gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મ…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2026
in GUJARAT
0 0
0
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રોગચાળો રોકવા માઇક્રો પ્લાનિંગ જરૂરી: તબીબોની રિઝર્વ ટીમો અને દવાઓનો જથ્થો તૈયાર રાખવા આરોગ્ય મંત્રીશ્રીની અધિકારીઓને સૂચના

ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિની સમીક્ષા કરવા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સડક માર્ગે સુરત-નવસારી  જવા રવાના

દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ વિરામ લે અને પૂરના પાણી ઓસરે તે પછી પાણીજન્ય તેમજ મોસમી રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ આરોગ્ય વિભાગની તમામ પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી

આ સમીક્ષા બેઠક અંગે માહિતી આપતાં આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પૂરના પાણી ઓસરતાં જ રોગચાળો અટકાવવા માટે ક્લોરીન ટેબલેટ્સ, જરૂરી દવાઓ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ કરાવી દેવાયો છે. આ ઉપરાંત, પૂરના કારણે આશ્રય શિબિરોમાં સ્થળાંતરિત કરાયેલા નાગરિકોનું તબીબી ટીમ દ્વારા નિયમિત ચેકઅપ કરવા અને તેમના આરોગ્યની પૂરતી કાળજી લેવા અંગે મંત્રીશ્રીએ ઉચ્ચ અધિકારીઓને કડક સૂચના આપી હતી.

આ ઉપરાંત, ભારે વરસાદને કારણે અંતરિયાળ અને સંપર્કવિહોણા બની શકે તેવા ગામોમાંથી સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવા માટે કરાયેલા વિશેષ આયોજન અને યાદી -લિસ્ટિંગ અંગે મંત્રીશ્રીએ બેઠકમાં વિગતવાર માહિતી મેળવી હતી.

આ ઉપરાંત, જે જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાંથી તબીબો અને મેડિકલ સ્ટાફની વધારાની ટીમોને ‘રિઝર્વ’ રાખવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી, જેથી જરૂર પડે ત્યારે તેમને તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં ડેપ્યુટ કરી શકાય. પૂર પછી કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફેલાય તે માટે અગાઉની સ્થિતિના અનુભવોને ધ્યાનમાં રાખીને તમામ પાસાઓની ઝીણવટભરી ચકાસણી આરોગ્ય મંત્રી શ્રી પાનશેરીયા દ્વારા કરવામાં આવી હતી.

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગાંધીનગર ખાતેથી તમામ નીતિવિષયક અને વહીવટી પ્લાનિંગ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિની સીધી સમીક્ષા કરવા અને સ્થાનિક જરૂરિયાતોને તુરંત પૂરી કરવા માટે હું પોતે જ સડક માર્ગે સુરત અને નવસારી જવા રવાના થઈ રહ્યો છું. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે તેમ આરોગ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
GUJARAT

આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

July 23, 2026
કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

12 months ago
નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi…

નસવાડીમાં કરુણ ઘટના, કાંધા ગામે ધાબા પર કામ કરતા શ્રમિકને હાઈ ટેન્શન લાઈનનો કરંટ લાગતા મોત | Naswadi…

3 months ago
એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e…

એક વર્ષમાં ૫૬૧ ઈ-બસનો ઓર્ડર અપાયો, અમદાવાદમાં એક વર્ષમાં ૧૯૬૦ ઈલેકટ્રિક બસ રોડ ઉપર દોડતી થશે | 561 e…

4 months ago
સૌરાષ્ટ્ર સિંગતેલમાં એક દિવસમાં જ 40 સહિત મહિનામાં 200નો વધારો | Saurashtra Singtel increases by 200…

સૌરાષ્ટ્ર સિંગતેલમાં એક દિવસમાં જ 40 સહિત મહિનામાં 200નો વધારો | Saurashtra Singtel increases by 200…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News