Monsoon 2025 Weather Report Update : દેશમાં મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે, જ્યારે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડતા લોકો અસહ્ય બફારાથી પરેશાન થઈ ગયા છે. જોકે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી કહી રહી છે કે, મે મહિનામાં પડી રહેલો વરસાદ માત્ર ટ્રેલર છે, મેઘરાજાનું અસલી તાંડવ તો જૂન મહિનામાં જોવા મળશે.
ચોમાસુ દેશના અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે : IMD
ભારતીય હવામાન વિભાગે (IMD) કહ્યું છે કે, ‘આ વખતે કેરળમાં આઠ દિવસ પહેલા એટલે કે 24 મેએ ચોમાસું પહોંચી ગયું છે. ચોમાસાની વહેલી એન્ટ્રીથી છેલ્લા 16 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે.