Bihar CM Nitish Kumar in the news again: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ઘણીવાર તેમની અજીબોગરીબ હરકતોના કારણે ચર્ચામાં રહે છે. આજે ફરી એક વાર આવી જ હરકતથી ચર્ચામાં આવ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે સોમવારે રાજધાની પટનામાં એક કાર્યક્રમ દરમિયાન બિહાર સરકારના કેબિનેટ અધિક મુખ્ય સચિવ (IAS)ના માથા પર છોડનું કૂંડું મૂક્યુ હતું.
આ પણ વાંચો: VIDEO : ‘મારી જિંદગી કેમ બરબાદ કરી? લાલુ પરિવાર ચૂંટણી માટે ડ્રામા કરી રહ્યો’ તેજ પ્રતાપની પત્ની ઐશ્વર્યા રાયનું નિવેદન
મુખ્યમંત્રીએ આજે પટનામાં લલિત નારાયણ મિશ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ ચેન્જ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. નિમણૂક પત્ર વિતરણ સમારોહ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન તેમનું સ્વાગત છોડનું કૂંડું આપીને કરવામાં આવ્યું હતું.
છોડનું કૂંડું પરત લઈને આવ્યા સચિવ
શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. એસ. સિદ્ધાર્થે મુખ્યમંત્રી નીતિશનું સ્વાગત કર્યું હતું. સ્વાગતમાં તેમને છોડનું કૂંડું આપ્યું હતું. ત્યારે તરત જ તેમણે એ છોડનું કુંડુ તેમના માથા પર મૂકી દીધું હતું. અને પછી સચિવ એ છોડનું કૂંડું પરત લઈને આવ્યા હતા.
આ પણ વાંચો: ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઉલ્લેખનીય છે કે, બિહારમાં કોઈપણ અધિકારી મંત્રીનું સ્વાગત બુકેની જગ્યાએ છોડ આપવાની પરંપરા રહી છે. આ પરંપરા પ્રમાણે અધિક મુખ્ય સચિવે સોમવારે મુખ્યમંત્રીને છોડ ભેટમાં આપ્યો હતો, પરંતુ આ કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમા CM નીતીશ કુમારે કાર્યક્રમ દરમિયાન 2.87 કરોડના ખર્ચે એનેક્સી ભાવન, 4.90 કરોડના ખર્ચે વોર્ડન બ્લોક અને 5.33 કરોડના ખર્ચે બનનારી સ્ટાર્ટઅપ બ્લોકનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.