gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ વિમાન ક્રેશને એક વર્ષ છતાં તપાસ હજુ પણ કાચબા ગતિએ | Ahmedabad plane crash: Investigation sti…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ વિમાન ક્રેશને એક વર્ષ છતાં તપાસ હજુ પણ કાચબા ગતિએ | Ahmedabad plane crash: Investigation sti…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 260નો ભોગ લેનારા અકસ્માતનો રિપોર્ટ આવતા હજુ ત્રણ મહિના લાગશે

– અમેરિકાની કંપનીએ બનાવેલા આ વિમાનના એન્જિનોને વધુ ચકાસણી માટે અમેરિકામાં જ મોકલાયા છે!

નવી દિલ્હી : ૧૨ જૂન ૨૦૨૫ના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડતાની સાથે જ ક્રેશ થઇ ગયું હતું, ૨૬૦ લોકોનો ભોગ લેનારા આ ગોઝારા અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતા તપાસ રિપોર્ટ હજુ પણ અભેરાયે છે. પોતાના સ્વજનોને ગુમાવનારા પીડિત પરિવારો ન્યાયની રાહ જોઇ રહ્યા છે. ખરેખર અકસ્માત થયો કેવી રીતે તે રહસ્ય પરથી ક્યારે પરદો ઉઠશે અને ખરેખર જવાબદાર કોણ તેને લઇને સવાલો ઉઠાવી રહ્યા છે. એવા અહેવાલો છે કે તપાસ રિપોર્ટ જાહેર થવામાં હજુ પણ ત્રણ મહિનાની રાહ જોવી પડી શકે છે. 

એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૭૧ (અમેરિકી બોઇંગ કંપનીનું વિમાન બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર)એ અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી હતી, ઉડાન ભર્યાની કેટલીક સેકન્ડોમાં જ તે ક્રેશ થઇ ગયું હતું. આ અકસ્માત બાદ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો દ્વારા તપાસ શરૂ કરાઇ હતી. ઘટનાના એક વર્ષમાં તપાસ રિપોર્ટ જાહેર થઇ જશે તેવી આશા હતી. જોકે એવા અહેવાલો છે કે વિમાનના બન્ને એન્જિનોને વધુ ટેક્નીકલ ચકાસણી માટે અમેરિકા મોકલવામાં આવ્યા છે. અમેરિકામાં હાલ પણ આ એન્જિનોની ચકાસણી ચાલી રહી છે અને કોઇ જ રિપોર્ટ ભારતને સોંપવામાં આવ્યો નથી. એવામાં અંતિમ રિપોર્ટ જાહેર થવામાં હજુ ત્રણ મહિના સુધીનો સમય લાગી શકે છે. 

આ તપાસમાં આંતરરાષ્ટ્રીય એવિએશન ઓથોરિટી, વિમાન બનાવનારી કંપની, અમેરિકાનુ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, બોઇન્ગ, જીઇ એરોસ્પેસ વગેરે દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે. અમેરિકામાં એવા વિશેષ ટેક્નીકલ સાધનો છે કે જેની મદદથી આ એન્જિનની ચકાસણી કરવામાં આવી રહી છે. આ પહેલા જે પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર થયો હતો તેમાં દાવો કરાયો હતો કે અચાનક જ બન્ને એન્જિનને મળતું ઇંધણ બંધ થઇ ગયું અને એન્જિન સાવ બંધ થઇ ગયા હતા જે બાદ વિમાન ક્રેશ થઇ ગયું હતું. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય એવિએશન નિયમો મુજબ ૧૨ મહિનાની અંદર અંતિમ તપાસ રિપોર્ટ જાહેર કરી દેવો પડતો હોય છે.

પ્રાથમિક તપાસ સામે આવ્યો તેમાં આડકતરી રીતે દોષનો ટોપલો પાયલટ પર ઢોળવામાં આવ્યો હોવાના દાવા થયા હતા, એવામાં અંતિમ રિપોર્ટ જાહેર થાય તે પહેલા જ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ દ્વારા એક નિવેદન જાહેર કરાયું છે. સંગઠનના અધ્યક્ષ કેપ્ટન સી. એસ. રંધાવાએ કહ્યું છે કે પ્રાથમિક રિપોર્ટને આંતરરાષ્ટ્રીય મીડિયાએ એક રીતે મૂલવ્યો જાણે પાયલટોએ જ એન્જિન બંધ કરી દીધુ હોય, તપાસ માત્ર ફ્યૂઅલ કન્ટ્રોલ સ્વિચ  પુરતી જ સીમિત ના  રહેવી જોઇએ, તેમાં વિમાનના ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક અને કમ્પ્યુટિંગ સિસ્ટમની પણ ઉંડાણપૂર્વક તપાસ થવી જોઇએ. બોઇંગ ૭૮૭ વિમાનોમાં અગાઉ પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, લિથિયમ બેટરી, ઇલેક્ટ્રિકલ ફાયર વગેરે સમસ્યાઓ સામે આવી ચુકી છે. સંગઠને માગ કરી છે કે આ મામલે પાયલટો પર દોષનો ટોપલો ના ઢોળવામાં આવે.

નોંધનીય છે કે જે વિમાન ક્રેશ થયું અને મોટી જાનહાની થઇ તેને અમેરિકાની કંપની બોઇંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, એવામાં વિમાનના એન્જિનને પણ અમેરિકામાં જ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. એવામાં શું અમેરિકા પોતાની જ કંપનીને દોષિત ઠેરવશે અને પીડિતોને યોગ્ય  ન્યાય કરી શકશે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો આ મામલામાં બોઇંગની કોઇ ખામી સામે આવી તો અમેરિકાની છાપ પણ ખરડાશે એવામાં પુરી શક્યતાઓ છે કે અમેરિકા આ મામલે યોગ્ય ન્યાય નહીં આપી શકે અથવા નિષ્પક્ષ રહીને તપાસમાં સાથ ના પણ આપે.     

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…
GUJARAT

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

June 12, 2026
રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…
GUJARAT

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

June 12, 2026
ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper
GUJARAT

ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper

June 12, 2026
Next Post
બેંકો દ્વારા FCNR(B) થાપણો પરના વ્યાજ દરમાં કરાયેલો વધારો | Increase in interest rate by banks on FC…

બેંકો દ્વારા FCNR(B) થાપણો પરના વ્યાજ દરમાં કરાયેલો વધારો | Increase in interest rate by banks on FC...

મોરબી જિલ્લામાં કાળચક્રઃ મહિલા સહિત પાંચ વ્યક્તિના અકાળે મોત | Timeline in Morbi district: Five peop…

મોરબી જિલ્લામાં કાળચક્રઃ મહિલા સહિત પાંચ વ્યક્તિના અકાળે મોત | Timeline in Morbi district: Five peop...

ક્રૂડ 95 ડોલર થયા પછી ઘટયું : સોના-ચાંદી તથા પ્લેટીનમમાં મંદીનો માહોલ | Crude falls : Gold silver an…

ક્રૂડ 95 ડોલર થયા પછી ઘટયું : સોના-ચાંદી તથા પ્લેટીનમમાં મંદીનો માહોલ | Crude falls : Gold silver an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના અજ્ઞાત પુ…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં અજાણ્યા વાહનની ઠોકરે 50 વર્ષના અજ્ઞાત પુ…

6 months ago
લગ્નના આગલા દિવસે ગુમ થયેલો અમદાવાદનો યુવક મુંબઈથી મળ્યો, હોટલમાં અંતિમ પગલું ભરવાની તૈયારીમાં હતો |…

લગ્નના આગલા દિવસે ગુમ થયેલો અમદાવાદનો યુવક મુંબઈથી મળ્યો, હોટલમાં અંતિમ પગલું ભરવાની તૈયારીમાં હતો |…

6 months ago
MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

MPમાં કળિયુગી પુત્રનો કારસો: પૈસાની લાલચે જીવતા પિતાને કાગળ પર મારી નાખ્યા, પોતાના પણ અંતિમ સંસ્કારન…

2 weeks ago
૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …

૭ ઓફિસ લેવા માટે બિલ્ડરને ૬૨ લાખ ચૂકવ્યા છતાં પઝેશન ના મળ્યું | 62 lakhs paid to the builder to get …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News