gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2026
in GUJARAT
0 0
0
રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 કિશોરો ફિલ્મી ઢબે ભાગ્યા, 1 પરત ફર્યો, 10ને શોધવા દોડધામ | rajkot m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Children Escape Observation Home: રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ)માંથી 11 કિશોરો પ્લાનિંગ સાથે ફરાર થઈ જતાં તંત્રમાં હડકંપ મચી ગયો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા આ કિશોરોએ રવિવારે સવારે નવ વાગ્યાની આસપાસ સુરક્ષા વ્યવસ્થાને હાથતાળી આપીને નાસી છૂટવાનો પ્લાન પાર પાડ્યો હતો. જો કે, રાહતની વાત એ છે કે ભાગી ગયેલા કિશોરોમાં સામેલ એક પાકિસ્તાની કિશોર પરત આવી ગયો છે, જ્યારે બાકીના 10 કિશોરોની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમો દોડાવી છે. 

ચોક્કસ વ્યૂહરચનાથી ભાગ્યા કિશોરો

ઘટનાની ગંભીરતાને જોતાં કલેક્ટર તેમજ ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કલેકટરે કહ્યું કે, આ સમગ્ર ઘટના પૂર્વઆયોજિત કાવતરું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કિશોરોએ ભાગવા માટે એક ચોક્કસ વ્યૂહરચના અપનાવી હતી, જેમાં સૌથી પહેલાં ત્રણ રૂમની ઉપર લગાવેલો સીસીટીવી કેમેરો તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ, એક બાળકે પોતે ઈજાગ્રસ્ત થયો હોવાનું નાટક કરી વોર્ડનને પાટાપિંડી કરવા વ્યસ્ત રાખ્યો હતો. આ તકનો લાભ ઉઠાવીને અન્ય કિશોરો રૂમની મજબૂત લોખંડની જાળી તોડીને ત્યાંથી છટકી ગયા હતા. હાલ આ સંરક્ષણ ગૃહમાં કુલ 54 જેટલા કિશોરો આશ્રય લઈ રહ્યા છે.

સીસીટીવી ફૂટેજની ચકાસણી અને ડોગ સ્ક્વોડની મદદ

મહત્વનું છે કે આ સંસ્થાનો મુખ્ય હેતુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા કિશોરોને સુધારીને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાનો હોવાથી અહીં ખૂબ જ હળવું અને મૈત્રીપૂર્ણ વાતાવરણ રાખવામાં આવે છે. સિક્યોરિટી ગાર્ડ્સ પણ સામાન્ય કપડામાં જ ફરજ બજાવે છે અને ત્રણ શિફ્ટમાં બે-બે ગાર્ડ દેખરેખ રાખતા હોય છે. વહીવટી તંત્રે જણાવ્યું છે કે, હાલ હ્યુમન ઈન્ટેલિજન્સ અને આધુનિક ટેકનોલોજીની મદદથી ભાગી છૂટેલા 10 કિશોરોને ટ્રેક કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, હાલ  આજુબાજુના સીસીટીવી ફૂટેજની ચકાસણી અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. તેઓ મળી આવ્યા બાદ કાયદેસરની પ્રક્રિયા માટે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.

બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ

બીજી તરફ બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા પાછળ મોટો પ્રશ્ન ઉભો થાય છે. કિશોરોએ આટલી મોટી ઘટનાને પ્લાનિંગ સાથે અંજામ આપ્યો છતાં કોઈ સુરક્ષાકર્મીને થોડી પણ ભણક ન આવી! આ ઘટના બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષામાં ગંભીર બેદરકારી હોય તેવું સૂચવે છે. બીજી તરફ પરત ફરેલા બાળકે કબૂલાત કરી છે કે તેઓ છ કિશોરો એકસાથે ફરાર થયા હતા અને બીજા છ કિશોરો અલગ ટુકડી પાડી ભાગી ગયા છે. હવે જોવું રહ્યું કે કિશોરોની દેખરેખ રાખવાની જવાબદારીમાં નાપાસ થયેલું બાળ સંરક્ષણ ગૃહ કિશોરોને સુરક્ષિત રીતે પરત લાવવામાં સફળ થાય છે કે કેમ!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન
GUJARAT

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

July 29, 2026
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

July 29, 2026
Next Post
છોટાઉદેપુર: ચેથાપુરના જંગલમાં વન વિભાગની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે બનાવેલો હવાડા ખા…

છોટાઉદેપુર: ચેથાપુરના જંગલમાં વન વિભાગની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે બનાવેલો હવાડા ખા...

અમરેલી થી વિસાવદર બ્રોડગેજ સુવિધા અંતર્ગત.જુનાગઢ ખાતે રેલવે વિભાગ ના જી.એમ ને મૌખિક અને લેખિત રજુઆત …

અમરેલી થી વિસાવદર બ્રોડગેજ સુવિધા અંતર્ગત.જુનાગઢ ખાતે રેલવે વિભાગ ના જી.એમ ને મૌખિક અને લેખિત રજુઆત ...

અમદાવાદમાં: ‘આદિત્ય પટેલ’ બની મહિલાઓને ફસાવનાર ‘કરીમ’ ઝડપાયો, 20 યુવતીઓના 8000 આપત્તિજનક વીડિયો ઉતાર…

અમદાવાદમાં: 'આદિત્ય પટેલ' બની મહિલાઓને ફસાવનાર 'કરીમ' ઝડપાયો, 20 યુવતીઓના 8000 આપત્તિજનક વીડિયો ઉતાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ | Gi…

ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ | Gi…

10 months ago
અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા | Anil Ambani appears before ED in bank loa…

અનિલ અંબાણી બેંક લોન છેતરપિંડી કેસમાં ઇડી સમક્ષ હાજર થયા | Anil Ambani appears before ED in bank loa…

12 months ago
ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th…

ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th…

12 months ago
અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મામલે રામભદ્રાચાર્યએ નિયમ યાદ અપાવ્યો, કહ્યું- ‘તેમણે અન્યાય કર્યો’ | Pray…

અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મામલે રામભદ્રાચાર્યએ નિયમ યાદ અપાવ્યો, કહ્યું- ‘તેમણે અન્યાય કર્યો’ | Pray…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News