gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: ‘રુદ્રવીણા’ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Rudra Veena National Award: ગુજરાતની કલાનગરી તરીકે ઓળખાતા વડોદરાના એક સામાન્ય પરિવારે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. વડોદરાનો મિસ્ત્રી પરિવાર છેલ્લા 150 વર્ષથી પણ વધુ સમયથી ભારતની અત્યંત દુર્લભ અને ઐતિહાસિક એવી ‘રુદ્રવીણા’ના વારસાને જીવંત રાખી રહ્યો છે. આ જ અથાગ પરિશ્રમનું પરિણામ છે કે હવે આ કળાની રાષ્ટ્રીય સ્તરે પણ મોટી નોંધ લેવાઈ છે. નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમી દ્વારા વર્ષ 2024-2025 ના પ્રતિષ્ઠિત ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’ માટે વડોદરાના રુદ્રવીણા નિર્માતા કિશોરભાઈ સોમાભાઈ મિસ્ત્રીની પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય સન્માન માટે પસંદગી થયા બાદ કિશોરભાઈએ નમ્રતાપૂર્વક જણાવ્યું કે, “આ મારું સન્માન નથી, પરંતુ મારા પૂર્વજોની સાધના અને તપસ્યાનું ફળ છે. આ વ્યક્તિગત સિદ્ધિ નથી, પણ ગુજરાતની સમૃદ્ધ સંગીત પરંપરાને રાષ્ટ્રીય સ્તરે મળેલી સ્વીકૃતિ છે.” કિશોરભાઈ છેલ્લા 5 દાયકા એટલે કે 50 વર્ષથી રુદ્રવીણાના નિર્માણ અને સંવર્ધન માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: 'રુદ્રવીણા'ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી 2 - image

એક રુદ્રવીણા બનાવતા લાગે છે 3 વર્ષ! જાણો તેની જટિલ પ્રોસેસ

કિશોરભાઈ મિસ્ત્રીએ રુદ્રવીણા બનાવવાની અદભુત અને કુદરત પર નિર્ભર પ્રક્રિયા વિશે રસપ્રદ વિગતો શેર કરી છે.

ચંદ્રભાગા નદીના તુંબડા: વીણાના બંને છેડે અવાજના ગુંજન માટે ગોળ તુંબડા લગાવાય છે. આ માટે ખાસ કરીને મહારાષ્ટ્રના પંઢરપુરની ચંદ્રભાગા નદીના પટમાં થતા દૂધીના વેલાના કુળના તુંબડા પસંદ કરાય છે.

પેસિફિક બામ્બુનો દંડ: તુંબડાને જોડવા માટે ‘પેસિફિક બામ્બુ’ (વાંસ) વપરાય છે. તેને ઋતુ પ્રમાણે કુદરતી રીતે સૂકવ્યા બાદ, ગરમ સળિયા વડે તેની અંદરની ગાંઠો બાળીને પોલો કરવામાં આવે છે, જેથી અવાજ કોઈ પણ અડચણ વગર પસાર થઈ શકે.

કાળા સીસમનું લાકડું અને મયૂર આકૃતિ: વીણાની ખૂંટીઓ માટે કાળા સીસમનું લાકડું વપરાય છે. શાસ્ત્રોમાં સંગીતના પ્રથમ સૂર ‘ષડ્જ’ (સા) નું પ્રતીક મોર હોવાથી, વીણા પર સીસમ કે સાગના લાકડામાંથી આકર્ષક મોર કંડારવામાં આવે છે.

આ આખી પ્રક્રિયા એટલી જટિલ અને બારીક નકશીકામ વાળી છે કે એક સિંગલ રુદ્રવીણા તૈયાર કરતા અંદાજે 2 થી 3 વર્ષનો સમય લાગી જાય છે.

ન્યૂયોર્ક અને ફ્રાન્સના મ્યુઝિયમમાં વડોદરાની વીણાની શાન

મિસ્ત્રી પરિવાર વડોદરાના વેરાઈ માતા ચોક, ખંડેરાવ માર્કેટ પાસે આવેલી પોતાની 153 વર્ષ જૂની નાનકડી દુકાનમાં આજે પણ આ જાદુઈ વાદ્યો બનાવે છે. આ દુકાનમાં તૈયાર થયેલી સિતાર  અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં, સરસ્વતી વીણા હોલેન્ડ મ્યુઝિયમમાં, જ્યારે રુદ્રવીણા ફ્રાન્સ અને બરોડા મ્યુઝિયમની શોભા વધારી રહી છે. આ ઉપરાંત, ગુજરાતના વડનગરમાં બની રહેલા ભવ્ય સંગીત મ્યુઝિયમ માટે પણ આ પરિવારે 31 જેટલા પરંપરાગત સંગીત વાદ્યો તૈયાર કરી આપ્યા છે.

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: 'રુદ્રવીણા'ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી 3 - image

કેવી રીતે થઈ સફરની શરૂઆત? ગુરુની તૂટેલી વીણાએ બદલી નાખ્યું નસીબ!

આ કળામાં મિસ્ત્રી પરિવારનો પ્રવેશ કેવી રીતે થયો તેની વાત પણ ખૂબ જ રસપ્રદ છે. 153 વર્ષ પહેલાં કિશોરભાઈના પરદાદા મનસુખ રઘુનાથજી ગાયકવાડ દરબારના પ્રખ્યાત રુદ્રવીણા વાદક એમ.સી. બુઆ પાસે સંગીત શીખતા હતા. એક દિવસ અકસ્માતે ગુરુજીની વીણા તૂટી ગઈ. તે સમયે આખા વડોદરામાં તેને રીપેર કરનાર કોઈ નહોતું.

ત્યારે મનસુખજીએ પોતાની કોઠાસૂઝથી વીણાનું એવું શાનદાર સમારકામ કર્યું કે ગુરુજી આશ્ચર્યચકિત થઈ ગયા. ગુરુજીએ ખુશ થઈને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે, “આ વાદ્ય અદભુત રીપેર થયું છે, હવે તું આ જોઈને નવું વાદ્ય બનાવ.” ગુરુના આ શબ્દોને ઝીલી લઈને મનસુખજીએ નવું વાદ્ય બનાવ્યું અને બસ ત્યારથી આ પરિવારની સંગીત યાત્રા શરૂ થઈ ગઈ.

વડોદરાની વીણાની વિદેશમાં ગૂંજ: 'રુદ્રવીણા'ના સર્જક કિશોરભાઈ મિસ્ત્રીની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી 4 - image

યુવા પેઢીમાં વધી રહ્યો છે ક્રેઝ

કિશોરભાઈને વર્ષ 2023 માં સંગીત નાટક અકાદમી દ્વારા રુદ્રવીણા નિર્માણ માટે ‘ગુરુ’નું બિરુદ મળ્યું હતું અને હાલ તેઓ ગુરુ-શિષ્ય પરંપરા મુજબ નવી પેઢીને આ કળા શીખવી રહ્યા છે. વર્ષ 2023 ના ‘ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એક્સ્પો’ના પોતાના અનુભવ અંગે વાત કરતા તેઓ જણાવે છે કે, આ એક્સ્પોમાં રુદ્રવીણાના નિર્માણમાં યુવા વર્ગે જે ભારે રસ દાખવ્યો હતો, તે જોતા આ લુપ્ત થતી કળાનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…
GUJARAT

જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

June 24, 2026
અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…
GUJARAT

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

June 24, 2026
Next Post
અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed…

અમદાવાદ: અજાણ્યા નંબરથી આવતા મેસેજથી સાવધાન, RTO ચલણની APK ઇન્સ્ટોલ કરતા યુવકે લાખો ગુમાવ્યા | ahmed...

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

'મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ...': કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | ...

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગર્લફ્રેન્ડને વીડિયો કોલ કર્યા પછી યુવકે ગળા ફાંસો ખાઇ લીધો | Young man hangs himself after video ca…

ગર્લફ્રેન્ડને વીડિયો કોલ કર્યા પછી યુવકે ગળા ફાંસો ખાઇ લીધો | Young man hangs himself after video ca…

5 months ago
નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

નારણપુરામાં ટ્રકની ટક્કરથી યુવકનું મોત, મેમનગરમાં ડમ્પરે મહિલાને કચડી

6 months ago
બેટિંગ એપ કેસમાં EDનો સકંજો, યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને સમન્સ, સોનુ સૂદને પણ પૂછપરછ માટે બોલાવાય…

બેટિંગ એપ કેસમાં EDનો સકંજો, યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને સમન્સ, સોનુ સૂદને પણ પૂછપરછ માટે બોલાવાય…

9 months ago
વડોદરામાં હરણીની‌ સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો, દારૂ પીધેલા ચાર મિત્રો પકડાયા | Police raid Haran…

વડોદરામાં હરણીની‌ સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો, દારૂ પીધેલા ચાર મિત્રો પકડાયા | Police raid Haran…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News