરમાં છરી સાથે ફરી રહેલા ઇસમો સામ...

જામનગર પંથકમાં અકસ્માતના અલગ-અલગ બે બનાવોમાં એક કિશોરનું મોત : ટ્રક અકસ્માતમાં ચાલક ઇજાગ્રસ્ત | A te…

જામનગર પંથકમાં અકસ્માતના અલગ-અલગ બે બનાવોમાં એક કિશોરનું મોત : ટ્રક અકસ્માતમાં ચાલક ઇજાગ્રસ્ત | A te...

છોટા ઉદેપુર: રોડધા ગામેથી દેશી તમંચા સાથે એક શખસની ધરપકડ, ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશનું કનેક્શ…

છોટા ઉદેપુર: રોડધા ગામેથી દેશી તમંચા સાથે એક શખસની ધરપકડ, ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશનું કનેક્શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં | Delhi Chokes as AQI Cross…

દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં | Delhi Chokes as AQI Cross…

9 months ago
ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડ કરીને બ્લેકમેઇલ કરતો આરોપી ઝડપાયો | ahmedabad cyber crime nabbed…

ન્યૂડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડ કરીને બ્લેકમેઇલ કરતો આરોપી ઝડપાયો | ahmedabad cyber crime nabbed…

2 months ago
જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રના કરૂણ મોત | mangrol junagadh building collapse…

જૂનાગઢના માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, દાદા-પૌત્રના કરૂણ મોત | mangrol junagadh building collapse…

11 months ago
ટેરિફ વોરને કારણે રિઝર્વ બેન્ક ફુગાવા કરતા આર્થિક વિકાસ બાબતે વધુ ચિંતીત | Reserve Bank more concern…

ટેરિફ વોરને કારણે રિઝર્વ બેન્ક ફુગાવા કરતા આર્થિક વિકાસ બાબતે વધુ ચિંતીત | Reserve Bank more concern…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News