gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in INDIA
0 0
0
ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભંગાણ: વ્હીપ છતાં 9માંથી માત્ર 3 જ સાંસદો બેઠકમાં હાજર | shiv sena ubt crisis liv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shiv Sena UBT Crisis, Only 3 MPs Attend Uddhav Meeting : મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલો હાઈવોલ્ટેજ ડ્રામા હવે નિર્ણાયક વળાંક પર પહોંચી ગયો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT)માં મોટા ભંગાણની અટકળો વચ્ચે, ગુરુવારે દિલ્હીમાં સંસદ ભવન ખાતે પક્ષની સંસદીય બેઠક યોજાઈ હતી. પરંતુ પક્ષ દ્વારા કડક આદેશ અને ‘વ્હીપ’ જાહેર કરાયો હોવા છતાં, સવારે 11 વાગ્યાના નિયત સમયે 9માંથી માત્ર 3 લોકસભા સાંસદો જ બેઠકમાં હાજર રહ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં ભંગાણ નક્કી; 9માંથી 3 જ સાંસદ હાજર

બળવાખોર કેમ્પનો હિસ્સો હોવાનું મનાતું હોય તેવા 6 સાંસદોમાંથી એક પણ નેતા આ બેઠકમાં ફરક્યા નથી. આ ઘટનાથી ઉદ્ધવ જૂથને મોટો ઝટકો લાગ્યો છે અને પક્ષ વિભાજન સત્તાવાર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

ગેરહાજર સાંસદો ગદ્દાર: રાઉત

બેઠકમાં કયા સાંસદો હાજર છે અને કોણ ગેરહાજર છે તેનું ચોક્કસ આકલન કરવા માટે પક્ષ દ્વારા એક સ્પેશિયલ એટેન્ડન્સ રજિસ્ટર (હાજરી પત્રક) તૈયાર કરવામાં આવ્યું હતું. બેઠકમાં હાજર રહેલા વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સંસદ ભવન પહોંચતા જ પત્રકારો સામે કડક વલણ અપનાવતા કહ્યું કે, જે લોકો બેઠકમાં આવ્યા છે તે આપણા છે. જેઓ નથી આવ્યા તે ગદ્દાર અને અપ્રમાણિક છે. 

કયા 3 સાંસદ હાજર રહ્યા? 

બેઠકમાં હાજર રહેલા 3 લોકસભા સાંસદોમાં અનિલ દેસાઈ, અરવિંદ સાવંત અને રાજાભાઉ વાજેનો સમાવેશ થાય છે. 

વ્હીપ જાહેર કરવા છતાં 6 સાંસદ બેઠકથી ગાયબ

મુખ્ય પ્રવક્તા અરવિંદ સાવંતે આ બેઠક માટે વ્હીપ જાહેર કર્યો હતો અને સંકેત આપ્યા હતા કે ગેરહાજર રહેનારા સાંસદો સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સભ્યપદ રદ કરાવવા માટેની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

‘જ્યાં ઠાકરે, ત્યાં જ અસલી શિવસેના’

દિલ્હીમાં અરવિંદ સાવંત સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સંજય રાઉતે એકનાથ શિંદેના જૂથને અસલી શિવસેના તરીકે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમણે કેન્દ્રીય એજન્સીઓના દબાણ અને લોકશાહીને નબળી પાડવાના પ્રયાસોના આક્ષેપો લગાવતા પડકાર ફેંક્યો કે, એકનાથ શિંદે જૂથ અસલી શિવસેના હોવાનો દાવો કેવી રીતે કરી શકે? શિવસેનાની ઓળખ હંમેશા ઠાકરે પરિવારના નેતૃત્વ સાથે જોડાયેલી રહી છે. જ્યાં ઠાકરે છે, ત્યાં જ અસલી શિવસેના છે. 

શિંદે કેમ્પનો દાવો: ઓપરેશન ટાઈગર સફળ રહ્યું 

બીજી તરફ, એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ ‘ઓપરેશન ટાઈગર’ સફળ રહ્યું હોવાની ઉજવણી કરી રહ્યા છે. શિંદે જૂથના MLC ચંદ્રકાંત રઘુવંશીએ દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં ઓપરેશન ટાઈગર સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ઉદ્ધવ સેનાના 6 સાંસદોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરીને શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે, જેનાથી આપણું સંગઠન વધુ મજબૂત બનશે. 

ઉદ્ધવ જૂથના સાંસદોએ લોકસભા સ્પીકર સાથે ગુપ્ત બેઠક યોજી પત્ર સોંપ્યો 

મળતી વિગતો મુજબ, શિંદે કેમ્પના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ 6 બળવાખોર સાંસદો ગુપ્ત રીતે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને શિંદે જૂથ સાથેના વિલીનીકરણને સત્તાવાર માન્યતા આપતો પત્ર સોંપી દીધો છે. 

કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે આ અંગે જણાવ્યું કે આ પત્ર હવે લોકસભા સ્પીકરના કાર્યક્ષેત્રમાં છે અને તેઓ જ તેના પર અંતિમ કાનૂની નિર્ણય લેશે.

રામદાસ આઠવલેનું મોટું નિવેદન- 2019માં ઉદ્ધવે કરેલી ભૂલનું પરિણામ છે બળવો 

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ સંકટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઉદ્ધવ ઠાકરે માટે તેમના સાંસદો અને ધારાસભ્યોને એક રાખવા મુશ્કેલ બની ગયા છે અને આ બધું તેમના વર્ષ 2019ના ખોટા રાજકીય નિર્ણયના કારણે થઈ રહ્યું છે. આઠવલેના મતે, જો ઉદ્ધવે તે સમયે દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપીને ડેપ્યુટી સીએમ પદ સ્વીકાર્યું હોત તો આજે આ સ્થિતિ ન સર્જાત.

તેમણે દાવો કર્યો કે આ 6 સાંસદોના જોડાવાથી NDA અને મહાયુતિ ગઠબંધન વધુ મજબૂત બનશે અને આગામી સમયમાં વિરોધ પક્ષોના વધુ સાંસદો મોદી સરકારને બહુમતી અપાવવા માટે સાથે આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…
INDIA

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…

June 18, 2026
ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…
INDIA

ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

June 18, 2026
ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …
INDIA

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

June 18, 2026
Next Post
વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh…

વડોદરામાં કોટાલી નજીક ફરાસખાનાના ગોડાઉનમાં તેમજ રતનપુરમાં ફેક્ટરીમાં આગ | Fire breaks out in Faraskh...

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ...

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા તથા ચીન બાદ ભારત 2026 સુધીમાં વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનશેે | India will become the …

અમેરિકા તથા ચીન બાદ ભારત 2026 સુધીમાં વિશ્વનું ત્રીજુ મોટું અર્થતંત્ર બનશેે | India will become the …

7 months ago
રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

4 days ago
દારૃની 71 બોટલ સાથે મહુવાનો શખ્સ ઝડપાયો | Man from Mahuva arrested with 71 bottles of liquor

દારૃની 71 બોટલ સાથે મહુવાનો શખ્સ ઝડપાયો | Man from Mahuva arrested with 71 bottles of liquor

4 weeks ago
રાજકોટમાં જાણીતા ટાયરની નકલી ટયુબ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ | A well known fake tire tube manufac…

રાજકોટમાં જાણીતા ટાયરની નકલી ટયુબ બનાવવાના કારસ્તાનનો પર્દાફાશ | A well known fake tire tube manufac…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News