gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in INDIA
0 0
0
આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India UK FTA 2026: ભારત અને બ્રિટન (UK) વચ્ચે આખરે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) લાગુ થવાની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી મહિનાની 15 જુલાઈ, 2026થી આ કરાર સત્તાવાર રીતે અમલી બનશે. આ સમજૂતી લાગુ થવાની સાથે જ બંને દેશો વચ્ચે આયાત અને નિકાસ થતી અસંખ્ય વસ્તુઓ પરના ટેરિફ (આયાત ડ્યુટી)માં મોટો ઘટાડો જોવા મળશે. આ ઐતિહાસિક વ્યાપાર કરારથી લાંબા ગાળે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારમાં દર વર્ષે 25.5 અબજ પાઉન્ડનો જંગી વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંને દેશોએ આ જાહેરાતને પોતાના આર્થિક સંબંધો માટે એક ખૂબ જ મહત્ત્વનો માઇલસ્ટોન ગણાવ્યો છે.

બ્રિટિશ ઈકોનોમીને મળશે બૂસ્ટ, 28 દિવસની તૈયારીનો સમય

આ કરાર અંગેની જાહેરાત બાદ હવે ભારત અને બ્રિટનના ઉદ્યોગો-વ્યવસાયોને નવી શરતો મુજબ વ્યાપારની તૈયારી કરવા માટે 28 દિવસનો સમય આપવામાં આવ્યો છે. બ્રિટિશ સરકારના અંદાજ મુજબ, આ કરારથી બ્રિટનની અર્થવ્યવસ્થામાં 4.8 અબજ પાઉન્ડનો વધારો થશે અને ત્યાંના વાસ્તવિક વેતનમાં 2.2 અબજ પાઉન્ડની વૃદ્ધિ જોવા મળશે. લંડન આ કરારને ભારત દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો અને વ્યાપક વ્યાપાર સમજૂતી ગણાવી રહ્યું છે. બ્રિટનના વ્યાપાર અને વાણિજ્ય બાબતોના રાજ્ય સચિવ પીટર કાઇલે જણાવ્યું કે, તેઓ આ કરારને વહેલી તકે લાગુ કરી રહ્યા છે જેથી પહેલા જ વર્ષમાં અંદાજે 400 મિલિયન પાઉન્ડના ટેરિફ કટનો સીધો લાભ સામાન્ય જનતા અને ઉદ્યોગોને મળી શકે.

પીએમ મોદીએ કહ્યું- ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યમાં મોટું યોગદાન

ભારત-બ્રિટન વચ્ચેના આ વ્યાપાર કરાર પર ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે, ભારત-બ્રિટનના સંબંધો માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. 15 જુલાઈ, 2026થી લાગુ થઈ રહેલો આ વ્યાપાર કરાર બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણને અભૂતપૂર્વ વેગ આપશે. આ સમજૂતીથી દેશના ખેડૂતો, શ્રમિકો, MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે પ્રગતિની નવી તકો ખુલશે, જે વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને સાકાર કરવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

કાર સસ્તી થશે, ભારતીય કપડાં-જૂતાંને મળશે મોટો ફાયદો

આ FTA લાગુ થવાથી ગ્રાહકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. આ કરાર હેઠળ ભારતમાં બ્રિટિશ વ્હિસ્કી પર લાગતો 150% જેટલો જંગી ટેરિફ ઘટીને હવે માત્ર 40% થઈ જશે, જેનાથી બ્રિટનના સ્કૉચ વ્હિસ્કી બિઝનેસને મોટો ફાયદો થશે. આ ઉપરાંત, કોટા વ્યવસ્થા હેઠળ બ્રિટિશ ઓટોમોબાઇલ (કાર) પરનો ટેરિફ પણ 100%થી ઘટાડીને માત્ર 10% કરી દેવાશે. બ્યૂટી પ્રોડક્ટ્સ સહિતની અન્ય વસ્તુઓ પર લાગતા 22% સુધીના ટેરિફને પણ તાત્કાલિક અથવા આગામી 10 વર્ષના ગાળામાં તબક્કાવાર નાબૂદ કરવામાં આવશે.

બીજી તરફ, બ્રિટન પણ ભારતથી નિકાસ થતી વસ્તુઓ પર ટેરિફ ઘટાડશે, જેમાં ખાસ કરીને ભારતીય રેડીમેડ કપડાં, ફૂટવેર (જૂતાં) અને કેટલાક ખાદ્ય ઉત્પાદનો (ફૂડ પ્રોડક્ટ્સ) સામેલ છે. બ્રિટનના આ પગલાથી ત્યાંના બજારોમાં ભારતીય સામાન સસ્તો થશે અને ગ્રાહકોને વધુ વિકલ્પોની સાથે ઉત્તમ કિંમતે ભારતીય પ્રોડક્ટ્સ મળી રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…
INDIA

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

June 18, 2026
ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…
INDIA

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

June 18, 2026
ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …
INDIA

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

June 18, 2026
Next Post
વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz…

વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz...

બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો ‘પાવર પ્લાન’, ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Mah…

બળવાખોરોનું ટેન્શન વધ્યું! શરદ પવારે બનાવ્યો 'પાવર પ્લાન', ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને કર્યા તૈયાર | Mah...

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત | Fefin a mano mwirin an a tori ewe dumpe…

પીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત | Fefin a mano mwirin an a tori ewe dumpe…

7 months ago
જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો | Two …

જામનગરમાં વુલન મીલ વિસ્તાર તેમજ માધાપર ભુંગા વિસ્તારની બે પરણીતાઓને હૃદય રોગનો હુમલો ભરખી ગયો | Two …

10 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરોડોની ચોરી પકડાઈ છતાં સીજીએસટીના અધિકારીઓનું કૂણું વલણ | RAID ON DHARMD…

7 months ago
અમદાવાદ: વર્ષ 2025માં AMCએ 17 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો હટાવ્યા, 111 કિમી રોડ ખુલ્લા કર્યાનો દા…

અમદાવાદ: વર્ષ 2025માં AMCએ 17 લાખ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો હટાવ્યા, 111 કિમી રોડ ખુલ્લા કર્યાનો દા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News