gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in INDIA
0 0
0
VIDEO : સોલાપુરમાં ભયાનક અકસ્માત : શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત | 14 Devotees K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Maharashtra Accident : મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારમાં એક મોટી અને દુર્ઘટના સર્જાઈ છે. મ્હાસવાડ-પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી અચાનક રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના ઘટનાસ્થળે જ ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. તમામ મૃતકો પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સિદ્ધનાથના દર્શન કરી પરત ફરતી વખતે નડ્યો કાળ

મળતી માહિતી મુજબ, રંજની ગામના આ શ્રદ્ધાળુઓ મ્હાસવાડ ખાતે સિદ્ધનાથના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને જ્યારે તેઓ પિકઅપ ગાડીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે માલશિરસ તાલુકાના તાંડુવાડી ગામ પાસે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા.

રેલિંગ વિનાનો પાણીથી ભરેલો કૂવો બન્યો મોતનો કૂવો

અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં આ દુર્ઘટના ઘટી હતી. રસ્તાની બિલકુલ કિનારે આવેલો આ કૂવો પાણીથી કાંઠોકાંઠ ભરેલો હતો અને તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ પણ નહોતી. જેના કારણે કાબૂ બહાર ગયેલી પિકઅપ ગાડી સીધી કૂવાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : એન્જિન ફેઈલ થતાં ઓમાનમાં દરિયામાં ડૂબી રહ્યું હતું ભારતનું જહાજ, અમેરિકાની મદદથી 14 ભારતીયોનું રેસ્ક્યૂ

મૃતકોમાં મહિલાઓ અને બાળકો સામેલ, 2 લોકોનો બચાવ

ઘટનાની જાણ થતાં જ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં 2 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. અત્યાર સુધીમાં કૂવામાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેમાં 4 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. માલશિરસના સ્થાનિક ધારાસભ્ય ઉત્તમ જાનકર પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

ઓવરલોડિંગના કારણે બચાવ કામગીરીમાં નડ્યા અવરોધો

અહેવાલો અનુસાર, પિકઅપ વાહનમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે ઓવરલોડિંગ કરીને મુસાફરો બેસાડવામાં આવ્યા હતા, જેના લીધે શરૂઆતમાં બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ પ્રશાસન દ્વારા હાલમાં અકસ્માતનો ગુનો નોંધીને તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર અને મૃતકોની ઓળખ કરવાની કામગીરી પણ સમાંતર ચાલી રહી છે.

આ પણ વાંચો : સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…
INDIA

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

June 18, 2026
રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…
INDIA

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

June 18, 2026
કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…
INDIA

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

June 18, 2026
Next Post
રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m...

છોટાઉદેપુર: ચેથાપુરના જંગલમાં વન વિભાગની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે બનાવેલો હવાડા ખા…

છોટાઉદેપુર: ચેથાપુરના જંગલમાં વન વિભાગની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે બનાવેલો હવાડા ખા...

અમરેલી થી વિસાવદર બ્રોડગેજ સુવિધા અંતર્ગત.જુનાગઢ ખાતે રેલવે વિભાગ ના જી.એમ ને મૌખિક અને લેખિત રજુઆત …

અમરેલી થી વિસાવદર બ્રોડગેજ સુવિધા અંતર્ગત.જુનાગઢ ખાતે રેલવે વિભાગ ના જી.એમ ને મૌખિક અને લેખિત રજુઆત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી, ગદા આકારની પિચકારીનું આગમન | This time before Dhuleti the arriva…

આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી, ગદા આકારની પિચકારીનું આગમન | This time before Dhuleti the arriva…

4 months ago
તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ, આજથી બે-ત્રણ દિવસ તારાજીની શક્યતા

તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો, અનેક જિલ્લા એલર્ટ, આજથી બે-ત્રણ દિવસ તારાજીની શક્યતા

7 months ago
એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ મામલે દિલ્હી-મુંબઈને પછાડી નાનકડું શહેર દેશભરમાં ટોચે | small city tops indi…

એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ મામલે દિલ્હી-મુંબઈને પછાડી નાનકડું શહેર દેશભરમાં ટોચે | small city tops indi…

11 months ago
માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

માર્કેટ અપડેટ: સોના-ચાંદીમાં તેજીનો ઝળકાટ અને શેરબજારમાં આગેકૂચ, રોકાણકારો ખુશખુશાલ | Market Live Up…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News