gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
AMCમાં ટેન્ડર કૌભાંડ: કાગળનો મોટો કોન્ટ્રાક્ટ મેળવવા વેપારીએ બનાવ્યું તમિલનાડુની કંપનીનું બોગસ સર્ટી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Tender Scam Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સાથે છેતરપિંડી આચરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓફિસ કામ માટે જરૂરી કાગળના સપ્લાયનો મોટો સરકારી કોન્ટ્રાક્ટ (ટેન્ડર) મેળવી લેવા માટે નારણપુરાના એક વેપારીએ તમિલનાડુની પ્રતિષ્ઠિત કંપનીનું બોગસ ડીલરશીપ સર્ટીફિકેટ બનાવ્યું હોવાનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે AMCના સેન્ટ્રલ સ્ટોર વિભાગના આસિસ્ટન્ટ મેનેજરે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.

ઝેરોક્ષ પેપરના 12,000 પેકેટનો હતો કોન્ટ્રાક્ટ

મળતી માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જમાલપુર દરવાજા બહાર આવેલા સેન્ટ્રલ સ્ટોર દ્વારા ઓફિસ કામગીરી માટે A4 સાઇઝના, 75 GSM (TNPL/JK કોપીયર બ્રાન્ડ)ના 12,000 નંગ પેકેટની ખરીદી કરવા માટે ઓનલાઈન પોર્ટલ પર ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ ટેન્ડર પ્રક્રિયામાં સૌથી ઓછું ભાવપત્રક (ફર્સ્ટ લોએસ્ટ) ભરીને નારણપુરાના અંકુર રોડ પર રહેતા કૃણાલ  શાહ (ઇમ્પ્રીન્ટ ટ્રેડર્સના માલિક) રેસમાં આગળ આવ્યા હતા.

અવાચ્ય સહી-સિક્કા અને લોગોએ શંકા જગાડી

ટેન્ડરની શરતો મુજબ, વેપારીએ તમિલનાડુ ન્યૂઝપ્રિન્ટ એન્ડ પેપર્સ લિમિટેડ (TNPL) કંપનીનું સત્તાવાર ઓથોરિટી/ડીલરશીપ સર્ટીફિકેટ રજૂ કરવું અનિવાર્ય હતું. કૃણાલ શાહે રજૂ કરેલા સર્ટીફિકેટમાં કંપનીના નામ નીચે મારેલો સિક્કો અને સહી અવાચ્ય (ઓળખાય નહીં તેવી) જણાતા ટેન્ડર વિભાગના સ્ટાફને શંકા ગઈ હતી.

AMCની વિજિલન્સ તપાસમાં કૌભાંડ ખૂલ્યું

સેન્ટ્રલ સ્ટોરના ટેકનિકલ સ્ટાફે વધુ ચકાસણી માટે મૂળ કંપની (TNPL)નો ઈમેલ દ્વારા સંપર્ક સાધ્યો હતો. કંપની તરફથી સત્તાવાર જવાબ મળ્યો કે, ઇમ્પ્રીન્ટ ટ્રેડર્સ દ્વારા રજૂ કરાયેલું ડીલરશીપ સર્ટીફિકેટ તદ્દન ખોટું અને બનાવટી છે. આ ગંભીર બાબત સામે આવતા જ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી વિજિલન્સ વિભાગ દ્વારા આખી તપાસ હાથ ધરવામાં આવી હતી, અને અહેવાલના આધારે કાયદેસરની કાર્યવાહી નક્કી કરાઈ હતી.

ગાયકવાડ હવેલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

આખરે AMCના આસિસ્ટન્ટ મેનેજર પ્રકાશચંદ્ર મકવાણાની ફરિયાદના આધારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આરોપી વેપારી કૃણાલ શાહ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 336(2), 336(3) અને 340(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે

પોલીસને અગાઉના ટેન્ડરોમાં પણ શંકા 

પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વેપારીની પૂછપરછ હાથ ધરી છે. પોલીસને આશંકા છે કે, આ વેપારીએ ભૂતકાળમાં પણ આવા જ કોઈ બનાવટી સર્ટીફિકેટ સબમિટ કરીને કોર્પોરેશનના અન્ય કોન્ટ્રાક્ટ મેળવ્યા હોઈ શકે છે, જે દિશામાં પણ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre…

ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Supre...

અમદાવાદ: ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા …

અમદાવાદ: ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા ...

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ | NTA Announces Nationwid…

NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ | NTA Announces Nationwid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ | FBI most wante…

અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ | FBI most wante…

11 months ago
ગુતાલ બ્રીજ નજીક કારની ટક્કરે અને મરીડાના સ્મશાન પાસે ટ્રેક્ટરની ટક્કરે 2 યુવાનોના મોત | 2 youths di…

ગુતાલ બ્રીજ નજીક કારની ટક્કરે અને મરીડાના સ્મશાન પાસે ટ્રેક્ટરની ટક્કરે 2 યુવાનોના મોત | 2 youths di…

7 months ago
અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના મોત | Car accident on A…

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની સહિત ત્રણના મોત | Car accident on A…

9 months ago
લગ્નના વરઘોડામાં મોટા અવાજે વગડતા સ્પીકર અંગે કહેવા ગયેલા એન્જિનિયરની ધોલાઈ | Engineer beaten up for…

લગ્નના વરઘોડામાં મોટા અવાજે વગડતા સ્પીકર અંગે કહેવા ગયેલા એન્જિનિયરની ધોલાઈ | Engineer beaten up for…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News