gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in INDIA
0 0
0
સ્વતંત્ર પત્રકારત્વ સામે ઇડીએ સત્તાનો દુરુપયોગ કર્યો : દિલ્હી હાઇકોર્ટ | ED misused its power agains…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝક્લિક સામેનો આખો કેસ જુઠો સાબિત થયો

– ન્યૂઝ વેબસાઇટ કે ડિજિટલ મીડિયામાં એફડીઆઇ પર પ્રતિબંધનો 2018માં કાયદો જ નહોતો તેથી કેસ નથી બનતો : હાઇકોર્ટ

નવી દિલ્હી : મીડિયા વેબસાઇટ ન્યૂઝક્લિક અને તેના સંસ્થાપક પ્રબીર પુરકાયસ્થને દિલ્હી હાઇકોર્ટે મોટી રાહત આપી છે સાથે જ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી અને આર્થિક ગુના શાખા બન્નેને ફટકાર લગાવી છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ મામલામાં ન્યૂઝક્લિક અને તેના સંસ્થાપક પ્રબીર સામે આ જુઠી ફરિયાદો દાખલ કરી કાર્યવાહી દ્વારા સત્તાનો દુરુપયોગ થયો. ઇડીએ સ્વતંત્ર, નિષ્પક્ષ મીડિયા સામે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો તેવું અવલોકન હાઇકોર્ટના ન્યાયાધીશે કર્યું હતું.   

દિલ્હી હાઇકોટે ન્યૂઝક્લિક અને તેના સંસ્થાપક પ્રબીર સામે આર્થિક ગુના શાખાની એફઆઇઆર અને ઇડી દ્વારા હાથ ધરાયેલ મની લોન્ડરિંગ કેસ બન્નેને રદ કરી દીધા છે. પ્રબીર સામે એવો આરોપ હતો કે તેમની કંપની પીપીકે ન્યૂઝ ક્લિક સ્ટૂડિયો પ્રા. લિ.એ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં અમેરિકાની કંપની વર્લ્ડવાઇડ મીડિયા હોલ્ડિંગ્સ કંપની પાસેથી સાડા નવ કરોડ રૂપિયાની એફડીઆઇ પ્રાપ્ત કરેલ છે. જેમાં કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ન્યૂઝ ક્લિકની એવી દલીલ છે કે ડિજિટલ ન્યૂઝ મીડિયામાં એફડીઆઇ પર કોઇ જ પ્રતિબંધો નથી. ખુદ સરકાર દ્વારા પણ આ જ સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ દલિલોને હાઇકોર્ટના ન્યાયાધીશ નીના બંસલ ક્રિશ્નને માન્ય રાખી હતી અને સમગ્ર મામલાને જ ફગાવ્યો હતો. દિલ્હી હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ મામલામાં ઇડીએ ન માત્ર ખરાબ ઇરાદા સાથે કાર્યવાહી કરી સાથે સાથે સ્વતંત્ર, નિષ્પક્ષ પત્રકારત્વ સામે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો. 

આ સમગ્ર મામલાની શરૂઆત માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક ફરિયાદના આધારે સામે આવ્યો હતો, મંત્રાલયે દાવો કર્યો હતો કે ન્યૂઝક્લિકે અમેરિકન કંપની પાસેથી ૯.૫૯ કરોડ રૂપિયા એફડીઆઇ તરીકે મેળવ્યા હતા. જેમાંથી મોટો હિસ્સો પગાર, કન્સલટન્સી ફી સહિત અન્ય ખર્ચ પાછળ વપરાયો હતો, તપાસ બાદ ફરિયાદની કોપીને ઇડીને સોંપવામાં આવી હતી, તેથી ઇડીએ મની લોન્ડરિંગની તપાસ કરી હતી. દરમિયાન ન્યૂઝક્લિકનો દાવો હતો કે જ્યારે આ ફંડ મેળવવામાં આવ્યું ત્યારે ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ પર આવું એફડીઆઇ મેળવવા પર કોઇ જ પ્રતિબંધ નહોતો તે વાત ખુદ સરકારે સ્વીકાર કરી છે. તેથી આ મામલો શરૂઆતથી જ ખોટો છે. હાઇકોર્ટે આ દલીલો માન્ય રાખી સાથે જ નોંધ્યું હતું કે કદાચ ન્યૂઝક્લિક દ્વારા વધારે પગાર અપાયો હોય કે અન્ય જગ્યાએ ખર્ચ કર્યો હોય તેમ છતા તે ગેરકાયદે ના ગણાય. 

ઇડીએ ફેબુ્રઆરી ૨૦૨૧માં ન્યૂઝક્લિકની ઓફિસ અને અન્ય સ્થળે દરોડા પાડયા હતા. ન્યૂઝક્લિકના બેન્ક ખાતા ફ્રીઝ કરાયા હતા, પોલીસ દ્વારા કેટલાક પત્રકારોની અટકાયત પણ કરાઇ હતી. હવે આ સમગ્ર મામલે તમામ આરોપો જુઠા સાબિત થયા છે. તેથી ન્યૂઝક્લિક અને તેના સ્થાપકને હાઇકોર્ટ તરફથી ક્લીનચિટ અપાઇ છે. બીજી તરફ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. ઇડીના અધિકારીઓના જણાવ્યા મુજબ ન્યાયાધીશે ઘણા મહત્વના મુદ્દા પર ધ્યાન નથી આપ્યું, હાઇકોર્ટના આ ચુકાદાને અમે સુપ્રીમ કોર્ટમાં પડકારીશું.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મોદી ને મરવા દીયા…’, કોંગ્રેસની હાઈલેવલ બેઠકમાં રાહુલ ગાંધીના કટાક્ષની દેશભરમાં ચર્ચા | Rahul Gan…
INDIA

‘મોદી ને મરવા દીયા…’, કોંગ્રેસની હાઈલેવલ બેઠકમાં રાહુલ ગાંધીના કટાક્ષની દેશભરમાં ચર્ચા | Rahul Gan…

June 12, 2026
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે દરેક ગ્રાહકને 1 દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ મળશે | Govt Caps Die…
INDIA

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: હવે દરેક ગ્રાહકને 1 દિવસમાં મહત્તમ 200 લીટર ડીઝલ જ મળશે | Govt Caps Die…

June 12, 2026
રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …
INDIA

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …

June 12, 2026
Next Post
રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to …

રાજ્યસભામાં 24 ઉમેદવાર વિરોધ વગર ચૂંટાયા, ત્રણ બેઠકો પર ચૂંટણી | 24 candidates elected unopposed to ...

તળાજામાં શ્વાનની રંજાડ, 4 દી'માં 12 લોકોને ડોગબાઈટ

તળાજામાં શ્વાનની રંજાડ, 4 દી'માં 12 લોકોને ડોગબાઈટ

મહાનગરપાલિકાના ટેમ્પલ બેલના કર્મચારીને માર માર્યો | Municipal Corporation’s Temple Bell employee bea…

મહાનગરપાલિકાના ટેમ્પલ બેલના કર્મચારીને માર માર્યો | Municipal Corporation's Temple Bell employee bea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર બન્યું ‘લાયન કિંગ’નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ | Amr…

ગીર બન્યું ‘લાયન કિંગ’નું રિયલ લોકેશન: પહાડની ટોચ પર સાવજની ગર્જના અને આંબાવાડિયામાં રાજવી ઠાઠ | Amr…

6 months ago
કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…

કોન્ટ્રાકટરોને પેનલ્ટી કરવા માંગણી, પાંજરાપોળ ફલાયઓવરબ્રિજની કામગીરી માત્ર ૦.૭૫ ટકા પુરી કરાઈ | Dema…

1 year ago
અમદાવવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવાનું લગભગ નક્કી, આ તારીખે વાગશે મહોર | Ahmedabad Recommend…

અમદાવવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવાનું લગભગ નક્કી, આ તારીખે વાગશે મહોર | Ahmedabad Recommend…

8 months ago
અમદાવાદ: મિહિર પરીખ સામે નોંધાઈ વધુ 4 ફરિયાદ, શેરબજાર અને સોનામાં રોકાણના બહાને 25.60 કરોડની ઠગાઈ | …

અમદાવાદ: મિહિર પરીખ સામે નોંધાઈ વધુ 4 ફરિયાદ, શેરબજાર અને સોનામાં રોકાણના બહાને 25.60 કરોડની ઠગાઈ | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News