સિહોર તાલુકાનું દિવ્ય તીર્થધામ – વરલ
જ્યાં કાળ પણ થંભી જાય છે અને ભક્તિનો ડંકો વાગે છે, એવા સિહોર તાલુકાના સુપ્રસિદ્ધ અને જાગૃત યાત્રાધામ શ્રી કાળ ભૈરવ આશ્રમ, વરલ* ના પાવન આંગણામાં, *અનંત શ્રી વિભૂષિત મહંત સદગુરુ સંત શ્રી નારણદાસબાપુના દિવ્ય આશીર્વાદ અને પાવન સાનિધ્યમાં, શ્રી કાલભૈરવ દાદાની અપરંપાર અને અસીમ અનુકંપાથી, વર્ષોની પરંપરા મુજબ આગામી તા. 07 નવેમ્બર 2026, શનિવારના શુભ દિને, કાળી ચૌદશની મહા કાળરાત્રિ નો ભવ્ય અને અલૌકિક ઉત્સવ ઉજવાવા જઈ રહ્યો છે.
આ પાવન પર્વ માત્ર ઉત્સવ નથી, પણ આત્માની શુદ્ધિ અને રક્ષાનું મહાપર્વ છે.
મહંતશ્રી નારણદાસબાપુના પાવન સાનિધ્યમાં ઉત્સવનો ક્રમ:
પ્રાતઃ 11:00 કલાકે – ધર્મધ્વજા રોહણ સાથે પર્વનો શુભારંભ
સાયં 06:30 કલાકે – ભવ્યાતિભવ્ય મહા આરતીનો દિવ્ય નાદ
રાત્રિ 07:00 કલાકે – વિશાળ મહા પ્રસાદનું આયોજન
રાત્રિ 08:00 કલાકે – વેદ મંત્રોચ્ચાર સાથે મહાયજ્ઞનો શુભ પ્રારંભ
રાત્રિ 09:30 થી 12:30 સુધી – કાલભૈરવ દાદાનો દિવ્ય અભિષેક અને મનમોહક અદભુત શણગાર
રાત્રિ 12:15 કલાકે – મહાયજ્ઞની પૂર્ણાહુતિ
રાત્રિ 12:30 કલાકે – મહા કાળરાત્રિના મધ્યમાં શ્રી કાલભૈરવ દાદાના અલૌકિક અને દિવ્ય દર્શન
આ વર્ષના પુણ્યશાળી યજમાન: અમદાવાદના સુપ્રસિદ્ધ ભક્ત શ્રી દીક્ષિતભાઈ મુકેશભાઈ દેસાઈ પરિવાર આ પાવન યજ્ઞનો લાભ પ્રાપ્ત કરશે.
આ પવિત્ર અવસરે સમસ્ત ભાવિક ભક્તો, ધર્મપ્રેમી જનતાને સહપરિવાર પધારી, યજ્ઞ દર્શન કરી, મહા પ્રસાદ ગ્રહણ કરી ધન્ય બનવા માટે વરલ ધામના અધિષ્ઠાતા, કાળ ભૈરવ આશ્રમના મહંત, પરમ પૂજ્ય સદગુરુ સંત શ્રી નારણદાસબાપુ તથા શ્રી કાળ ભૈરવ આશ્રમ ટ્રસ્ટ સમિતિ, વરલ તરફથી ભાવભર્યું, હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વિશેષ આકર્ષણ: મહા કાળરાત્રિની યજ્ઞ પૂર્ણાહુતિ બાદ પરમ પૂજ્ય મહંતશ્રી નારણદાસબાપુના કરકમળો દ્વારા પૂજન-અર્ચન અને મંત્રોચ્ચારથી અભિમંત્રિત કરેલું દિવ્ય રક્ષા કવચ સર્વ ભક્તોને પ્રદાન કરવામાં આવશે.
|| જય કાળ ભૈરવ દાદા || જય ગુરુદેવ નારણદાસબાપુ ||







