gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

G METRO NEWS by G METRO NEWS
August 15, 2026
in GUJARAT
0 0
0
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જિલ્લા કક્ષાના ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું. ત્યારબાદ કલેક્ટરશ્રી પી.બી.પંડયા અને જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈની સાથે વિવિધ ૯ જેટલી પ્લાટૂન પરેડનું જેમાં પુરુષ પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હથિયારધારી હોમગાર્ડ, બિનહથિયારધારી હોમગાર્ડ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ, એનસીસી પ્લાટૂન, ડોગ સ્કવોર્ડ, માઉન્ટેડ યુનિટ, પોલીસ બેન્ડ વિભાગનું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રીએ સૌ જામનગરવાસીઓને ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં પોતાનું મહામૂલું પ્રદાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ શહીદોને નમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે, જેના લાભથી કરોડો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આયુષ્માન ભારત યોજના દ્વારા દેશના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ગુણવત્તાસભર આરોગ્યસેવાની સુરક્ષા મળી છે. ઉજ્જવલા યોજના દ્વારા માતા-બહેનોને ધુમાડામુક્ત રસોડાની સુવિધા મળી છે, જનધન યોજના દ્વારા દેશના કરોડો નાગરિકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા છે, જ્યારે પીએમ સૂર્યઘર યોજના જેવી પહેલો દ્વારા સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રમાં પણ દેશ આગળ વધી રહ્યો છે.

“એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત ૧૭ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જે હરિયાળા અને સ્વસ્થ ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

રમતગમતના ક્ષેત્રમાં પણ ભારતે વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. ૩૯ પદકો સાથે કોમનવેલ્થ ગેમમાં રમત ગમત ક્ષેત્રે પણ ખેલાડીઓએ અદભૂત પ્રદર્શન કર્યું છે. ૨૪મી કોમનવેલ્થ ગેમ્સના આયોજનનું ગૌરવ ભારતને અને ખાસ કરીને ગુજરાતને પ્રાપ્ત થયું છે. આ માત્ર ગુજરાત માટે જ નહીં, સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.

ગુજરાતે નાગરિકોની સુરક્ષા માટે આતંકવાદ અને સંગઠિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. એક સમય હતો જ્યારે કાશ્મીર આતંકવાદ અને હિંસાના સમાચારોથી ચર્ચામાં રહેતું હતું. પરંતુ આજે કાશ્મીર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.

આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે સતત પ્રગતિ કરી છે. માનવ વિકાસ સૂચકાંકમાં સુધારો, સરેરાશ આયુષ્યમાં વધારો અને બાળકોના આરોગ્યમાં થયેલો સુધારો રાજ્યની સફળતાની સાબિતી છે. રાજ્ય સરકાર માતાના ગર્ભધારણથી લઈને બાળકના સર્વાંગી વિકાસ સુધી સતત આરોગ્ય સેવાઓ અને પોષણની સુવિધાઓ પૂરી પાડે છે.

દીકરીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના અંતર્ગત ૫ લાખ કિશોરીઓને રસી આપવામાં આવી છે.

પીએમ સૂર્યઘર યોજના દ્વારા ઘરો પર સોલાર પેનલ સ્થાપિત કરવાની દિશામાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે. સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ અપાવવા માટે જીઆઈ ટેગિંગની દિશામાં પણ ગુજરાત આગળ વધી રહ્યું છે.

‘ઈઝ ઓફ લિવિંગ’ના અભિગમ સાથે રાજ્ય સરકારે શહેરી વિકાસને નવી દિશા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરીને શહેરી વિકાસને વધુ ગતિ આપવામાં આવી છે. તેના પરિણામે નાગરિકોને વધુ સારી અને સુલભ સેવાઓ મળી રહી છે.

સરકારનું સ્વપ્ન માત્ર શહેરોના વિકાસનું નથી, પરંતુ એવા સમૃદ્ધ ગામડાંનું છે જ્યાં ગામડાનું સ્વરૂપ જળવાઈ રહે અને સાથે શહેર જેવી તમામ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ બને. આ દિશામાં રાજ્ય સરકાર સતત કાર્યરત છે.

વિકસિત ભારત–૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ખેડૂતોની ભૂમિકા અત્યંત મહત્વની છે અને તેથી જ કૃષિ અને ગ્રામ વિકાસને સરકારની પ્રાથમિકતા આપવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર ખેડૂતોની પડખે મજબૂત રીતે ઉભી છે. ગયા વર્ષે થયેલા અતિભારે વરસાદ અને કુદરતી નુકસાન બાદ રાજ્યના હજારો ખેડૂતોને કરોડો રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. પારદર્શિતા અને ઝડપી સહાયનું આ ઉત્તમ ઉદાહરણ છે.

ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સહિત વિવિધ કૃષિ ઉત્પાદનોની મોટા પાયે ખરીદી કરવામાં આવી છે.

પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં પણ ગુજરાત દેશને નવી દિશા આપી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જામનગર માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઔદ્યોગિક નકશા પર આગવું સ્થાન ધરાવે છે. પેટ્રોકેમિકલ, રિફાઈનરી, બંદર અને અન્ય અનેક ઉદ્યોગોના કારણે જામનગર હજારો પરિવારોને રોજગારી આપી રહ્યું છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાજકોટ, મોરબી અને જામનગરને આગામી વિકાસના મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે આગળ વધારવાની દિશામાં માર્ગદર્શન આપ્યું છે.

જામનગરનું બંદર, ઔદ્યોગિક માળખું અને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ રાજ્યના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આજે જામનગરનું નામ માત્ર ગુજરાત કે ભારત પૂરતું મર્યાદિત નથી, પરંતુ વિશ્વના ઔદ્યોગિક નકશા પર ગૌરવપૂર્ણ રીતે અંકિત થયું છે. વાડીનાર વિસ્તારમાં શિપ રિપેરિંગ ક્લસ્ટર અને પોરબંદર વિસ્તારમાં શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને પ્રાથમિક મંજૂરી મળી છે. આ બંને પ્રોજેક્ટ્સના અમલીકરણથી હજારો કરોડ રૂપિયાનું રોકાણ આવશે અને મોટી સંખ્યામાં રોજગારીની નવી તકો સર્જાશે.

રાજકોટ–જામનગર–દ્વારકા, રાજકોટ–સોમનાથ અને અન્ય મહત્વપૂર્ણ માર્ગો પર પણ રેલવે સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

કોઈપણ રાજ્ય અને દેશનો સાચો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે તેના નાગરિકો શિક્ષિત બને. શિક્ષણ એ માત્ર વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવતું સાધન નથી, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસનો પાયો છે.

ગુજરાત સરકારે શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ સંકલ્પ કર્યો છે કે રાજ્યનો એકપણ બાળક ધોરણ-૧૨ સુધીના શિક્ષણથી વંચિત ન રહે. દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને તે પોતાના સપનાઓ સાકાર કરી શકે તે માટે સરકાર સતત કાર્યરત છે. જે બાળકો કોઈ કારણસર અભ્યાસ અધૂરો છોડીને શાળાથી દૂર થઈ ગયા છે, તેમને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આપણું લક્ષ્ય માત્ર બાળકોને શાળામાં દાખલ કરવાનું નથી, પરંતુ તેમને ગુણવત્તાસભર શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનું છે. કારણ કે શિક્ષિત યુવા શક્તિ જ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણની સૌથી મોટી તાકાત છે.

ગુજરાત માત્ર ઉદ્યોગ, કૃષિ અને વેપાર ક્ષેત્રે જ નહીં, પરંતુ રમતગમત અને પ્રવાસન ક્ષેત્રે પણ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. રાજ્યના યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા કોમનવેલ્થ ગેમ્સ જેવી વૈશ્વિક કક્ષાની રમતોત્સવની યજમાની કરવાનો ગૌરવ ગુજરાતને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી આવા મોટા રમતોત્સવોની યજમાની દેશો કરતા હતા, પરંતુ હવે ગુજરાતને આ ઐતિહાસિક તક મળવી એ સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે.

રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા રમતગમત સંકુલ અને દરેક તાલુકામાં તાલુકા રમતગમત સંકુલ વિકસાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “વિકાસ પણ, વિરાસત પણ”નો જે મંત્ર આપ્યો છે, તે મુજબ રાજ્યમાં વિકાસ અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ બંનેને સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે.

ગુજરાતનું અંબાજી ધામ આજે ભવ્ય અંબાજી કોરિડોરના કારણે વિશ્વસ્તરીય યાત્રાધામ તરીકે વિકસી રહ્યું છે. આગામી સમયમાં શક્તિ કોરિડોર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ દ્વારા આ પવિત્ર ધામને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવામાં આવશે. પાવાગઢ, સોમનાથ, દ્વારકા અને અન્ય ધાર્મિક સ્થળોના વિકાસથી રાજ્યમાં આધ્યાત્મિક પ્રવાસનને નવી ઊંચાઈ મળી છે. સાથે સાથે કચ્છનું રણ, જે એક સમય માત્ર રણપ્રદેશ તરીકે ઓળખાતું હતું, આજે વિશ્વના પ્રવાસન નકશા પર આગવી ઓળખ ધરાવે છે. ‘રણોત્સવ’ના કારણે દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાત લઈ રહ્યા છે.

વિકસિત ભારતના માત્ર સરકારનો કાર્યક્રમ નથી. આ ૧૪૦ કરોડ ભારતીયોનો સંકલ્પ છે. આ આપણા સૌના સપનાઓનું ભારત છે, જેનું નિર્માણ આપણે સૌએ મળીને કરવાનું છે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે, નવી યોજનાઓ અમલમાં મૂકશે અને વિકાસના નવા અવસરો ઊભા કરશે, પરંતુ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય ત્યારે જ પૂર્ણ થશે જ્યારે દરેક નાગરિક પોતાનો ફાળો આપશે. આ પવિત્ર અવસરે આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી, એકતા, પરિશ્રમ અને સમર્પણની ભાવનાથી વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરીશું.

કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું મંત્રીએ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જામનગર જિલ્લાના વિકાસ માટે મંત્રીએ રૂ.૨૫ લાખની રકમનો ચેક કલેક્ટર પી.બી.પંડ્યાને અર્પણ કર્યો હતો.

કાર્યક્રમમાં વિવિધ ૬ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યઓ, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા વિવિધ જગ્યાએ અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા વિવિધ જગ્યાએ અગ્નિવીર ભરતી રેલી યોજાશે

August 15, 2026
Next Post
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું ...

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાગામની સીમમાં જમીનનો બનાવટી દસ્તાવેજ કરતા ફરિયાદ | Complaint against forged land documents in the …

નવાગામની સીમમાં જમીનનો બનાવટી દસ્તાવેજ કરતા ફરિયાદ | Complaint against forged land documents in the …

1 year ago
જામનગરના ધ્રોલ તાલુકામાં પરિણીતાનો સંતાન પ્રાપ્તિના વિયોગમાં ફાંસો ખાઈ આપઘાત | Married woman commits…

જામનગરના ધ્રોલ તાલુકામાં પરિણીતાનો સંતાન પ્રાપ્તિના વિયોગમાં ફાંસો ખાઈ આપઘાત | Married woman commits…

9 months ago
ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

2 months ago
ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ | India’s first microprocessor chip Vikram 32 b…

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ | India’s first microprocessor chip Vikram 32 b…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News