
મુંબઈ : દેશના ઈન્ફરમેશન ટેકનોલોજી (આઈટી) શેરોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)નો આઉટફલો ફેબુ્રઆરીમાં વધી સાત મહિનાની ટોચે રહ્યો હતો. આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને કારણે સૂચિત ખલેલથી આઈટી કંપનીઓની આવક પર અસર પડવાની શકયતાને ધ્યાનમાં રાખી વિદેશી રોકાણકારો આઈટી કંપનીઓમાં પોતાના રોકાણ પાછા ખેંચી રહ્યા છે.
ગયા મહિને વિદેશી રોકાણકારોએ એકંદર રૂપિયા ૧૬૯૪૯ કરોડના મૂલ્યના આઈટી શેરોનું વેચાણ કર્યું છે. એફઆઈઆઈની જોરદાર વેચવાલીને પરિણામે આઈટી ઈન્ડેકસ ૧૯.૫૦ ટકા જેટલો ઘટી ગયો હતો, જે સપ્ટેમ્બર, ૨૦૦૮ બાદ કોઈ એક મહિનામાં તેની સૌથી ખરાબ કામગીરી રહી છે.










