gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
Padma Award 2025: દેશની 69 હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ એવોર્ડ્સથી સન્માનિત, જુઓ સંપૂર્ણ યાદી | 69…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Padma Award 2025: રાષ્ટ્રપતિ ભવનમાં બુધવારે (28 મે) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કાર 2025થી લોકોને સન્માનિત કર્યા છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર અનેક વિષય જેમકે કલા, સામાજિક કાર્ય, જાહેર બાબત, વિજ્ઞાન, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા અને સાહિત્ય વગેરેમાં આપવમાં આવે છે. જેમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર, નૃત્યાંગના શોભના ચંદ્રકુમાર, એક્ટર અનંત નાગ અને પ્રતિષ્ઠિત કિંગ જૉર્જ મેડિકલ યુનિવર્સિટીના કુલપતિ સોનિયા નિત્યાનંદ સહિત 69 પ્રતિષ્ઠિત હસ્તીઓને મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યાં.

2025માં કુલ 139 લોકોને પદ્મ પુરસ્કાર

2025માં 139 લોકોને પદ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અનેક કેન્દ્રીય મંત્રી અને અનેક વિશેષ અતિથિ પણ હાજર હતાં. આ યાદીમાં 7 પદ્મ વિભૂષણ, 19 પદ્મ ભૂષણ અને 113 પદ્મ શ્રી પુરસ્કાર પણ સામેલ છે. પુરસ્કાર વિજેતાઓમાંથી 23 મહિલાઓ છે અને યાદીમાં વિદેશી/NRI/PIO/OCI શ્રેણીના 10 વ્યક્તિ અને 13 મરણોપરાંત પુરસ્કાર વિજેતા પણ સામેલ છે.

આ પણ વાંચોઃ જ્યોતિ આઇએસઆઇના સંપર્કમાં હતી જપ્ત કરાયેલ 12 ટીબી ડેટામાં ખુલાસો

શારદા સિન્હા (મરણોપરાંત)-કલા-લોક સંગીત

લોક ગાયિકા શારદા સિન્હાને કલા-લોક સંગીતના ક્ષેત્રે તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના દીકરાએ તેમના તરફથી આ પુરસ્કાર ગ્રહણ કર્યો હતો. 

કુમુદિની રજનીકાંત લાખિયા (મરણોપરાંત)-કલા 

કુમિદિની રજનીકાંત લાખિયાને કલાના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના પૌત્રએ તેમના તરફથી આ પુરસ્કાર સ્વીકાર કર્યો હતો. 

બિબેક દેબરોય (મરણોપરાંત) સાહિત્ય અને શિક્ષા

સાહિત્ય અને શિક્ષાના ક્ષેત્રમાં યોગદાન માટે બિબેક દેબરૉયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મરણોપરાંત પદ્મ ભૂષણથી સન્માનિત કર્યાં. તેમની પત્નીએ આ પુરસ્કાર સ્વીકાર કર્યો. બિબેક દેબરૉય એક અર્થશાસ્ત્રી હતા, જેમણે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષના રૂપે કામ કર્યું અને તેઓ એક લેખક પણ હતાં.

આ પણ વાંચોઃ મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી

નિવૃત્ત ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર- જાહેર બાબત

ન્યાયાધીશ (સેવાનિવૃત્ત) જગદીશ સિંહ ખેહરને જાહેર બાબતોના ક્ષેત્રે યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે. 

ડૉ. શોભના ચંદ્રકુમાર- કલા લોક નૃત્ય

ડૉ. શોભના ચંદ્રકુમારને કલા-લોક નૃત્યના ક્ષેત્રે તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મ ભૂષણ સન્માન મળ્યું. 

સાધ્વી ઋતંભા- સામાજિક કાર્ય

સાધ્વી ઋતંભરાને સામાજિક કાર્યના વિસ્તારમાં તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મ ભૂષણ સન્માન મળ્યું. 

રિકી કેજ- કલા સંગીત 

ગ્રેમી પુરસ્કાર વિજેતા સંગીતકાર રિકી કેજને કલા-સંગીતના ક્ષેત્રે તેમના યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો. 

69 લોકોને મળ્યો પદ્મ પુરસ્કાર

મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અન્ય લોકોની હાજરીમાં 69 પસંદગીના વ્યક્તિઓને પુરસ્કારો એનાયત કર્યા. રાષ્ટ્રપતિએ સમારોહ દરમિયાન નૃત્યાંગના અને અભિનેત્રી શોભના ચંદ્રકુમાર, ઉદ્યોગપતિ નલી કુપ્પુસ્વામી ચેટ્ટી, પુરાતત્વવિદ્ કૈલાશ નાથ દીક્ષિત, નર્તક જતીન ગોસ્વામી, અભિનેતા અનંત નાગ અને સાધ્વી ઋતંભરા સહિત પ્રખ્યાત વ્યક્તિઓને ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન, નવ પદ્મ ભૂષણ પણ એનાયત કર્યા. 

પદ્મશ્રી મેળવનારાઓમાં પ્રખ્યાત ઇમ્યૂનોલૉજિસ્ટ અને KGMUના વાઇસ ચાન્સેલર નિત્યાનંદ, ફૂટબોલર ઇનિવલપ્પિલ મણિ વિજયન, ગાયક અશ્વિની ભીડે દેશપાંડે, અભિનેતા અશોક લક્ષ્મણ સરાફ, માસ્ક બનાવનાર રેબા કાંતા મહંતા અને સંગીતકાર રિકી જ્ઞાન કેજનો સમાવેશ થાય છે. પ્રખ્યાત થિયેટર કલાકાર અને કાર્યકારી કોચ બેરી જોન, લોક સંગીતકાર અને પ્રખ્યાત પરાઈ વાદક વેલુ આસન, ઉદ્યોગપતિ સજ્જન ભજનકા, ડૉ. નીરજા ભટલા, વૈજ્ઞાનિક અજય વી ભટ્ટ, લેખક સંત રામ દેસવાલ, આધ્યાત્મિક નેતા આચાર્ય જોનાસ મેજેટી અને ફારૂક અહેમદ મીરનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં આપવામાં આવે છે. પદ્મ વિભૂષણને અસાધારણ અને વિશેષ સેવા માટે આપવામાં આવે છે. ઉચ્ચ કક્ષાની વિશેષ સેવા માટે પદ્મ ભૂષણ અને કોઈપણ ક્ષેત્રમાં વિશેષ સેવા માટે પદ્મ શ્રી. (અહીં ક્લિક કરી જુઓ સમર્ગ યાદી)

આ પણ વાંચોઃ પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- ‘હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયું’; ભત્રીજાનો ચોંકાવનારો દાવો

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંખ્યાએ કરવામાં આવે છે જાહેરાત

પદ્મ વિભૂષણ સાધારણ અને વિશેષ સેવા રૂપે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશેષ સેવા માટે અને પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં વિશેષ સેવા માટે આપવામાં આવે છે. પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર કરવામાં આવે છે. 

આ પહેલાં એપ્રિલમાં અપાયું હતું પદ્મ સન્માન 

આ પહેલાં, 28 એપ્રિલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનના ગણતંત્ર મંડપમાં વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પુરસ્કાર આપ્યા હતાં. 

આ વર્ષે 30 ગુમનામ નાયકોને મળ્યો પદ્મ પુરસ્કાર

2014 માં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી, તેમણે પદ્મ પુરસ્કારોથી દ્વારા “ગુમનામ નાયકો” નું સન્માન કરવાનું શરૂ કર્યું છે. આ વર્ષે, 30 ‘ગુમનામ નાયકો’ને પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. જાતિ, વ્યવસાય, પદ અથવા લિંગના કોઈપણ ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. મહિલાઓ, સમાજના નબળા વર્ગ, અનુસૂચિત જાતિ અને જનજાતિ, દિવ્યાંગ વ્યક્તિઓમાંથી પ્રતિભાશાળી વ્યક્તિઓને ઓળખવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમની શ્રેષ્ઠતા અને સિદ્ધિઓ ખરેખર ઓળખવા યોગ્ય છે અને જેઓ સમાજની નિઃસ્વાર્થ સેવા કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વોલેટીલિટીના અંતે ઓટો, આઈટી શેરોમાં ફંડોની વેચવાલી : સેન્સેક્સમાં 625 પોઈન્ટનું ગાબડું

વોલેટીલિટીના અંતે ઓટો, આઈટી શેરોમાં ફંડોની વેચવાલી : સેન્સેક્સમાં 625 પોઈન્ટનું ગાબડું

બાંકે બિહારી મંદિર મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટે ખખડાવી, કહ્યું – ‘તમે પક્ષકાર નથી તો કેમ…’ | …

બાંકે બિહારી મંદિર મામલે યોગી સરકારને સુપ્રીમ કોર્ટે ખખડાવી, કહ્યું - 'તમે પક્ષકાર નથી તો કેમ...' | ...

ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા | operation sindoor lo…

ઓપરેશન સિંદૂરનો લોગો આ 2 લોકોએ તૈયાર કર્યો હતો, ભારતીય સૈન્યએ નામ જાહેર કર્યા | operation sindoor lo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ

સ્કૂલોને બોમ્બની ધમકીના ઈ-મેલ્સ ડાર્કવેબ પરથી આવતા હોવાથી ટ્રેસ કરવા મુશ્કેલ

12 months ago
બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b…

બાયડ-અમદાવાદ રોડ પર ગમખ્વાર અકસ્માત: એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત | deadly road accident on b…

10 months ago
ગુજરાત યુનિવર્સિટીમાં એન.એસ.યુ.આઇ.નું અનોખું વિરોધ પ્રદર્શન, GCAS પોર્ટલની ‘સ્મશાન યાત્રા’ કાઢી | gu…

ગુજરાત યુનિવર્સિટીમાં એન.એસ.યુ.આઇ.નું અનોખું વિરોધ પ્રદર્શન, GCAS પોર્ટલની ‘સ્મશાન યાત્રા’ કાઢી | gu…

9 months ago
ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News