gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in INDIA
0 0
0
નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nirav Modi Bank of India case London: પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને ભારતના ભગોડા હીરા વેપારી નીરવ મોદીને લંડન હાઇકોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. લંડનની સર્કિટ કોમર્શિયલ કોર્ટના જજ સાયમન ટિંકલરે મંગળવારે પબ્લિક સેક્ટરની બેંક ઓફ ઇન્ડિયાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. બેંક ઓફ ઇન્ડિયાએ લંડન કોર્ટમાં નીરવ મોદી વિરુદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનો કેસ જીતી લીધો છે. અદાલતે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે નીરવ મોદી પર બેંકની આ રકમ બાકી નીકળે છે અને તેણે આ નાણાં ચૂકવવા જ પડશે.

પર્સનલ ગેરંટી હેઠળ ચૂકવણી કરવાનો કોર્ટનો આદેશ

ચુકાદો સંભળાવતા જજ સાયમન ટિંકલરે જણાવ્યું હતું કે, ‘નીરવ મોદી બેંકને આપવામાં આવેલી પર્સનલ ગેરંટી હેઠળ ૪.૧ મિલિયન ડોલર (આશરે ૩૮.૯ કરોડ રૂપિયા) ની મૂળ રકમ ચૂકવવા માટે જવાબદાર છે. આ રકમ પર બેંકના નિયમો અનુસાર ગણતરી કરાયેલું વ્યાજ પણ ઉમેરવામાં આવશે.’ કોર્ટે નોંધ્યું હતું કે નીરવ મોદી પોતાની બચાવમાં એવો કોઈ મજબૂત પુરાવો રજૂ કરી શક્યો નથી. જેનાથી સાબિત થાય કે બેંક આ રકમ મેળવવા માટે હકદાર નથી. હાલમાં ભારત પ્રત્યાર્પણ સામે લંડનની જેલમાં કાનૂની લડાઈ લડી રહેલા નીરવ મોદીએ દલીલ કરી હતી કે આ ગેરંટી લાગુ કરવા યોગ્ય નહોતી, પરંતુ કોર્ટે તેની તમામ દલીલો ફગાવી દીધી છે.

આ પણ વાંચો : ગુજરાતના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, 3માં ઓરેન્જ એલર્ટ, 24 કલાકમાં 19 તાલુકા ભીંજાયા

દુબઈની કંપની માટે લીધી હતી લોન

આ વિવાદની વિગત એવી છે કે બેંક ઓફ ઇન્ડિયાએ જુલાઈ ૨૦૧૨ માં દુબઈમાં આવેલી નીરવ મોદીની કંપની ‘ફાયરસ્ટાર ડાયમંડ FZE’ ને લોન આપી હતી. આ લોન પેટે નીરવ મોદીએ ૩ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ પર્સનલ ગેરંટી આપી હતી. વર્ષ ૨૦૧૮ ની શરૂઆતમાં જ્યારે પંજાબ નેશનલ બેંક સાથે નીરવ મોદીએ આચરેલા હજારો કરોડના મહાકૌભાંડના સમાચાર સામે આવ્યા, ત્યારે બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની લોન પરત માંગવાનો નિર્ણય કર્યો હતો. માર્ચ અને એપ્રિલ ૨૦૧૮ માં કંપની અને નીરવ મોદીને નોટિસો મોકલવા છતાં કોઈ જવાબ ન મળતા આખરે બેંકે કાનૂની માર્ગ અપનાવ્યો હતો.

શું છે સમગ્ર પીએનબી કૌભાંડ?

નીરવ મોદી ભારતભરમાં ચર્ચાસ્પદ બનેલા પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે, જે દેશના ઇતિહાસના સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંનું એક છે. હીરાના વેપારી નીરવ મોદી પર આરોપ છે કે તેણે ૨૦૧૧ થી ૨૦૧૮ દરમિયાન પીએનબી બેંકના કેટલાક કર્મચારીઓની મિલીભગતથી બોગસ લેટર ઓફ અંડરટેકિંગ (LoU) જાહેર કરાવ્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે વિદેશી બેંકોમાંથી હજારો કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. ૨૦૧૮ માં જ્યારે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું ત્યારે તેની અંદાજિત રકમ આશરે ૧૩,૦૦૦ કરોડ રૂપિયા હતી. કૌભાંડ બહાર આવતા જ નીરવ મોદી ભારત છોડીને વિદેશ ભાગી ગયો હતો અને ભારત સરકાર અત્યારે તેને બ્રિટનથી પ્રત્યાર્પણ કરીને સ્વદેશ લાવવાના સઘન પ્રયાસો કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું વરસાદ નહીં, આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે? | El…
INDIA

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું વરસાદ નહીં, આવી સ્થિતિ ક્યાં સુધી રહેશે? | El…

June 24, 2026
3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી | ram ma…
INDIA

3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી | ram ma…

June 24, 2026
‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…
INDIA

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…

June 24, 2026
Next Post
‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…

'ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત...' ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl...

વાયદા બજારમાં ફરી કડાકો: સોનું ₹1700 થી વધુ અને ચાંદી ₹1200 થી વધુ સસ્તી થઈ | Gold Silver Price Drop…

વાયદા બજારમાં ફરી કડાકો: સોનું ₹1700 થી વધુ અને ચાંદી ₹1200 થી વધુ સસ્તી થઈ | Gold Silver Price Drop...

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત | The tradition of offeri…

વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત | The tradition of offeri…

8 months ago
વિદેશી રોકાણકારોની વેચવાલી સામે DIIનું રૂ. 7.1 લાખ કરોડનું વિક્રમી રોકાણ | DII’s record investment o…

વિદેશી રોકાણકારોની વેચવાલી સામે DIIનું રૂ. 7.1 લાખ કરોડનું વિક્રમી રોકાણ | DII’s record investment o…

10 months ago
ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ | Marijuana worth Rs 5 lakh seized in …

ધોળકામાં 5 લાખના ગાંજો ઝડપાયો, ઓરિસ્સાની મહિલા સહિત 2ની ધરપકડ | Marijuana worth Rs 5 lakh seized in …

7 months ago
પાલડીમાં દોડતી બસ બની ‘આગનો ગોળો’, ડ્રાઈવર-કંડક્ટરની સમયસૂચકતાથી અનેક જીવ બચ્યા | bus fire paldi mah…

પાલડીમાં દોડતી બસ બની ‘આગનો ગોળો’, ડ્રાઈવર-કંડક્ટરની સમયસૂચકતાથી અનેક જીવ બચ્યા | bus fire paldi mah…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News