gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની ‘વાઈરસ’વાળી પોસ્ટે પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gir Forest Lion Deaths: ગીરના જંગલોમાં સિંહોમાં ફેલાયેલા કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ (CDV) અને ‘બબેસિઓસિસ’ (Babesiosis) જેવા જીવલેણ રોગોના કારણે થયેલા મોતના મામલે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ મામલે વનમંત્રી અર્જુન મોઢવાડિયાના દાવા અને ખુદ વન વિભાગના ઉચ્ચ અધિકારીની સોશિયલ મીડિયા પોસ્ટ વચ્ચે મોટો વિરોધાભાસ સામે આવતાં સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. વનમંત્રી એકતરફ વાઈરસ ન હોવાની વાત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વન અધિકારીની એક પોસ્ટે વન વિભાગની પોલ ખોલી નાખી છે.

વનમંત્રીનો દાવો: પરિસ્થિતિ અંકુશમાં, 17માંથી 12 સિંહો મુક્ત

વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સિંહોના મોત અંગે પ્રતિક્રિયા આપતા સ્વીકાર્યું હતું કે ટૂંકા ગાળામાં 8 જેટલા સિંહબાળોના મોત થવા તે ચિંતાનો વિષય હતો. જોકે, તેમણે દાવો કર્યો કે, ‘અગાઉના સિંહોમાં ચિંતા કરી શકાય તેવો એકપણ પ્રકારનો વાઈરસ જોવા મળ્યો નથી.’

બીમાર સિંહો અંગે અર્જુન મોઢવાડિયાએ જમાવ્યું હતું કે, ‘ગંભીર હાલતમાં મળેલા 17 જેટલા બીમાર સિંહોને ક્વોરેન્ટાઇન કરીને સઘન સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 12 સિંહો સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને ફરી જંગલમાં મુક્ત કરાયા છે, જ્યારે બાકીના 5 સિંહો હજુ ઓબ્ઝર્વેશન હેઠળ છે. આ ઉપરાંત, આખો વિસ્તાર જંતુમુક્ત કરવા 600 જેટલા સિંહોનું ડીવોર્મિંગ પણ કરાયું છે અને છેલ્લા કેટલાક દિવસોમાં બીમારીથી કોઈ મોત થયું નથી.’

ગર્ભવતી સિંહણના મોતનું રહસ્ય અને ફોરેસ્ટરની બદલી

ગીર પૂર્વના લુવારીયા વિસ્તારમાં તાજેતરમાં જ એક ગર્ભવતી સિંહણનું મોત નીપજ્યું હતું. વનમંત્રીના જણાવ્યાનુસાર, સિંહણના શરીરમાંથી કોઈ વાઈરસ મળ્યા નથી અને તેનું મોત પ્રેગ્નન્સીના અન્ય કોઈ કોમ્પ્લિકેશનના કારણે થયું હોવાની સંભાવના છે. જોકે, સવાલ ત્યાં ઊભો થાય છે કે જો સિંહણનું મોત માત્ર શારીરિક કોમ્પ્લિકેશનના કારણે જ થયું હતું, તો પછી ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ સ્થાનિક ફોરેસ્ટરની તાત્કાલિક અસરથી પાલીતાણા રેપિડ ફોર્સ ખાતે બદલી કેમ કરી દેવાઈ? આ આકરી કાર્યવાહી પાછળનું સાચું કારણ વનમંત્રી તરફથી હજુ અસ્પષ્ટ છે.

ગીરમાં સિંહોના મોત પર વન વિભાગમાં જ ડખો: મંત્રીનો વાઈરસ ન હોવાનો દાવો, પણ DCFની 'વાઈરસ'વાળી પોસ્ટે પોલ ખોલી! 2 - image

DCF વિકાસ યાદવની ફેસબુક પોસ્ટે ભાંડો ફોડ્યો!

સિંહોના મોતના આ વિવાદ વચ્ચે ધારી ગીર પૂર્વના વન અધિકારી (DCF) વિકાસ યાદવના સત્તાવાર ફેસબુક પેજ પરથી કરવામાં આવેલી એક પોસ્ટથી મોટો ખળભળાટ મચી ગયો છે. આ સત્તાવાર પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘ગીરમાં વાઈરસ બાદ સિંહ પરિવારના દર્શન, ખાપટ ગામ નજીક તંદુરસ્ત પાંચ સિંહ આરામ ફરમાવતા જોવા મળ્યા, વન વિભાગે લીધો રાહતનો શ્વાસ.’ 

એક તરફ સરકાર સિંહોના મોત પાછળ વાઈરસ હોવાનો ઇનકાર કરે છે, ત્યારે જવાબદાર DCFની પોસ્ટમાં જ ‘વાઈરસ બાદ સિંહ પરિવારના દર્શન’ તેવો ખુલ્લો સ્વીકાર કરવામાં આવતા વન વિભાગ બેકફૂટ પર આવી ગયું છે.

નિવૃત્ત જજ જયદેવ ધાધલની એન્ટ્રી અને વિવાદ

આ વિવાદે ત્યારે વધુ પકડ પકડી જ્યારે પર્યાવરણ નિષ્ણાંત અને જાણીતા સિંહપ્રેમી નિવૃત જજ જયદેવ ધાધલે આ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને આકરી પ્રતિક્રિયા આપી. તેમણે લખ્યું કે, ‘મતલબ કે ગીરમાં ‘વાઈરસ’ તો હતો જ… આપણે સૌ જાણીએ જ છીએ કે બેબેસિયા એ વાઈરસ નથી.’

નિવૃત જજની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. વિવાદ એટલો વકર્યો કે આખરે DCF વિકાસ યાદવે પોતાની એ ફેસબુક પોસ્ટ તાત્કાલિક ડિલીટ કરવી પડી હતી (અથવા દબાણ હેઠળ ડિલીટ કરાવી દેવાઈ હતી).

રિપોર્ટ હજુ ગુપ્ત, પણ તંત્રની આડોડાઈ ખુલ્લી પડી

ઉલ્લેખનીય છે કે હજુ સુધી રાજ્ય સરકાર કે વન વિભાગે સિંહોના મોતના ચોક્કસ કારણો કે લેબોરેટરી રિપોર્ટ જાહેર કર્યા નથી. વનમંત્રી વાઈરસની વાત નકારતા રહ્યા, સ્થાનિક ફોરેસ્ટરની બદલી કરી દેવાઈ, અને હવે ઉચ્ચ અધિકારીએ ભૂલથી સોશિયલ મીડિયા પર સાચી વિગત પોસ્ટ કરીને ડિલીટ કરી નાખી. આ તમામ ઘટનાક્રમ સાબિત કરે છે કે ગીરમાં સિંહોના મોત પાછળ કંઈક એવું રહસ્ય ચોક્કસ છે જેને વન વિભાગ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…
GUJARAT

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

June 6, 2026
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…
GUJARAT

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

June 6, 2026
અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…
GUJARAT

અમરેલી: સાવરકુંડલામાં પ્રિ-મોન્સુન કામગીરી માત્ર કાગળ પર!, નાળા-વોકળામાં ઝાડી ઝાંખરાનું સામ્રાજ્ય યથ…

June 6, 2026
Next Post
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch...

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ...

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં રૂ.107000નો નવો રેકોર્ડ: સોનામાં આગેકૂચ: ક્રૂડતેલમાં સુધારો

ચાંદીમાં રૂ.107000નો નવો રેકોર્ડ: સોનામાં આગેકૂચ: ક્રૂડતેલમાં સુધારો

12 months ago
હિમાચલમાં મેઘરાજાનું તાંડવ: બસ સ્ટેન્ડ ડૂબ્યું, બસો તણાઈ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી | himachal prad…

હિમાચલમાં મેઘરાજાનું તાંડવ: બસ સ્ટેન્ડ ડૂબ્યું, બસો તણાઈ, મંડીમાં વાદળ ફાટતાં તારાજી | himachal prad…

9 months ago
‘કોને પૂછીને ખાનગી જમીનો પર રસ્તા બનાવ્યા?’: સુરતની પંચાયતોને હાઈકોર્ટની ફટકાર, 2013થી ભાડું ચૂકવવા …

‘કોને પૂછીને ખાનગી જમીનો પર રસ્તા બનાવ્યા?’: સુરતની પંચાયતોને હાઈકોર્ટની ફટકાર, 2013થી ભાડું ચૂકવવા …

2 months ago
જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરિત ઓવરબ્રિજ પર ગઈકાલે રાત્રે ટ્રાફિક જામ થઈ જતા તંત્રનો જીવ તાળવે …

જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરિત ઓવરબ્રિજ પર ગઈકાલે રાત્રે ટ્રાફિક જામ થઈ જતા તંત્રનો જીવ તાળવે …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News