આગામી દીપાવલી ના તહેવારો તથા ગુજરાતી નવા વર્ષ વિક્રમ સવંત 2083 ની શરૂઆત નિમિત્તે, તારીખ 10 નવેમ્બર 2026 ના રોજ, મહુવા શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજવામાં આવેલ 1111 કરતા પણ વધારે છે વાનગીઓ યુક્ત ભવ્ય અન્નકૂટ ઉત્સવ આયોજન કરવામાં આવેલ છે જેમાં મહુવા શહેર તથા ગ્રામ્ય પંથકના હજારો વ્યક્તિઓને આ દર્શનનો લાભ પ્રાપ્ત થનાર છે.
“સવાર 10:30 કલાકથી આ અન્નકૂટ ઉત્સવ શરૂ થશે જેમાં થાળ આરતી સમયે વિવિધ રાજકીય આગેવાનો , ઉદ્યોગપતિઓ ડોક્ટરો તથા સત્સંગી ભાવિકજનોની હાજરીમાં ..
હિન્દુ સનાતન ધર્મની પરંપરા ગત વિધિ પ્રમાણે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવની આરતી બાયપાસ રોડ ઉપર આવેલ શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવશે”
આ દિપાવલી પર્વ નિમિત્તે થનાર કાર્યક્રમની વિગત:-
તારીખ 6 નવેમ્બરના ધનતેરસના દિવસે ગાય માતાનું પૂજન વિધિ ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર ખાતે સાંજના છ કલાકે તથા તારીખ: 7 નવેમ્બર કાલીચૌદસ ના દિવસે શ્રી હનુમાનજીની પૂજન વિધિ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બાયપાસ રોડ, મહુવા ઉપર કરવામાં આવશે.. જેનો લાભ લેવા માટે હરિભક્તોને આમંત્રિત કરવામાં આવે છે
અને
તારીખ 08 નવેમ્બર દીપાવલીના દિવસના રોજ , ચોપડા પૂજન, દિપોત્સવ તથા મહા આરતી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, સાંજ ના 05:00 થી 7: 30 કલાક દરમિયાન
અને
તારીખ 8 નવેમ્બર દિપાવલી ના રોજ ભગતજી મહારાજના જન્મસ્થાન ઉપર તથા તારીખ 09 નવેમ્બરના રોજ ભગતજી મહારાજ સ્મૃતિ મંદિર* માં પણ અત્યંત ભવ્ય રીતે *આ બંને સ્થાન પર અન્નકૂટ ઉત્સવ ના દર્શન સવારના નવ વાગ્યાથી થી સાંજના છ વાગ્યા સુધી થનાર છે
આ ગુજરાતી નવા વર્ષે યોજાનાર અન્નકૂટ ઉત્સવનો પ્રસાદ મહુવા પંથકના 12,000 કરતાં પણ વધારે અન્નકૂટ સેવકો તથા ભાવિક ભક્તોને પહોંચાડવામાં આવશે તથા મહુવાની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ અને તેમના સેવકો દ્વારા સેંકડો ગરીબ-અનાથ,નિરાધાર, તથા મંદ બુદ્ધિ ગ્રસ્ત લોકોને પ્રસાદ પહોંચાડવામાં આવશે અને વિશેષમાં ,ભૂખ્યાને ભોજન જેવી સંસ્થા તથા કીડિયારુ પૂરતા સંગઠન દ્વારા કીડી જેવા નાનકડા જીવને પણ આ પ્રસાદ પ્રાપ્ત થશે. અને તમામ માટે સર્વજીવ હિતાવહ ની પ્રાર્થના કરવામાં આવશે.
સમગ્ર ઉત્સવનું આયોજન, BAPS સ્વામિનારાયણ મંદિર અને તેમના સંતો તથા સેવકો દ્વારા કરવામાં આવેલ છે, તો તમામ ધર્મપ્રેમી જનતા ને આ ભવ્ય અન્નકૂટ ઉત્સવનો દર્શનલાભ લેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.









