gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેટ્રો-સિટકોને સુરત પાલિકાની કડક ચેતવણી : બિનજરૂરી બેરિકેડ હટાવો, તૂટેલા રસ્તા તાત્કાલિક રીપેર કરો |…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
મેટ્રો-સિટકોને સુરત પાલિકાની કડક ચેતવણી : બિનજરૂરી બેરિકેડ હટાવો, તૂટેલા રસ્તા તાત્કાલિક રીપેર કરો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : ચોમાસું માથે આવી પહોંચ્યું છે છતાં સુરત શહેરમાં મેટ્રો અને સિટકોની અધૂરી કામગીરી હજુ પણ નાગરિકો માટે માથાનો દુખાવો બની રહી છે. ગત વર્ષે વરસાદ દરમિયાન ખાડા, પાણી ભરાવા, તૂટેલા રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, પરંતુ અનેક સ્થળોએ આજે પણ સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. આ જ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે અધિકારીઓની બેઠકમાં મેટ્રો અને સિટકો સામે સવાલોની ઝડી વરસાવી હતી.

તૂટેલા રસ્તા અને નુકસાન પામેલી ડ્રેનેજ-પાણીની લાઈન અંગે જવાબદારી નક્કી કરવાની સાથે શાસકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ચોમાસા દરમિયાન ફરી એકવાર નાગરિકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવશે તો તેની જવાબદારી સીધી સંબંધિત એજન્સીઓની રહેશે. સુરતમાં ચોમાસાના આગમનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીની સાથે વરસાદી સિઝનમાં વાહનચાલકો અને રાહદારીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે બુધવારે સવારે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન, મેયર માયાબેન માવાણી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના તમામ ઝોનના અધિકારીઓ ઉપરાંત મેટ્રો અને સિટકોના જવાબદાર અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

 બેઠક દરમિયાન ગત ચોમાસામાં શહેરના વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. શાસકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મેટ્રોની કામગીરી દરમિયાન અનેક સ્થળોએ પાલિકાની પાણીની લાઈનો, ડ્રેનેજ નેટવર્ક તેમજ રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું. સૌથી ચિંતાજનક બાબતએ હતી કે અગાઉ આ તમામ નુકસાનની મરામત માટે સૂચના આપવામાં આવી હોવા છતાં હજુ સુધી અનેક સ્થળોએ કામગીરી પૂર્ણ થઈ નથી. સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન મેટ્રોના અધિકારીઓએ તૂટેલા રસ્તાઓના સમારકામ માટે ડામરનો ઓર્ડર આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને શાસકોએ માત્ર મૌખિક ખાતરીથી સંતોષ માન્યો ન હતો. અધિકારીઓને કેટલો ડામર મંગાવવામાં આવ્યો છે, કઈ એજન્સીને ઓર્ડર આપવામાં આવ્યો છે અને કયા વિસ્તારોમાં કામગીરી શરૂ થવાની છે તેની વિગતવાર માહિતી રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સવાલોના કારણે મેટ્રોના અધિકારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળે છે.ચોમાસા દરમિયાન ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યા વધુ વિકરાળ ન બને તે માટે બેઠકમાં ખાસ ભાર બેરિકેડિંગના મુદ્દા પર મૂકવામાં આવ્યો હતો. શાસકોએ મેટ્રો અને સિટકોના અધિકારીઓને સ્પષ્ટ તાકિદ કરી હતી કે જ્યાં કામગીરી ચાલી રહી હોય અને સુરક્ષાના દૃષ્ટિકોણથી બેરિકેડ જરૂરી હોય ત્યાં જ તેને યથાવત રાખવામાં આવે. જ્યારે જે સ્થળોએ હાલ કામગીરી ન ચાલી રહી હોય અથવા બેરિકેડિંગની જરૂરિયાત ન હોય ત્યાંથી તાત્કાલિક અસરથી બેરિકેડ હટાવી લેવામાં આવે. આ પગલાથી ટ્રાફિકની સમસ્યા ઘટાડવામાં અને વાહનચાલકોને રાહત આપવામાં મદદ મળશે. બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે શહેરના ચારેય ઝોનમાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે તમામ સ્થળોની સંયુક્ત મુલાકાત લેવામાં આવશે. પાલિકાના અધિકારીઓ, મેટ્રો અને સિટકોના પ્રતિનિધિઓ સ્થળ પર જઈ વાસ્તવિક સ્થિતિનો અભ્યાસ કરશે અને તેની વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે. આગામી એક સપ્તાહ દરમિયાન જે સુધારાત્મક કામગીરી કરવામાં આવશે તેની ‘બિફોર અને આફ્ટર’ સ્થિતિની તુલના કરીને પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. એક સપ્તાહ બાદ મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા સંયુક્ત રાઉન્ડ યોજવામાં આવશે. આ દરમિયાન અગાઉ આપવામાં આવેલી સૂચનાઓનું પાલન થયું છે કે નહીં, રસ્તાઓના સમારકામ, ડ્રેનેજ અને પાણીની લાઈનોની મરામત તથા બેરિકેડિંગ ઘટાડવા અંગે શું કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ એજન્સી બેદરકારી દાખવતી જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …
GUJARAT

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …

June 24, 2026
CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…
GUJARAT

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…

June 24, 2026
રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો
GUJARAT

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

June 24, 2026
Next Post
રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત: કચ્છમાં 3 લોકો અને દાહોદમાં 2 ભાઈઓ ડૂબ્યા | Kutch Daho…

રાજ્યમાં ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓમાં 5ના મોત: કચ્છમાં 3 લોકો અને દાહોદમાં 2 ભાઈઓ ડૂબ્યા | Kutch Daho...

અમદાવાદ: સાબરમતી નદી પરનો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે, AMC કમિશનરની જાહેરાત | Ahmedab…

અમદાવાદ: સાબરમતી નદી પરનો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે, AMC કમિશનરની જાહેરાત | Ahmedab...

સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ | Garbage Pile …

સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ | Garbage Pile ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગામી સપ્તાહથી ઇયુની કારો-ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ ઃ ટ્રમ્પ | Trump says place 25 pc tariff on autos fr…

આગામી સપ્તાહથી ઇયુની કારો-ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ ઃ ટ્રમ્પ | Trump says place 25 pc tariff on autos fr…

2 months ago
CISFના જવાનો માટે લેવાયા મોટા નિર્ણય, શહીદોને 1 કરોડ રૂપિયા સહાય, સંતાનોને મળશે ઉચ્ચ શિક્ષણ | Big De…

CISFના જવાનો માટે લેવાયા મોટા નિર્ણય, શહીદોને 1 કરોડ રૂપિયા સહાય, સંતાનોને મળશે ઉચ્ચ શિક્ષણ | Big De…

1 year ago
એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …

એમ.પી.ની ચામાચીડિયા ગેંગના વડોદરામાં ધામા : દિવસે ફૂગ્ગા વેચી રાતે ચોરીઓ કરતી હતી | MP’s Bat Gang’s …

10 months ago
લાહોર એરપોર્ટથી કરાચી જવા માટે નીકળેલો શખ્સ સઉદી પહોંચી ગયો ! | A man who left Lahore airport to go …

લાહોર એરપોર્ટથી કરાચી જવા માટે નીકળેલો શખ્સ સઉદી પહોંચી ગયો ! | A man who left Lahore airport to go …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News