CJI B R Gavai Statement: ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) બન્યા બાદ જસ્ટિસ બી.આર. ગવઈ શનિવારે પહેલીવાર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘હમણાં જ મંત્રી મેઘવાલે જણાવ્યું કે, યોગી જી આ દેશના સૌથી પાવરફુલ અને કર્મઠ મુખ્યમંત્રી છે. અલ્હાબાદની ભૂમિ પાવરફુલ લોકોની છે. યોગી જી તો પાવરફુલ છે જ.’
CJIએ અલ્હાબાદ હાઈકોર્ટ પરિસરમાં મલ્ટિલેવલ પાર્કિંગ અને વકીલ ચેમ્બર્સનું ઉદ્ધાટન કર્યું. તેમણે કહ્યું કે, ‘આ દેશના અંતિમ નાગરિક સુધી પહોંચવું આપણી ફરજ છે. જ્યાં સુધી બાર એન્ડ બેન્ચ સાથે કામ નહીં કરે, ત્યાં સુધી આપણે ન્યાયના રથને આગળ નહીં વધારી શકીએ.’
કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી અને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, મહાકુંભમાં અલ્હાબાદ હાઈકોર્ટની મહત્વની ભૂમિકા રહી. જો કોર્ટ કુંભ પહેલા જો કોઈ કામમાં સ્ટે આપી શકે છે તો આ સફળતાપૂર્વક સંપન્ન ન થઈ શકે.
આટલી મોટી બિલ્ડિંગ વકીલો માટે દુનિયામાં નથી: CJI
CJIએ કહ્યું કે, ‘આજે અલ્હાબાદ હાઈકોર્ટે ખુબ સારું ઉદાહરણ આપ્યું છે, જેને આપણે રોલ મોડલ બોલી શકીએ છીએ. મારી જાણ મુજબ આટલી મોટી બિલ્ડિંગ વકીલો માટે આખી દુનિયામાં પણ નહીં હોય. અહીં અરજદારોનું પણ ધ્યાન રખાશે. બાજુની જગ્યામાં અરજદારો માટે કંઈક પ્લાનિંગ છે. જ્યાં બાળકો લઈને આવતી મહિલાઓ માટે ક્રેચ પણ બનશે. એટલે વર્કિંગ મહિલાના બાળકો માટે દેખરેખની વ્યવસ્થા કરવામાં આવશે.’
વકીલોના એસી ચેમ્બર તમને લોકોને ઠંડા કરશે: મુખ્યમંત્રી યોગી
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ‘યાદ કરો આ અલ્હાબાદ હાઈકોર્ટમાં 2017માં વડાપ્રધાન મોદીનું આગમન થયું હતું. તેમણે કહ્યું હતું કે, સુશાસનની પહેલી શરત છે- રૂલ ઑફ લૉ. એટલે કાયદાનું શાસન. આ બાર એન્ડ બેન્ચની સાથો સાથ અરજદારોનું પણ મહત્ત્વ છે. અહીં મલ્ટીલેવલ પાર્કિંગની સાથે વકીલોની ચેમ્બર પણ છે. વકીલોના એસી ચેમ્બર તમને લોકોને પણ ઠંડા કરશે.’