gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યવ્યાપી આક્રોશ: વાવ-થરાદમાં ધરણાંની મંજૂરી ન મળતા રોષ, અમરેલીમાં ર…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યવ્યાપી આક્રોશ: વાવ-થરાદમાં ધરણાંની મંજૂરી ન મળતા રોષ, અમરેલીમાં ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Teacher Agitation In Gujarat: રાજ્યમાં વર્ષ 2010 પહેલાં નિયુક્ત થયેલા પ્રાથમિક શિક્ષકોના સેવા હિતોની સુરક્ષા અને TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) તેમજ TAT પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવા સહિતના પડતર પ્રશ્નો મુદ્દે શિક્ષકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા દેખાવો અને આવેદન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે. જેમાં વાવ-થરાદ પંથકમાં વહીવટી તંત્રે ધરણાંની મંજૂરી ન આપતા શિક્ષકોમાં ભારે નારાજગી વ્યાપી છે, જ્યારે બીજી તરફ અમરેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ રસ્તા પર ઉતરી રેલી યોજી કલેક્ટર કચેરી ગજવી હતી.

વાવ-થરાદમાં છેલ્લી ઘડીએ ધરણાંની મંજૂરી ન મળતા શિક્ષકોમાં ભારે રોષ

વાવ-થરાદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નો અને ખાસ કરીને એનસીટીઇ (NCTE)ના નિયમો સંદર્ભે ઉદ્ભવેલી વિસંગતતાઓના વિરોધમાં ગાંધી ચીંધ્યા માર્ગે દેખાવો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા છેલ્લી ઘડીએ ધરણાં કરવાની મંજૂરી ન આપતા, શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા મંજૂરી ન મળવા છતાં શિક્ષક હિતમાં પીછેહઠ કર્યા વગર મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને સરકાર સમક્ષ પોતાની માગણીઓની રજૂઆત કરવામાં આવી છે.

અમરેલીમાં 150થી વધુ શિક્ષકોએ પોસ્ટર્સ સાથે રેલી યોજી

બીજી તરફ, અમરેલી જિલ્લામાં પણ શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ શિક્ષકોએ આરપારની લડાઈના મૂડમાં બાયો ચડાવી છે. અમરેલી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના આહ્વાન પર 150થી વધુ શિક્ષકોએ એકઠા થઈને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. હાથમાં પોતાની માંગણીઓના પોસ્ટર્સ અને બેનર્સ લઈને મોટી સંખ્યામાં શિક્ષકો રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરી તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી હતી.

શૈક્ષિક મહાસંઘ અને શિક્ષકોની મુખ્ય માંગણીઓ

•TET-TAT માંથી મુક્તિ: 23 ઓગસ્ટ 2010 પહેલાં નિયુક્ત થયેલા તમામ શિક્ષકોને TET અને TATની ફરજિયાત પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવામાં આવે, અથવા 29મી જુલાઈ 2011ના જાહેરનામા મુજબ લાયકાતમાં યોગ્ય છૂટછાટ અપાય.

•નવા નિયમો ભૂતકાળની અસરથી લાગુ ન કરવા: એનસીટીઇ (NCTE)ના નવા નિયમોને ભૂતકાળની અસરથી લાગુ ન કરવામાં આવે અને વર્ષ 2010-2011 દરમિયાન જે-તે સમયના પ્રવર્તમાન નિયમો મુજબ થયેલી શિક્ષકોની ભરતીને જ માન્ય રાખવામાં આવે.

•સિનિયોરિટી અને લાયકાતનું નિરાકરણ: સીપીઈડી, ડીપીઈડી, બીપીઈડી તેમજ બાલમંદિર/પ્રાથમિક શિક્ષણના ડિપ્લોમા અને એન.ટી.ટી.આઈ. (NTTI) ધારક શિક્ષકોની લાયકાત તથા સિનિયોરિટી બાબતે ઉભા થયેલા પ્રશ્નોનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવું.

•કેન્દ્ર સરકારના ગેઝેટ અને હાઈકોર્ટના ચુકાદાઓ (Legal Certainty)ને ધ્યાને રાખીને પ્રાથમિક શિક્ષકોના હિતનું રક્ષણ કરવું અને બિનજરૂરી કાનૂની ગૂંચવણોથી શિક્ષકોને મુક્ત કરવા.

ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના વરિષ્ઠ હોદ્દેદારોએ તંત્રની નીતિ સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ‘અમે લોકશાહી ઢબે શાંતિપૂર્વક ધરણાં યોજીને રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ તંત્રે મંજૂરી ન આપીને શિક્ષકોનો અવાજ દબાવવાનો નકામો પ્રયાસ કર્યો છે. પરંતુ અમે આવા દબાણોથી અટકવાના નથી. આજે અમે આવેદન પત્ર આપીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. જો વહેલી તકે આ સંવેદનશીલ મુદ્દાઓનો સકારાત્મક અને ન્યાયિક ઉકેલ નહીં આવે, તો સમગ્ર રાજ્યના શિક્ષકોને સાથે રાખીને મહાસંઘ દ્વારા આગામી દિવસોમાં વધુ ઉગ્ર અને આક્રમક આંદોલનાત્મક પગલાં ભરવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…
GUJARAT

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

June 18, 2026
રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…
GUJARAT

રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…

June 18, 2026
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

June 18, 2026
Next Post
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av...

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્...

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ૧.૫ લાખ લોકો ઇ કેવાયસી નહી કરાવે તો અનાજ મળતું બંધ થશે | If 1 5 lakh people do not get e KY…

વડોદરાના ૧.૫ લાખ લોકો ઇ કેવાયસી નહી કરાવે તો અનાજ મળતું બંધ થશે | If 1 5 lakh people do not get e KY…

10 months ago
બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

2 months ago
પ.બંગાળમાં બાબરી બાદ હવે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલની સ્થાપનાની જાહેરાત | after murshi…

પ.બંગાળમાં બાબરી બાદ હવે ગ્રેટર હૈદરાબાદમાં બાબરી મસ્જિદ મેમોરિયલની સ્થાપનાની જાહેરાત | after murshi…

6 months ago
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News