gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
CA ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનો દબદબો, ઑલ ઇન્ડિયા ટોપ 50માં અમદાવાદના ત્રણ વિદ્યાર્થી ઝળક્યા! | 3 Ahmed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ICAI CA Intermediate Result Ahmedabad : ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા સીએ (CA) ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે ઑલ ઇન્ડિયા લેવલે બંને ગ્રુપનું પરિણામ 8.47%, માત્ર ગ્રુપ-1નું 10.25% અને ગ્રુપ-2નું પરિણામ 16.11% રહ્યું છે. અમદાવાદ બ્રાન્ચે આ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અમદાવાદ બ્રાન્ચમાં બંને ગ્રુપનું પરિણામ 6.55%, ગ્રુપ-1નું 9.09% અને ગ્રુપ-2નું પરિણામ 21.90% આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ જાન્યુઆરીમાં બંને ગ્રુપનું પરિણામ 13.19% હતું, જેની સરખામણીએ આ વખતે પરિણામ 6.55% રહ્યું છે.

આ પરિણામમાં અમદાવાદના ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા લેવલે ટોપ 50માં સ્થાન મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે.

લાઈબ્રેરીમાં રોજ 8થી 10 કલાક સેલ્ફ સ્ટડી અને યોગ્ય ટાઈમ મેનેજમેન્ટે અપાવી સફળતાઃ મોક્ષ રાઠોડ (AIR 5)

ઑલ ઇન્ડિયામાં 5મો રેન્ક મેળવનારા મોક્ષ રાઠોડે જણાવ્યું કે, ‘સીએ ફાઉન્ડેશનમાં મારો 8મો રેન્ક હતો, તેથી ઇન્ટરમીડિયેટમાં પણ ટોપ રેન્ક લાવવાનો મારો લક્ષ્યાંક હતો. મેં જે.કે. શાહ ક્લાસીસમાં વહેલા જોડાઈને રોજનું રોજ રિવિઝન કરવાની ટેવ પાડી હતી. છેલ્લા ત્રણ મહિના મેં લાઈબ્રેરીમાં રોજ 8થી 10 કલાક સેલ્ફ સ્ટડી કરી છે. અભ્યાસને પ્રાધાન્ય આપવા મેં પરિવારના કેટલાક પ્રસંગો અને લગ્નો પણ જતા કર્યા હતા. છતાં, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટના કારણે મેં ક્લાસીસમાં જ મિત્રો સાથે તહેવારોની ઉજવણી કરી હતી.’

મોક્ષના દાદા અને પપ્પા બંને પ્રેક્ટિસિંગ સીએ છે, એટલે તે પરિવારમાંથી ત્રીજી પેઢીનો સીએ બનશે. તેની માતાએ કોમ્પ્યુટર કોર્સ કરેલો છે અને તેનો ભાઈ મિકેનિકલ એન્જિનિયર બનીને ગૂગલમાં જોડાવા જઈ રહ્યો છે. મોક્ષ ભવિષ્યમાં ટેક્સેશન ક્ષેત્રે આગળ વધવા માંગે છે અને ‘બિગ ફોર’ કંપનીમાં મર્જર એન્ડ એક્વિઝિશન જેવા ફિલ્ડમાં આર્ટિકલશિપ કરવાની ઈચ્છા ધરાવે છે. સીએ ફાઇનલમાં પણ ટોપ 10માં આવવાનું તેનું લક્ષ્ય છે.

સંપૂર્ણ શિસ્ત સાથે 10-12 કલાકની મહેનત રંગ લાવીઃ સ્તુતિ ગોયંકા (AIR 10)

484 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયામાં 10મો રેન્ક પ્રાપ્ત કરનાર સ્તુતિ ગોયન્કાએ જણાવ્યું કે, ‘આ સફળતા પાછળ દરરોજ 10થી 12 કલાકની નિયમિત અને સંપૂર્ણ શિસ્તબદ્ધ મહેનત રહેલી છે. આ સફરમાં મારા પરિવારે પણ ઘણાં બલિદાન આપ્યા છે. મેં છેલ્લા બે મહિનામાં ફેમિલી ફંક્શન અને પાર્ટીઓમાં જવાનું ટાળ્યું હતું, તો બીજી તરફ મારા પરિવારે પણ ટીવીનો અવાજ ધીમો રાખવા જેવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખ્યું હતું. મારી મમ્મીએ મને અભ્યાસમાં કોઈ ખલેલ ન પડે તેની ખાસ કાળજી લીધી હતી. પરીક્ષા આપતી વખતે મારું મન એકદમ શાંત હતું. મેં બસ એટલું જ વિચાર્યું હતું કે મેં મારી શ્રેષ્ઠ તૈયારી કરી છે અને હવે બાકી બધું ભગવાન પર છોડી દેવું જોઈએ.’

દીકરીના આ પરિણામથી તેનો પરિવાર અત્યંત ખુશ છે અને તેની માતા ખુશીથી નિઃશબ્દ બની ગઈ હતી. સ્તુતિ હવે ‘બિગ ફોર’ કંપનીમાંથી આર્ટિકલશિપ કરીને ભવિષ્યમાં ટેક્સ અથવા ફાઇનાન્સ ક્ષેત્રે નિષ્ણાત બનવા માંગે છે.

રોજનું કામ એ જ દિવસે પૂરું કરીને લક્ષ્ય હાંસલ કર્યુંઃ કનૈયા શર્મા (AIR 40)

ઓલ ઇન્ડિયામાં 40મો રેન્ક મેળવનારા કનૈયા શર્માએ જણાવ્યું કે, ‘મેં ખૂબ જ સમર્પણ (ડેડિકેશન) સાથે અભ્યાસ કર્યો છે. મારા શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન અને સીનિયર સીએના અનુભવોને અનુસરીને મેં આ લક્ષ્ય પૂરું કર્યું છે. હું રોજના 8થી 10 કલાક પ્રિપરેશન કરતો હતો. મેં ક્લાસ, હોમવર્ક અને જે દિવસે જે ભણાવવામાં આવ્યું હોય તેનું તે જ દિવસે રિવિઝન કરવા માટે એક ફિક્સ ટાઈમટેબલ બનાવી લીધું હતું.’ 

આ સફળતા માટે કનૈયાએ મિત્રો સાથે ફરવાનું, રવિવારની આઉટિંગ, ફેમિલી ફંક્શન અને તહેવારોની મજાનું પણ બલિદાન આપ્યું હતું. કનૈયાના પિતા વુડન ટેમ્પલ પોલિશ (લાકડાના મંદિર પર પોલિશ) કરવાનો વ્યવસાય કરે છે અને તેની માતા ગૃહિણી છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પણ કનૈયાએ મેળવેલી આ સિદ્ધિ પ્રેરણાદાયી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Next Post
વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: 'રુદ્રવીણા'ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી ...

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed...

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

'મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ...': કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

ચૂંટણીપ્રચારમાં કન્ટેન્ટ ક્રીએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને તડાકો | Content creators and digital…

5 months ago
ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I…

ઈશ્વરિયા ગામે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં શખ્સને આજીવન કેદ | Man sentenced to life imprisonment in I…

6 months ago
મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 47 80 lak…

મહુવાના નેસવડ ગામ પાસે રૂ.47.80 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | Foreign liquor worth Rs 47 80 lak…

9 months ago
VIDEO | ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી: અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા,…

VIDEO | ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી: અમરેલીમાં લાખોના વિદેશી દારૂ સાથે 3 આરોપી ઝડપાયા,…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News