gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી માહોલ વચ્ચે ‘ઈલેક્શન’નો બર્થ ડે ઉજવાયો, એકતા નગરના જંગલ સફારીમાં ફ્રૂટ કેક પીરસાઈ | Statue of…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2026
in GUJARAT
0 0
0
ચૂંટણી માહોલ વચ્ચે ‘ઈલેક્શન’નો બર્થ ડે ઉજવાયો, એકતા નગરના જંગલ સફારીમાં ફ્રૂટ કેક પીરસાઈ | Statue of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rhino Birthday Celebration In Sardar Patel Zoological Park: દેશમાં અત્યારે ભલે ચૂંટણીઓનો ગરમાવો હોય, પરંતુ એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક (જંગલ સફારી)માં એક અનોખી ‘ઈલેક્શન’ની ચર્ચા જોવા મળી રહી છે. કારણ કે, આ ઈલેક્શન 17ની થઈ છે. વાત એમ છે કે, આપણે અહીં ઈલેક્શન એટલે કે ચૂંટણીની વાત નથી કરતા, પરંતુ એક ગેંડાની વાત કરીએ છીએ. ગુજરાતના આ જાણીતા ઝૂલોજિકલ પાર્કમાં ઈલેક્શન નામની માદા ગેંડા વસે છે, જે આજે 17 વર્ષની થઈ છે. હા, એટલે કે આજે તેનો 17મો જન્મદિવસ છે. હાલ ઈલેક્શન મંગલ નામના નર ગેંડા સાથે  છે અને એક બચ્ચાની માતા પણ છે.

‘ઈલેક્શન’નામ કેમ પડ્યું?

ઈલેક્શનનો જન્મ પટણા પ્રાણી ઉદ્યાનમાં થયો, ત્યારે બિહારમાં ચૂંટણીનો માહોલ હતો અને એટલે ત્યાંની એની ફોઈ એટલે કે એનિમલ કીપરે માદા ગેંડાનું નામ ઈલેક્શન પાડી દીધું. જો કે માદા ગેંડાનું જીવન વાર્તા એક રસાકસી ભરેલી ઈલેક્શનના પરિણામ જેવી જ રસપ્રદ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સ્ટેટ ઓફ ધ આર્ટ સમાન સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં લુપ્તપ્રાય વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે નિરંતર પ્રયાસો હાથ ધરવામાં આવે છે, જેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. આજે સફારી પાર્કમાં ઉમંગ-ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ હતો કારણ કે, ઈલેક્શનનો જન્મ દિવસ હોવાથી પાર્ટી જેવો માહોલ હતો. માનવ જીવનમાં તો જન્મ દિવસની ઉજવણી સામાન્ય છે, પરંતુ એકતા નગર સ્થિત જંગલ સફારીમાં પણ પ્રત્યેક પ્રાણી-પક્ષીનો જન્મ દિવસ ઊજવાય છે. અહીં પ્રત્યેક વન્યજીવ સાથે પરિવારના સભ્ય જેવું જ વર્તન કરાય છે.  

ફળફળાદીની વિશેષ કેક તૈયાર કરાઈ

આજે (15મી એપ્રિલ) જંગલ સફારીના મહત્ત્વપૂર્ણ સભ્ય માદા ગેંડા ઈલેક્શનનો 17મો જન્મદિવસ હતો. આ જન્મદિવસ ઝૂ પરિવારે પોતાના સ્વજનનો જન્મદિવસ હોય તે રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે કર્મયોગીઓ દ્વારા ગેંડાના આવાસને વિશેષરૂપથી શણગારવામાં આવ્યું હતું. ઈલેક્શન, તેના પતિ અને તેમની પુત્રી ખુશીને જન્મ દિવસ માટે ખાસ તૈયાર કરેલી ફળફળાદિ કેક પીરસવામાં આવી હતી. આ કેક કેળા, તરબૂચ, શક્કરટેટી, બીટ, ગાજર, મોસંબી અને પપૈયાથી તૈયાર કરાઈ હતી.         

ગેંડા પરિવારને તેના ખાસ મેદાનમાં મુક્ત કરાયા, ત્યારે સફારીના કર્મયોગીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ઈલેક્શન આ ખાસ કેક પાસે પહોંચ્યા ત્યારે ઉપસ્થિત તમામે હેપી બર્થ ડે ગીત લલકાર્યું હતું. 

આ પણ વાંચો: નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા

વર્ષ 2023માં ‘ખુશી’ નામની માદા ગેંડા બચ્ચાંનો જન્મ 

ઈલેક્શનનો જન્મ પટણા પ્રાણી સંગ્રહાલયમાં થયો હતો. પ્રાણી આદાન પ્રદાન યોજના હેઠળ પટણા ઝૂથી ઈલેક્શનને સરદાર પટેલ ઝૂલોજિક્લ પાર્કમાં લવાઈ હતી. વર્ષ 2023માં ઈલેક્શને નર ગેંડા મંગલ સાથેના બ્રીડિંગથી ‘ખુશી’ નામની માદા બચ્ચાને જન્મ આપ્યો હતો, જેથી સમગ્ર સફારી પાર્કમાં ખુશી વ્યાપી ગઈ હતી.

સરદાર પટેલ ઝૂલોજિક્લ પાર્કમાં પ્રત્યેક વન્યજીવની ખુબ કાળજી રાખવામાં આવે છે, તેનું પરિણામ આ સક્સેસ બ્રીડિંગ હતું. કેપ્ટિવ બ્રીડિંની દુનિયામાં આ ખૂબ મોટી સિદ્ગિ ગણાય છે, જે આ લુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલાં તરીકે જોવામાં આવે છે. 

ભારતીય ગેંડાને ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ‘સંવેદનશીલ શ્રેણી’માં મૂકાયા છે. એક સમયે ખુલ્લા જંગલમાં તેના શિકાર અને અન્ય કારણોસર પ્રજાતિ વિલુપ્ત થવાની અણીએ હતી, પરંતુ ભારત સરકારના પ્રયાસોથી આજે આ પ્રજાતિની સંખ્યા 4075 સુધી પહોંચી છે. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક આવી પ્રજાતિના સંરક્ષણની સાથે અહીં આવતા પ્રવાસીઓમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કટિબદ્ધ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…
GUJARAT

ઉમરગામ ચૂંટણી અધિકારી આપઘાત કેસમાં પોલીસ તપાસ શરૂ, આદિવાસી સમાજ-કોંગ્રેસની કડક કાર્યવાહીની માગ | Uma…

April 15, 2026
સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…
GUJARAT

સાબરમતી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: એક તરફ ગંદકી અને ખંડિત મૂર્તિઓ, બીજી તરફ મળ્યા રાજાશાહી વખતના સિક…

April 15, 2026
કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ | Congress candidates accused of being pressured…
GUJARAT

કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણનો આરોપ | Congress candidates accused of being pressured…

April 15, 2026
Next Post
વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા | Cl…

વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા | Cl...

ભારત હોર્મુઝ મામલે અનેક દેશો સાથે સંપર્કમાં, ગલ્ફમાં ફસાયેલા ભારતીયો અંગે સરકારે આપી મોટી અપડેટ | ho…

ભારત હોર્મુઝ મામલે અનેક દેશો સાથે સંપર્કમાં, ગલ્ફમાં ફસાયેલા ભારતીયો અંગે સરકારે આપી મોટી અપડેટ | ho...

CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, 93.6% વિદ્યાર્થીઓ સફળ, છોકરીઓએ મેદાન માર્યું | CBSE 10th Result 2026 D…

CBSE ધોરણ 10નું પરિણામ જાહેર, 93.6% વિદ્યાર્થીઓ સફળ, છોકરીઓએ મેદાન માર્યું | CBSE 10th Result 2026 D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

7 months ago
અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

અમદાવાદ ગ્રામ્ય-શહેરમાં ૩૧૦૦ ગુનેગારના ડોઝીયર તૈયાર કરાયા | ahmedabad rural and city police set up d…

5 months ago
સુરતમાં શિક્ષણ સમિતિનો શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ ચાલ્યો ત્રણ કલાક, 185 શિક્ષકોના સન્માન માટે માત્…

સુરતમાં શિક્ષણ સમિતિનો શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ ચાલ્યો ત્રણ કલાક, 185 શિક્ષકોના સન્માન માટે માત્…

7 months ago
બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

બોયફ્રેન્ડ સામે જ યુવતી પર 3 નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું, પોલીસે એન્કાઉન્ટર બાદ ધરપકડ કરી | Tam…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News