gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મમતા દિલ્હી પહોંચ્યા અને એકસાથે 20 સાંસદો ગુમ! તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણની શક્યતા! | mamata ba…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in INDIA
0 0
0
મમતા દિલ્હી પહોંચ્યા અને એકસાથે 20 સાંસદો ગુમ! તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણની શક્યતા! | mamata ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

20 TMC MP Missing: તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી અને તેમના ભત્રીજા તેમજ સાંસદ અભિષેક બેનરજીને સોમવારે મોટો ઝટકો લાગે તેવી શક્યતા છે. રાજધાની દિલ્હીથી તૃણમૂલ કોંગ્રેસના 20 સાંસદો ગાયબ થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ તમામ સાંસદોને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાક્રમને પગલે ટીએમસીના સંસદીય દળમાં મોટું ભંગાણ પડે તેવી અટકળો તેજ થઈ ગઈ છે. આ સૌની વચ્ચે એવા અહેવાલ છે કે આ 20માંથી 14 સાંસદો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસે બેઠક કરી રહ્યા છે. 

એક અહેવાલ પ્રમાણે TMCના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોને દિલ્હીમાં જ કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યની માહિતી સામે આવી હતી જેમાંથી 14 સાંસદો કેન્દ્રીય મંત્રીના ઘરે પહોંચ્યા હતા. હાલમાં બંગાળના સીએમ શુભેન્દુ અધિકારી પણ દિલ્હીમાં હોવાથી મમતાની પાર્ટી વધુ એક મોટી તોડફોડ થવાની વાતે જોર પકડ્યું છે.. જોકે, પાર્ટી નેતાઓ દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું. ખાસ વાત એ છે કે, આ તાજેતરનો ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે પાર્ટીના સુપ્રીમો મમતા બેનરજી અને અભિષેક બેનરજી બંને જ દિલ્હીમાં હાજર છે અને વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A.’ની બેઠકમાં સામેલ થઈ રહ્યા છે.  

રાજીનામું કે ભંગાણ?

હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ 20 સાંસદોમાં કોનો-કોનો સમાવેશ થાય છે. અહેવાલમાં સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે, આ સાંસદો બે વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. જેમાં પ્રથમ વિકલ્પ લોકસભા સ્પીકરને પત્ર મોકલીને સંસદમાં એક અલગ જૂથ તરીકે માન્યતા આપવા વિનંતી કરવી અથવા તો રાજીનામું આપવાનો છે. કહેવામાં તો એવું પણ આવી રહ્યું છે કે, જો આ સાંસદો દ્વારા અલગ જૂથની માગ કરવામાં આવશે, તો તેઓ સંસદમાં નેતા તરીકે અભિષેક બેનરજીનો સ્વીકાર નહીં કરે.   

એક સાંસદે છોડી દીધો સાથ

સોમવારે જ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રેએ TMC અને ગૃહ બંનેમાંથી રાજીનામું આપી દીધું છે. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટીની ખૂબ પ્રશંસા કરી હતી. સુખેન્દુ શેખર રેએ પશ્ચિમ બંગાળમાં TMCના 15 વર્ષના શાસન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચાર, મહિલાઓ પર અત્યાચાર, કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ તેમજ નબળી આરોગ્ય અને શિક્ષણ પ્રણાલી સહિતના અનેક ગંભીર આરોપો લગાવ્યા છે.  

સંસદમાં પાર્ટીનો સૌથી મુખર અને બુલંદ અવાજ ગણાતા વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખર રેએ રાજ્યસભાના સભાપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું અને આ સાથે જ તેમણે મમતા બેનરજીના નેતૃત્વવાળી પાર્ટી છોડવાનું એલાન કર્યું. પોતાના રાજીનામા પત્રમાં રેએ સ્પષ્ટપણે જણાવ્યું કે, હું પોતાની સંસદ સભ્યતા છોડી રહ્યો છું અને તૃણમૂલ કોંગ્રેસ સાથેના પોતાના સંબંધો તોડી રહ્યો છું.  

TMCમાં અસંતોષ ચરમસીમાએ

પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણી બાદTMCમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે અને નારાજ નેતાઓએ જાહેરમાં પક્ષ વિરોધી નિવેદનો આપવાનું શરૂ કરી દીધું હતું. આ આંતરિક વિખવાદ વધતાં પક્ષે કડક પગલાં ભરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર બે ધારાસભ્યો રિતાબ્રત બેનરજી અને સંદીપન સાહાને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા.

આ પણ વાંચો: રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી

જોકે, પક્ષની આ કાર્યવાહી બાદ વિવાદ શમવાને બદલે વધુ વકર્યો હતો. આ બંને હાંકી કઢાયેલા નેતાઓની આગેવાનીમાં જ TMCના અન્ય 58 ધારાસભ્યોએ પણ પક્ષ સામે બળવો પોકાર્યો હતો અને TMC વિરુદ્ધ વલણ અપનાવીને એક અલગ જૂથ બનાવી લીધું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તૃણમૂલ કોંગ્રેસના નેતાને જૂતાની માળા પહેરાવી, દોરડા વડે બાંધી દીધો, મમતાના દિલ્હી જતાં જ બની ઘટના | …
INDIA

તૃણમૂલ કોંગ્રેસના નેતાને જૂતાની માળા પહેરાવી, દોરડા વડે બાંધી દીધો, મમતાના દિલ્હી જતાં જ બની ઘટના | …

June 8, 2026
અમે થોડી જવાબ આપતાં રહીશું…’, રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ…
INDIA

અમે થોડી જવાબ આપતાં રહીશું…’, રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ…

June 8, 2026
મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’ | …
INDIA

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’ | …

June 8, 2026
Next Post
રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી | Gehlot vs …

રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી | Gehlot vs ...

તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ | Sukhendu Sekhar Roy Qu…

તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ | Sukhendu Sekhar Roy Qu...

દેશ છોડીને નેપાળ ભાગવાની ફિરાકમાં હતો TMCનો ‘પુષ્પા’! બોર્ડર પાસેથી STFએ કરી ધરપકડ | tmc leader jaha…

દેશ છોડીને નેપાળ ભાગવાની ફિરાકમાં હતો TMCનો 'પુષ્પા'! બોર્ડર પાસેથી STFએ કરી ધરપકડ | tmc leader jaha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમતનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 13 જેટલી કાર તણાઇ, પોશ વિસ્તારોમાં ઘૂસ્યા પાણી | himmatnagar h…

હિંમતનગરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 13 જેટલી કાર તણાઇ, પોશ વિસ્તારોમાં ઘૂસ્યા પાણી | himmatnagar h…

9 months ago
PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ …

PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ …

6 months ago
ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o…

ગાંધીનગરમાં ચૌધરી કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો, તંત્રમાં દોડધામ | A 19 year o…

5 months ago
સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

સુરેન્દ્રનગરના પાટડી-ફૂલકી રોડ પર અકસ્માત, રિક્ષા અને બાઈક વચ્ચેની ટક્કરમાં યુવકનું મોત, પત્નીને ગંભ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News